ગુજરાતમાં કોરોનાની સારવાર માટે આપવામાં આવતા ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનું વધુ એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપાયું

રાજ્યમાં વધુ ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનું વધુ એક કૌભાંડ ઝડપાયું છે. સુરતમાં કોરોનાની સારવાર માટે આપવામાં આવતા રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનું કૌભાંડ ઝડપાયું છે. બાંગ્લાદેશથી અગરતલા, કલકત્તા અને ત્યાંથી અમદાવાદ ઇન્જેક્શન લાવવમાં આવતા હતા. 4200 રૂપિયાના નકલી રેમડેસિવીર ઇન્જેક્શન 18 હજારથી 25 હજાર વેચવામાં આવતા હતા. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના વેપારી પાસે ઈમ્પોર્ટનું લાયસન્સ ન હોવા છતાં બાંગ્લાદેશથી ગેરકાયદે ઈન્જેક્શન લાવીને સુરતના એક વ્યક્તિને મળી ઈન્જેકશન વેચતો હોવાનો ખુલાસો થયો છે. બુધવારની રાત્રે 12 વાગ્યાથી સવારે 4 વાગ્યાં સુધી ફૂડ એન્ડ ડ્રગની અમદાવાદ અને સુરતની ટીમે રેડ કરી અને 10 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમદાવાદનો મેડીકલ રીપ્રેઝન્ટેટીવ સુરતના શખ્સ સાથે મળી નેટવર્ક ચલાવતો

કોરોના મહામારીમાં કોવિડ-19થી સંક્રમિત થયેલા અતિ ગંભીર દર્દીઓ માટે આશિર્વાદરૂપ ઇન્જેક્શનોની થતી કાળાબજારી ઉપર ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. રેમડેસિવીર અને ટોસિલિ ઝુમેબના કાળાબજારનું નેટવર્ક બહાર લાવવા તંત્ર દ્વારા અમદાવાદના એક મેડીકલ રિપ્રેઝન્ટેટિવને બોગસ ઓર્ડર આપી એક મોટા કાળાબજારી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદનો મેડીકલ રીપ્રેઝન્ટેટીવ સુરતના એક શખ્સ સાથે મળીને સમગ્ર નેટવર્ક ચલાવતો હોવાની વિગતોના આધારે સુરત ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશનની ટીમ દ્વારા સુરતમાંથી રૂ. 4,65 હજારની કિંમતના રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શનોનો જથ્થો પકડી પાડી સમગ્ર ગુનાની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હોવાનું ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલરના કમિશનર ડો. એચ.જી.કોશિયાએ જણાવ્યું છે.

સુરતમાં રહેતા યશ માથુકીયા નામના શખ્સ મારફત ગેરકાયદે વેપલો

ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલર એડમિનિસ્ટ્રેશનને 21 જુલાઇના રોજ બાતમી મળી હતી કે, અમદાવાદના ઈન્દ્રપ્રસ્થ ટાવર, વસ્ત્રાપુર ખાતે રહેતા સંદિપ માથુકીયા નામનો ઈસમ કે જે એબોટ ઈન્ડિયા લિ.માં મેડિકલ રિપ્રેઝન્ટેટીવ તરીકે ફરજ બજાવે છે, તે સુરતમાં રહેતા યશ માથુકીયા નામના અન્ય શખ્સ મારફત રેમડેસિવીર ઈન્જેક્શનના કાળાબજાર કરી નિયત કિંમત કરતા ત્રણથી ચાર ઘણા વધારે ભાવ લઈ આ મહત્વના ઇન્જેક્શનોનો ગેરકાયદે વેપલો કરે છે.

બોગસ ઓર્ડર મુકી સમગ્ર રેકેટ બહાર લાવ્યા

જેના આધારે સુરત ખાતેના મદદનીશ કમિશ્નર આર.એમ.પટેલ અને તેમની ટીમે આરોપીઓને પકડી આ સમગ્ર નેટવર્ક બહાર લાવવા બોગસ ઓર્ડર મુકી દવા મંગાવી હતી. યશ રાજેશ માથુકીયા નામની વ્યક્તિ પ્રતિ વાયલ રૂ. 18000 લેખે કુલ ૦2 નંગ વાયલનું રેમડેસિવીર ઈન્જેક્શનના કુલ રૂ. 36 હજાર વસુલી વેચાણ કરતા તે સમયે આરોપી યશ રાજેશ માથુકીયાને નિરુ ફાર્મ, કતાર ગામ રોડ, સુરત ખાતે ઝડપી લીધો હતો. પકડાયેલા આ આરોપીના રહેણાંક સ્થળ (5, પ્રગતિ પાર્ક, ડભોલી ચાર રસ્તા, કતારગામ, સુરત)પર જઇને તપાસ કરતા ત્યાંથીજુદી-જુદી બ્રાન્ડનારેમડેસિવીર-100 મી.ગ્રા.ના કુલ 15 નંગ ઈન્જેક્શનનો જથ્થો તથા Actemra-400 મી.ગ્રા.(ટોસિલિઝુમેબ ઈન્જેક્શન)ના કુલ ૦3 નંગનો જથ્થો મળી આવ્યોછે.

સુરતમાંથી 4,65,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

સુરતથી પકડાયેલા રેમડેસિવીરના લેબલની ચકાસણી કરતા આ દવાઓનો વ્યાપ બાંગ્લાદેશમાં ઉત્પાદિત થયા હોવાનું જણાયેલ છે.આરોપીને ત્યાંથી કુલ રૂ. 4,65,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી દ્વારા કેટલા સમયથી આ પ્રકારે વેપલો કરવામાં આવી રહ્યો છે અને અત્યાર સુધીમાં કેટલી ઊંચી કિંમતથી કેટલા દર્દીઓને માલ વેચવામાં આવ્યો છે તે અંગેની ઝીણવટભરી તપાસ સાથે આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મુખ્ય સુત્રધાર સંદીપ માથુકીયા અમદાવાદમાંથી નેટવર્ક ચલાવતો હતો

બીજી તરફ ગાંધીનગરના ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલર એડમિનિસ્ટ્રેશનને માહીતી મળેલ કે આ ગોરખ ધંધાનો મુખ્ય સુત્રધાર સંદીપ માથુકીયા અમદાવાદ ખાતેથી સમગ્ર નેટવર્ક ચલાવે છે. જેને આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર તેમજ અમદાવાદ વિભાગ-૨ના અધિકારીઓએ મે. નિલકંઠ એલિક્ઝિર એલએલપી, સિધ્ધિવિનાયક ટાવર, મકરબા, વેજલપુર, અમદાવાદ ખાતે રેડ કરી ત્યાંથી રેમડેસિવીર કુલ 99 જેટલા ઇન્જેક્શનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સંદીપ માથુકીયા મે.નિલકંઠ એલિક્ઝિર એલએલપીના અન્ય ભાગીદારો દર્શન એસ. સોની તથા પાર્થ બાબુલાલ ગોયાણી સાથે મળીને સમગ્ર કૌભાંડ આચરતા હોવાનો પર્દાફાશ થયો છે. તમામ ઇસમોની પુછપરછમાં તેઓએ કબુલાત કરી છે કે આ રેમડેસીવીર ઇન્જેક્શન તેઓ બાંગ્લાદેશના શબ્બીર અહેમદ નામની વ્યક્તિ પાસેથી ગેરકાયદેસર અગરતલા સુધી મંગાવી તેની ડીલીવરી લેવા સંદીપ માથુકીયા અગરતલા જઈને અમદાવાદ ખાતે લાવતો હતો અને અમદાવાદથી પોતાના નેટવર્ક દ્વારા અન્ય સાગરીતો પાર્થ ગોપાણી, દર્શન સોની સાથે મળી રાજ્યભરમાં જુદી-જુદી જગ્યાએ મનફાવે તે રીતે વધુ ભાવ લઈ દર્દીઓને દવાઓને વેચાણ કરતા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો