400 વર્ષ જૂના વૃક્ષને કપાતું બચાવવા માટે મહારાષ્ટ્રના સાંગલીમાં ગામના લોકો વૃક્ષને ભેટી પડ્યા, હવે તેના માટે હાઈવેનો નકશો બદલાશે

મહારાષ્ટ્રના સાંગલીના ભોસે ગામના લોકોએ 400 વર્ષ જૂના વડના વૃક્ષને કાપવાથી બચાવ્યું છે. વડનું આ વૃક્ષ સ્ટેટ હાઈવેની વચ્ચે આવી રહ્યું હતું. ગામના લોકોને ખબર પડી તો ગામના લોકો વૃક્ષને ઘેરીને ઊભા થઈ ગયા અને ચિપકો આંદોલન શરૂ કરી દીધું. આ સમાચાર કેન્દ્ર સુધી પહોંચ્યા તો લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને રસ્તાનો નકશો બદલવાનો નિર્ણય કરવો પડ્યો.

રત્નાગિરી-સોલાપુર હાઈવે પર આ વૃક્ષ યેલમ્મા મંદિર પાસે છે. આ લગભગ 400 ચો.મીટરમાં ફેલાયેલું છે. આ વૃક્ષ અહીંના લોકોની પરંપરા સાથે જોડાયેલું છે. આ વૃક્ષ પર ઘણા પ્રકારની કીડી અને પ્રાણીઓ જોવા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પહેલા 20 લોકોએ જ વિરોધ કર્યો હતો

સ્ટેટ હાઈવે -166 માટે વૃક્ષને કાપવાનું કામ શરૂ થઈ ગયું હતું. સાંગલીના સામાજિક કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. ગામના લોકોએ જણાવ્યું કે, તેમને જુલાઈની શરૂઆતમાં ઝાડ કાપવાની વાત ખબર પડી.કોરોનાના કારણે એક સાથે વિરોધ ન કરી શકાય. તેમ છતા વૃક્ષને બચાવવા માટે પ્રયાસો શરૂ કર્યા. પહેલા 20 લોકો સોશિયલ ડિસટન્સીંગનું પાલન કરીને વૃક્ષને ઘેરી વળ્યા. ત્યારપછી અન્ય લોકોનું પણ સમર્થન મળ્યું.

ઓનલાઈન પિટીશનને 14 હજાર લોકોનું સમર્થન મળ્યું

ગામના લોકોએ સહ્યાદ્રી સંગઠન નામના એક ગ્રુપની મદદથી ફેસબુક પર આ વૃક્ષનો ફોટો અપલોડ કરવાનો શરૂ કર્યો. ઘણા એવા વીડિયો પણ પોસ્ટ કર્યા જેમાં વૃક્ષની શાખા કેટલી ફેલાયેલી છે એ પણ બતાવ્યું. આ ગ્રુપ દ્વારા ઝાડ પર કૂદકા મારી રહેલા વાંદરાઓના વીડિયો પણ પોસ્ટ કરાયા. આ ઝાડને બચાવવા માટે ઓનલાઈન પિટીશન પણ કરવામાં આવી હતી. જેના દ્વારા 14 હજારથી વધુ લોકોએ વૃક્ષને બચાવવાનું સમર્થન કર્યું હતું.

લોકોની ભાવનાને ધ્યાનમાં રાખીને નિર્ણય બદલ્યો

આ અંગે રાજ્યના પર્યટન અને પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીને ચિઠ્ઠી લખી હતી. લોકોની ભાવનાને ધ્યાનમાં રાખીને ગડકરીએ હાઈવેના નક્શામાં ફેરફાર કરવા માટે કહ્યું છે. હવે આ હાઈવે ભોસે ગામની જગ્યાએ આરખેન ગામથી પસાર થશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ શુક્રવારે કહ્યું કે, વૃક્ષનું થડ નહીં કાપીએ પણ વૃક્ષની થોડી શાખાઓને કાપવામાં આવશે.

સૌથી પહેલા 1970માં ઉત્તરાખંડમાં ચિપકો આંદોલન થયું હતું

ચિપકો આંદોલન 1970માં ઉત્તરપ્રદેશના ચમોલી જિલ્લામાં શરૂ કરાયું હતું. લગભગ એક દાયકામાં તે આખા ઉત્તરાખંડમાં ફેલાઈ ગયું હતું. જેનું નેતૃત્વ પર્યાવરણવિદ સુંદરલાલા બહુગુણા, ગોવિંદ સિંહ રાવત,ચંડીપ્રસાદ ભટ્ટ અને ગૌરાદેવીએ કર્યું હતું. આ આંદોલનમાં ઝાડને કપાતા બચાવવા માટે લોકો તેને ભેટી પડ્યા હતા. એટલા માટે આ આંદોલનને ચિપકો આંદોલન નામ આપવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો