હર્ડ ઈમ્યુનિટી વિકસિત કરવા માટે 50થી 60 ટકા વસ્તીમાં કોવિડ-19નો સામનો કરવા માટે રોગ પ્રતિકારક ક્ષમતા હોવી જોઈએ

કોવિડ-19ની સામે હર્ડ ઈમ્યુનિટી વિકસિત થવામાં લાંબો સમય લાગશે, રસી આવ્યા પછી તે ઝડપથી વિકસિત થશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને શુક્રવારે આ ચેતવણી જાહેર કરી છે. શુક્રવારે WHOના ચીફ સાયન્ટિસ્ટ ડો. સૌમ્યા સ્વામીનાથનના જણાવ્યા પ્રમાણે, વૈજ્ઞાનિકો સતત વેક્સીન તૈયાર કરવામાં રોકાયેલા છે. કોવિડ-19થી રાહત આવતા વર્ષે અથવા તેના પછી જ શક્ય છે. આ દરમિયાન કોરોનાથી થતા મૃત્યુ દરને ઘટાડવામાં મદદ મળશે.

ડો. સ્વામીનાથનના જણાવ્યા પ્રમાણે, હર્ડ ઈમ્યુનિટી વિકસિત કરવા માટે 50થી 60 ટકા વસ્તીમાં કોવિડ-19 સામે લડવાની રોગ પ્રતિકારક ક્ષમતા હોવી જોઈએ, ત્યારે કોરોનાના સંક્રમણને અટકાવી શકાય છે. વેક્સીન આપ્યા બાદ જ આવું શક્ય થઈ શકશે.

ક્યાક 5થી 10 ટકા તો ક્યાક 20 ટકા એન્ટિબોડી વિકસિત થઈ

ડો. સ્વામીનાથનના જણાવ્યા પ્રમાણે, કોવિડ-19થી પ્રભાવિત ઘણા દેશોએ રિસર્ચ કર્યું છે. રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, 5થી 10 ટકા લોકોમાં જ એન્ટિબોડી વિકસિત થઈ છે. કેટલાક દેશોમાં તે 20 ટકા છે. ઘણા દેશોમાં કોરોનાના કેસ ફરીવાર વધી રહ્યા છે. આ દેશોમાં લોકોમાં એન્ટિબોડી વિકસિત થઈ રહી છે. મને આશા છે કે આ લોકોમાં બીમારીની સામે લડવાની ક્ષમતા વધશે અને તેઓ સંક્રમણની ચેઈન તોડશે.

વેક્સીનની સાથે વિકસિત થતી હર્ડ ઈમ્યુનિટી વધારે સુરક્ષિત

ચીફ સાયન્ટિસ્ટના જણાવ્યા પ્રમાણે, અમારા નિષ્ણાતોએ એવો અંદાજ કાઢ્યો છે કે, હર્ડ ઈમ્યુનિટી વિકસિત કરવા માટે દુનિયાની 70થી 80 ટકા વસ્તીમાં એન્ટિબોડી બનવાની જરૂર છે. મહામરાની શરૂઆતના તબક્કામાં બ્રિટનમાં હર્ડ ઈમ્યુનિટિ વિકસિત કરવાની વ્યૂહરચના રજૂ કરી હતી. આ અંગે ડો. સ્વામીનાથનના જણાવ્યા પ્રમાણે, જો હર્ડ ઈમ્યુનિટી વેક્સીનની સાથે વિકસિત થઈ જાય છે તો સુરક્ષિત સાબિત થવાની સાથે વાઈરસનો નાશ કરશે.

શું હોય છે હર્ડ ઈમ્યુનિટી, સમજો આ 5 બાબતોથી

  • હર્ડ ઈમ્યુનિટીમાં હર્ડ શબ્દનો અર્થ ટોળું થાય છે અને ઈમ્યુનિટી એટલે કે બીમારી સામે લડવાની ક્ષમતા. આ રીતે હર્ડ ઈમ્યુનિટીનો અર્થ થાય છે એક આખું ટોળું અથવા વસ્તીની બીમારીઓ સામે લડવાની સામૂહિક રોગ પ્રતિકારક ક્ષમતા વિકસિત થવી.
  • આ વૈજ્ઞાનિક વિચાર મુજબ, જો કોઈ બીમારી કોઈ સમૂહના મોટા જૂથમાં ફેલાય જાય છે તો મનુષ્યની ઈમ્યુનિટી તે બીમારીની સામે લડવામાં સંક્રમિત લોકોની મદદ કરે છે. આ દરમિયાન જે લોકો બીમારીથી લડીને સાજા થઈ જાય છે, તેઓ તે બીમારીથી ‘ઈમ્યુન’ થઈ જાય છે. એટલે કે તેમનામાં પ્રતિકારકના ગુણ ગુણધર્મો વિકસિત થઈ જાય છે. ત્યારબાદ ટોળાની વચ્ચે હાજર અન્ય લોકો સુધી વાઈરસ જલ્દી પહોંચી નથી શકતો. એક મર્યાદા બાદ તેનો ફેલાવો અટકી જાય છે. તેને ‘હર્ડ ઈમ્યુનિટી’ કહેવામાં આવી રહી છે.
  • હર્ડ ઈમ્યુનિટી મહામારીની સારવારની એક જૂની પદ્ધતિ છે. વ્યવહારિક રીતે તેમાં મોટી સંખ્યામાં લોકોને નિયમિત વેક્સીન આપવામાં આવે છે, જેથી લોકોના શરીરમાં એન્ટિબોડી બની જાય છે. જેમ કે, ઓરી અને પોલિયો સાથે થયું. દુનિયાભરમાં લોકોને તેની વેક્સીન આપવામાં આવી અને આ બીમારી હવે લગભગ નાબૂદ થઈ ગઈ છે.
  • વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે, દેશની વસ્તીમાં કોવિડ -19 મહામારીનો સામનો કરવા હર્ડ ઈમ્યુનિટી ત્યારે વિકસિત થઈ શકે છે, જ્યારે કોરોનાવાઈરસ અંદાજે 60 ટકા વસ્તીને સંક્રમિત કરી ચૂક્યો હોય. તે દર્દીઓ પોતાના શરીરમાં તેનો સામનો કરવા માટે એન્ટિબોડી બનાવે છે અને તેનો સામનો કરીને ઈમ્યુન થઈ જાય છે.
  • નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કોવિડ-19 સંક્રમણના કિસ્સામાં તો વર્તમાન સ્થિતિને જોતા 60થી 85 ટકા વસ્તીમાં પ્રતિકારક આવ્યા બાદ જ હર્ડ ઈમ્યુનિટી બની શકશે. જૂની બીમારી ડિપ્થેરિયામાં હર્ડ ઈમ્યુનિટીની સંખ્યા 75 ટકા, પોલિયોમાં 85 ટકા અને ઓરીમાં લગભગ 85 ટકા છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો