સ્ટેચ્યૂ ઓફ યુનિટીના 70 સિક્યુરિટી જવાનોનો 2 મહિનાથી પગાર નહીં થતાં રોષે ભરાયા હતાં. શુક્રવારે સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી જવાનોએ એસઓયુ પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે વિશ્રામની સ્થિતિમાં ઉભા રહી અનોખો વિરોધ કર્યો હતો. ઉચ્ચ અધિકારીઓએ આશ્વાસન આપ્યા બાદ સાંજે જવાનોને એક મહિનાનો પગાર ચૂકવી દેવાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સિક્યુરિટીને એક મહિનાનો પગાર આપી દેવાયો હતો
લોકડાઉનથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ છે જોકે, તેની સુરક્ષા માટે 70 સિક્યુરિટી જવાનો મૂકવામાં આવ્યા હતાં. આ જવાનો UDS સર્વિસ હેઠળ કામ કરે છે જ્યારે મુખ્ય કોન્ટ્રાકટ L&T નો છે. છેલ્લા 2 મહિનાથી સિક્યુરિટી જવાનોને પગાર ચૂકવવામાં આવ્યો નથી.જેના પગલે શુક્રવારે સિક્યુરિટી જવાનો રોષે ભરાયા હતાં. સવારે સ્ટેચ્યૂ પરિસરમાં હાજર થયા બાદ કોઇ પણ સિક્યુરિટી પોતાના પોઇન્ટ પર ગયા ન હતા અને સંકુલમાં જ સોશિયલ ડિસ્ટન્સ રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેના પગલે સાંજે કોન્ટ્રાક્ટ કંપનીએ ચૂકવણી કરતાં સિક્યુરિટીને એક મહિનાનો પગાર આપી દેવાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..