Browsing category

સમાચાર

GDPના કડાકાથી દેશના અર્થતંત્રને 20 લાખ કરોડનું નુકશાન થશે! તમારી આવક ઉપર આની સીધી અસર પડશે, આ નિષ્ણાતનો દાવો

એપ્રિલથી જૂન 2020 ના પહેલા ક્વાર્ટરમાં, કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)માં લગભગ 24 ટકાનો ઘટાડો થયો છે. તેને ધ્યાનમાં રાખીને નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન જીડીપીમાં મોટો ઘટાડો થવાનો અંદાજ છે. આ અંગે પૂર્વ કેન્દ્રીય ફાઇનાન્સ સેક્રેટરી સુભાષ ગર્ગે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આ ઘટાડાથી અર્થવ્યવસ્થાને 20 લાખ કરોડના ઝાટકો લાગી શકે છે અને […]

હવે ભંગારમાં જશે તમારી જૂની ગાડીઓ, મોદી સરકાર લાવી રહી છે નવી પૉલિસી, જૂનું ફોર વ્હીલર છે તો અચૂક વાંચજો

જૂના વાહનો મુદ્દે મોદી સરકાર નવી નીતિ લાવવાની તૈયારી કરી રહી છે. જૂના ફોર વ્હીલરને સરકાર ભંગારમાં નાંખવાની તૈયારીમાં છે. જૂના વાહનોનું રિસાયકલિંગ કરાશે અને સાથે જ બંદર નજીક રિસાયકલિંગ કેન્દ્ર પણ તૈયાર કરાશે. ભંગારનો ઉપયોગ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં કરાશે. જો તમારી ગાડી જૂની થઈ ગઈ છે તો તેને ભંગારમાં મોકલી દેવામાં આવશે. આ માટે કેન્દ્ર […]

સુરતમાં લુખ્ખા તત્વોનો આતંક: હત્યાના આરોપીએ TRB જવાન પર છરાથી હુમલાનો પ્રયાસ કર્યો, ઘટનાનો વિડિયો વાયરલ થયો

સુરત શહેરમાં લુખ્ખા તત્વો જાણે બેફામ બની ગયા હોય અને પોલીસનો ડર ન હોય તેવો માહોલ સર્જાયો છે. સામાન્ય માણસ તો ઠીક પરંતુ હવે આવા તત્વોની લુખ્ખાગીરીનો (Surat crime) ભોગ પોલીસ અને ટ્રાફિકના જવાનો પણ બન્યા છે. સુરત શહેરમાં બુધવારે રાત્રે ઘટેલી ઘટનાનો એક વીડિયો (Viral Video) આવતા ચકચાર મચી ગઈ છે. ડીંડોલી (Dinodoli) વિસ્તારમાં […]

વલસાડના ડાન્સર અરમાન રાઠોડના ખુલ્યા નસીબ, આ ટીવી શોમાં મળી મોટી તક

ગુજરાતના વલસાડના વતની અને ઇન્ટરનેટ સેન્સેશન અરમાન રાઠોડને TV શો India’s best dancerમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મળવા જઈ રહી છે. ગુજરાતના વલસાડના વતની અરમાન રાઠોડના નસીબ ખુલી ગયા હોય એમ લાગી રહ્યું છે. 29 વર્ષીય અરમાન વલસાડમાં ગાડીઓ ધોવાનું કામ કરતો હતો. તેણે લોકડાઉનમાં તેના મિત્રો સાથે ટિક ટોક ઉપર પોતાના ડાન્સના વીડિયો મુકવાનું શરુ […]

સેનેટાઇઝરને કારણે 3 બાળકોની માતા દાઝી, ચહેરો જોઇને ઓળખી ન શકાય તેવી હાલત થઈ

હાલનાં આ કોરોના કાળમાં સેનિટાઇઝર (Sanitizer) એ દરરોજનાં જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. કોરોના જેવાં ઘાતક વાયરસતી બચવા માટે આપણે આલ્કોહોલ (Alcohol)યુક્ત હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરતાં હોઇએ છીએ. પણ ટેક્સાસમાં (Texas)રહેતી એક મહિલાને આ સેનિટાઇઝરનો ઉપયોગ ઘણો ભારે પડ્યો છે. તેની એક નાનકડી ભૂલે ભારે મુશ્કેલી સર્જી દીધી હતી અને તે ગંભીર રૂપે દાઝી […]

સુરત મનપાના કર્મચારીઓએ ચાલુ ફરજે દારૂ પાર્ટી કરી, વીડિયો વાયરલ થતા કમિશનરે તાત્કાલિક પગલાં ભર્યા.

રાજ્યમાં (Gujarat) દારૂબંધી (Liquor ban) વચ્ચે સુરત (surat) મનપાના (SMC Employee) અધિકારીઓનો ઓફિસમાં બેસી દારૂ પાર્ટી કરતો વિડીયો (Viral video of Liquor party) વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે આ બંને અધિકારીની ઓળખ કરી પાલિકા કમિશનર દ્વારા બન્નેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે અગાઉ બે ઝોનમાં કમર્ચારીઓ ચાલુ ફરજે […]

ભારતીય સેનાની માનવતા અને ઉદારતા: ચીન સાથેના તંગ સંબંધો વચ્ચે સિક્કીમમાં 17,500 ફૂટની ઉંચાઈ પર માર્ગ ભૂલી ગયેલા ત્રણ ચીની નાગરિકોના સેનાએ જીવ બચાવ્યા

ઉત્તર સિક્કીમમાં 17,500 ફૂટની ઊંચાઈએ પઠારી વિસ્તારમાં શૂન્યથી નીચેના તાપમાનમાં ભટકી ગયેલા 3 ચીનના નાગરિકો મદદની અપીલ કરી રહ્યા હતા. તેમાં બે પુરુષો તથા એક મહિલા હતી. તેમની મદદની પોકાર સાંભળી ભારતીય સૈનિકો ત્યાં તાત્કાલિક પહોંચી ગયા હતા. સૈનિકોએ સૌથી પહેલાં તેમની સારવાર કરી. પછી તેમને ઓક્સિજન, પૌષ્ટિક ભોજન અને ગરમ કપડાં આપ્યાં હતાં. વાત […]

વલસાડનો ગોઝારો અકસ્માત: એક જ પરિવારના 3 બાળકો સહિત 5 સભ્યોના અકસ્માતમાં કમકમાટીભર્યા મોત, હસતા ખેલતા પરિવારનો માળો વિખાયો

નેશનલ હાઇવે ન.48 ઉપર ગત રોજ વલસાડના સુગર ફેક્ટરી બ્રિજ પાસે ગણદેવીનું એક દંપતી 3 માસૂમ સંતાન સાથે દમણ સાસરે જઈ રહ્યું હતું. તે દરમિયાન સાંજે 5.15 વાગ્યાના સુમારે અચાનક વળાંક આવતા બાજુમાંથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા કન્ટેનરે બાઇકને અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિ પત્ની અને 3 માસૂમ બાળકોને કાળ ભરખી […]

લ્યો બોલો! ખાનગી શાળા સંચાલકો સરકારનું પણ માનતા નથી, ફી મામલે સમાધાન કરવા તૈયાર ન થતાં સરકારે HC પાસે માંગી મદદ

કોરોનાનો કપરોકાળ ચાલી રહ્યો છે પણ શાળા સંચાલકો સરકારી નિયમોની સરાજાહેર ઐસી કી તૈસી કરી રહ્યા છે. ખાનગી શાળાઓ દ્વારા અસાઈમેન્ટના નામે ફીની કડક ઉઘરાણી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ કેટલીક ખાનગી શાળાઓએ ફી ન ભરનાર વિદ્યાર્થીના ઓનલાઇન ક્લાસ પણ બંધ કર્યા છે અને ગ્રુપમાંથી વાલીઓને રિમૂવ કરી દેવામાં આવ્યા છે. સંચાલકો કહી […]

ફેસબુક પર ચેટિંગ કરતી યુવતીઓ માટે ચેતવણી સમાન કિસ્સો: અમદાવાદના 2 સંતાનોના પિતાએ વડોદરાની યુવતી સાથે પ્રેમ લગ્ન કરીને ગર્ભવતી બનાવી દીધી

વડોદરા શહેરની યુવતીને ફેસબુકના માધ્યમથી અમદાવાદના યુવક સાથે પરિચય કેળવવો ભારે પડ્યો છે. અમદાવાદના યુવકે પોતે બે સંતાનનો પિતા હોવાની વાત છૂપાવીને વડોદરા શહેરની યુવતીને માયાજાળમાં લઇને લવ મેરેજ કરીને ગર્ભવતી બનાવી દીધી હતી અને બે લાખ રૂપિયા રોકડા તથા સોના ચાંદીના દાગીના સેરવી લીધા હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં હરણી પોલીસે અમદાવાદના […]