વલસાડનો ગોઝારો અકસ્માત: એક જ પરિવારના 3 બાળકો સહિત 5 સભ્યોના અકસ્માતમાં કમકમાટીભર્યા મોત, હસતા ખેલતા પરિવારનો માળો વિખાયો

નેશનલ હાઇવે ન.48 ઉપર ગત રોજ વલસાડના સુગર ફેક્ટરી બ્રિજ પાસે ગણદેવીનું એક દંપતી 3 માસૂમ સંતાન સાથે દમણ સાસરે જઈ રહ્યું હતું. તે દરમિયાન સાંજે 5.15 વાગ્યાના સુમારે અચાનક વળાંક આવતા બાજુમાંથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા કન્ટેનરે બાઇકને અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિ પત્ની અને 3 માસૂમ બાળકોને કાળ ભરખી જતા અરેરાટી મચી ગઇ હતી. જોત જોતામાં એક જ પરિવારના 3 બાળકો સહિત 5 સભ્યોનું અકસ્માતમાં કમકમાટીભર્યા મોત થતા હવે તેમના પરિવારમાં એક માત્ર માતા જ બચી છે. આ ઘટનાના પગલે ગણદેવી પંથકમાં પણ ચકચાર મચી ગઇ છે.

ઘટના શું હતી?

નવસારી જિલ્લાના ગણદેવી સુગર ફેક્ટરી નજીક રહેતા અજય દરલપતભાઈ ઉ.વ.28, તેઓ તેમની પત્ની, 2 દીકરીઓ અને એક 9 માસના બાળક સાથે બાઈક ન. GJ-15-AL-4077 દમણ જઈ રહ્યા હતા. વલસાડ હાઇવેથી પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન વલસાડ હાઇવે સુગર ફેકટરી ખોખરા ફળિયા નજીક હાઇવે પર બાજુની ટ્રેક ઉપર દોડી રહેલા કન્ટેનર નં.MH-55-AG-2573ના ચાલકે બાઇકને અડફેટે આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પતિ-પત્ની અને તેમની 2 બાળકીઓનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં 9 માસનો એક દીકરાને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સ્થાનિક લોકોએ 108ની મદદ મેળવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં 9 માસના બાળકને બંને પગ અને ગુપ્તાંગના ભાગે થયેલી ગંભીર ઇજાઓને લઈને સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનામાં એક જ પરિવારના 5 સભ્યોએ અમૂલ્ય જીવ ગુમાવ્યો હતો.

ગુપ્તાંગમાં ઈજાથી બાળકનું મોત

ગણદેવીથી મામાના ઘરે દમણ માતા પિતા અને બહેનો સાથે જતો 9 માસના બાળકને બાઇકની ટાંકી ઉપર બેસાડ્યો હતો. જેને બંને પગમાં અને ગુપ્તાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાળકને તાત્કાલિક 108 વલસાડ સિવિલમાં ખસેડતા સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું.

મૃતક વસુંધારા ડેરીનો કર્મચારી

અજયભાઈ આણંદની ગુજરાત એનવાયમેન્ટલ સર્વિસ સોસાયટી નામની એજન્સીમાં 9 માર્ચ 2018થી જોડાયો હતો. તે કોન્ટ્રાક્ટમાં આલીપોરની વસુધાર ડેરીમાં નોકરી કરતો હતો. અકસ્માતમાં અજય અને તેના પરિવારના મોતના સમાચાર વાયુ વેગે ફેલાતા ડેરીના કર્મચારીઓમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.

મૃતક અજયની માતા નિરાધાર બની ગઇ

વલસાડ સુગર ફેક્ટરી નજીક વળાંકમાં થયેલા અકસ્માતમાં અજય અને તેનો પરિવાર મોતને ભેટ્યો હતો. જેને લઈને અજયની માતા એકલા પડી ગયા હતા. અજયના પિતા ગણદેવીમાં સારા તબલા વાદક હતા. જે 1વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા. અજય સાથે તેની માતા અને તેનો પરિવાર સાથે રહેતા હતા. અજયના પરિવારનું એક સાથે મૃત્યુ થતા અજયની માતા નિરાધાર બની છે.

મૃતકોની યાદી

  • અજય દલપત, ઉ.વ 28
  • રેખા અજય, ઉ.વ.25
  • કાવ્યા અજય, ઉ.વ.5
  • નેન્સી અજય, ઉ.વ.3
  • જૈનિષ અજય, ઉમર-9 માસ

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો