વલસાડના ડાન્સર અરમાન રાઠોડના ખુલ્યા નસીબ, આ ટીવી શોમાં મળી મોટી તક

ગુજરાતના વલસાડના વતની અને ઇન્ટરનેટ સેન્સેશન અરમાન રાઠોડને TV શો India’s best dancerમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મળવા જઈ રહી છે.

ગુજરાતના વલસાડના વતની અરમાન રાઠોડના નસીબ ખુલી ગયા હોય એમ લાગી રહ્યું છે. 29 વર્ષીય અરમાન વલસાડમાં ગાડીઓ ધોવાનું કામ કરતો હતો.

તેણે લોકડાઉનમાં તેના મિત્રો સાથે ટિક ટોક ઉપર પોતાના ડાન્સના વીડિયો મુકવાનું શરુ કર્યું અને જોતજોતામાં તેના વીડિયો ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ ગયા. તે છેલ્લા 15 વર્ષથી ડાન્સમાં કરિયર બનાવવાની ઈચ્છા રાખતો હતો.

એવામાં જૂન મહિનામાં પ્રખ્યાત ડાન્સર ટેરેન્સે તેણે તેના ટેરેન્સ લુઇસ પ્રોફેશનલ ટ્રેઈનીંગ ઇન્સ્ટીટયુટના 1 વર્ષના ડીપ્લોમા કોર્સ માટે 3 લાખ રૂપિયાની સ્કોલરશિપ આપી હતી.

હવે તેને વધુ એક તક મળી છે જેમાં તેને TV શો India’s best dancerમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મળવા જઈ રહી છે. હવે તે આ શોમાં ટોપ 11 ડાન્સરમાં આવવા માટે પ્રયત્ન કરશે.

પતરાના મકાનમાં રહેતો વલસાડનો અરમાન રાઠોડ ડાન્સના હુનરથી રાતોરાત સેલિબ્રિટી બની ગયો, 40 લાખ ફોલોઅર્સ થયા, અનેક રિયાલિટી શૉની આવી છે ઑફર

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો