જૂના વાહનો મુદ્દે મોદી સરકાર નવી નીતિ લાવવાની તૈયારી કરી રહી છે. જૂના ફોર વ્હીલરને સરકાર ભંગારમાં નાંખવાની તૈયારીમાં છે. જૂના વાહનોનું રિસાયકલિંગ કરાશે અને સાથે જ બંદર નજીક રિસાયકલિંગ કેન્દ્ર પણ તૈયાર કરાશે. ભંગારનો ઉપયોગ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં કરાશે.
જો તમારી ગાડી જૂની થઈ ગઈ છે તો તેને ભંગારમાં મોકલી દેવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકાર જલ્દી એક નીતિ લઈને આવી રહી છે. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી આ નીતિ લાવવાની વાત થઈ રહી હતી.
કેન્દ્રીય મંત્રી જાવડેકરે કહી છે આ વાત
હવે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે આ નીતિ જલ્દી લાગૂ થશે. વાહનોને ભંગારમાં નાંખવાની નીતિનો પ્રસ્તાવ તૈયાર થઈ ચૂક્યો છે અને સંબંધિત પક્ષોએ તેની પર પોતાના મંતવ્યો પણ આપી દીધા છે.
બંદરો પર તૈયાર કરાશે રિસાયકલિંગ કેન્દ્રો
આ પહેલાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે સરકાર જૂના વાહનોને ભંગારમાં બદલવાની નીતિ લાવવાની તૈયારી કરી રહી છે. આ આધારે બંદરની પાસે રિસાયકલિંગ કેન્દ્રો પણ તૈયાર કરી શકાશે. તેઓએ કહ્યું હતું કે જૂની ગાડીઓ, ટ્રકો અને બસને ભંગારમાં ફેરવવામાં આવશે. ગડકરીના જણાવ્યા અનુસાર સરકારે દેશના બંદરની ઊંડાઈ 18 મીટર વધારવાનો નિર્ણય લીધો છે. આ સાથે વાહનોને ભંગાર બનાવનારા રિસાયકલિંગ પ્લાન્ટ બંદર પાસે તૈયાર કરાશે અને તેનાથી મળતી સામગ્રી ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે ઉપયોગી હશે કેમકે કાર, બસ અને ટ્રકની વિનિર્માણનો ખર્ચ ઘટશે અને આંતરરાષ્ટ્રિય બજારોમાં ભારતની પ્રતિ સ્પર્ધા વધશે.
5 વર્ષમાં બદલાશે તસવીર
ગડકરીના આધારે પાંચ વર્ષની અંદર ભારત દરેક કાર, બસ અને ટ્રકના નંબર એક વિનિર્માણ કેન્દ્ર હશે જેમાં ઈંધણ, ઈથેનોલ, મિથેનોલ, બાયો સીએનજી, એલએનજી, ઈલેક્ટ્રિકની સાથે સાથે હાઈડ્રોજન ઈંધણ સેલ પણ હશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..