Browsing category

સમાચાર

અમદાવાદનો પોલીસ અધિકારી જ દારૂની ડિલિવરી આપવા રાજકોટ પહોંચ્યો, દારૂ જુગારના હાટડા બંધ કરવાની જવાબદારી પોલીસ ની છે ત્યારે રાજકોટમાં ઉલ્ટી ગંગા સમાન ઘટના સામે આવી

સમગ્ર ગુજરાત ભરમાં દારૂ સહિતના નશીલા પદાર્થો વહેંચવા પર પાબંધી છે. તેમ છતાં વર્ષે હજારો કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં વહેચાઈ છે અને ખરીદવામાં આવે છે. તો બીજી તરફ ગુજરાત ભરની પોલીસ બૂટલેગરો ને દારૂ ના જથ્થા સાથે ઝડપી પણ પાડે છે. ત્યારે સમાજમાં કાયદો વ્યવસ્થા ઝળવાઈ રહે તેનું ધ્યાન રાખવાની જવાબદારી પોલીસના શિરે છે. દારૂ […]

પ્રેમલગ્નનો આંચકાજનક કિસ્સો: પતિ મિત્રો અને સગા વ્હાલા સાથેની પાર્ટીમાં મરજી વિરુદ્ધ પરિણીતા પાસે દારૂ-મટન પીરસાવાતો હતો

વડોદરાના વાસણા-ભાયલી રોડ પર એન્જિનિયર પતિએ લગ્ન બાદ પત્ની પાસે પાર્ટીમાં બળજબરી દારૂ-મટન પીરસાવી અને દહેજમાં સેલ્ટોઝ કાર તથા જમીનની માંગણી કરી હતી. પીડિતાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે પતિ, સાસુ, સસરા, નણંદ અને વડ સાસુ સામે ઈપીકો કલમ 498(એ), 376(1), 114 અને દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ 4 મુજબ ગતરાતે ગુનો દાખલ કર્યો હતો. આ ઘટનાની […]

અમદાવાદમાં ગરીબો માટે સરકાર દ્વારા સસ્તા દરે અપાતા અનાજને બારોબાર વેચી દેવાનુ કૌભાંડ સામે આવ્યુ, 16 હજાર કિલો અનાજનું બારોબાર વેચાણ થાય તે પહેલા પોલીસે ઝડપી પાડયું

અમદાવાદ શહેર (Ahmedabad City)માં ફરિએક વખત સરકારી અનાજ (government Foodgrains)ને બારોબાર વેચી દેવાનુ કૌભાંડ (Scam) સામે આવ્યુ છે. સરકારી અનાજનો જથ્થો એ પણ 16 હજાર કિલો અનાજ બારોબાર વેચાણ થાય તે પહેલા પોલીસે ઝડપી પાડ્યો છે. સાથે સાથે 4 આરોપીની પણ ધરપકડ કરી છે. જોકે એક મહિલા આરોપી ફરાર છે જેની નરોડા પોલીસ (Naroda Police) […]

રાજકોટમાં ગેરકાયદે વ્યાજે પૈસા આપી જમીન પડાવનાર ભૂપત ભરવાડનું સરઘસ કાઢવામાં આવ્યું, ભૂપત વિરુદ્ધ ત્રણ જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા

જામનગર પોલીસ બાદ હવે રાજકોટ પોલીસ પણ હરકતમાં આવી છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભુપત ભરવાડ વિરુદ્ધ એક બાદ એક ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે. માત્ર સાત દિવસના સમયગાળાની અંદર જ ભૂપત ભરવાડ વિરુદ્ધ ત્રણ જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે. જે ગુનાઓમાં ગેરકાયદે વ્યાજે પૈસા આપવા, બળજબરી પૂર્વક જમીન પચાવી પાડવી તેમજ […]

સુરતમાં વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી વેપારીનો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું- જીવવા દેતા નથી, ઓફિસમાં આવી ધમકી આપે, હવે સહન નથી થતું, હું જાઉં છું સુસાઇડ કરવા

કોરોનાને કારણે લોકડાઉન બાદ ધંધો ધીમી ધીમે પાટે ચડી રહ્યો છે, ત્યારે વ્યાજખોરોના ત્રાસથી અપઘાતના બનાવો દિવસે દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે 12 દિવસથી ગુમ અડાજણના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી હજીરામાં ઝેર પી આપઘાત કરી લીધો હતો. મૃતકે સુસાઇડ નોટમાં વ્યાજખોરોનાં નામ સાથે પોતાના મોત માટે 6 લોકોને જવાબદાર ઠેરવ્યા છે. સુસાઈડ નોટમાં લખ્યું છે […]

શિક્ષકો માટે ખુશખબર, 21 દિવસનું દિવાળી વેકેશન મળશે, સત્રાંત પરીક્ષા અંગે હવે પછી નિર્ણય લેવાશે

કોરોનાના હાહાકારને કારણે રાજ્ય સરકારે એક મહિના પહેલા સ્કૂલો દિવાળી સુધી ન ખોલવાનો નિર્ણય કર્યો હતો. દિવાળી બાદ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર બાદ સરકાર નિર્ણય કરશે. આ વચ્ચે આજે શિક્ષકો માટે એક ખુશ ખબર આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે હવે શિક્ષકોને 21 દિવસનું દિવાળી વેકેશન આપવાનો નિર્ણય કર્યો […]

બુકીને છોડવા માટે એક ફોન આવ્યો અને બુકીને છોડી દેવો પડ્યો, અમદાવાદના PI થયા નારાજ

લોકડાઉન બાદ આઇપીએલ શરૂ થતાંની સાથે બુકી તેમ જ સટોડિયાઓ માટે જાણે કોઇ તહેવાર આવ્યો હોય તેવો માહોલ છે. આર્થિક મંદીની વચ્ચે પણ આઇપીએલમાં કરોડો રૂપિયાનો સટ્ટો રમાઇ રહ્યો છે. સટોડિયાઓ અને બુકીઓને પકડવા માટે પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચની ટીમ અલગ અલગ જગ્યાએ રેડ કરી રહી છે. પોલીસની ટીમ બુકીઓને પકડવામાં સકસેસ પણ જાય છે […]

સુરતમાં બ્રિજ પર મોતના કૂવાનો ખેલ કરતા લબરમૂછિયા ઝડપાયા, જાગૃત નાગરિકે વીડિયો ઉતારતા સોશિયલ મીડિયામાં વાઈરલ થયો

સુરતના રસ્તાઓ જાણે રવિવારના દિવસે યુવાનો માટે જોખમી રીતે ગાડી ચલાવવાનો દિવસ હોય તેવું લાગી રહ્યું છે. આવાજ બે યુવાનો જોખમી રીતે ગાડી લોકોને હેરાન-પરેશાન કરતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં મોતના કૂવાના ખેલ જેવા કરતબ કરતા લબરમૂછિયા યુવાનો આજુબાજુના વાહન ચાલકોને હેરાન પરેશાન કરતા હતા. આ મામલે ગઈકાલે એક જાગૃતિ […]

સુરતમાં રેલવે ટ્રેક બનાવવા 15 દિવસ પણ જાળવી ન શક્યા, ખેતરમાં શેરડીના ઊભા પાક પર બુલડોઝર ફેરવી દેવાતાં ખેડૂતો રડી પડ્યા, કહ્યું- થોડી તો માણસાઈ બતાવો

ઉમરાથી ઉધના ડિવિઝન સુધીના વિસ્તારમાં ગુડઝ ટ્રેન કોરિડોરનું જમીન સંપાદન ચાલી રહ્યું છે. જમીન સંપાદનના વિરોધમાં ખેડૂતોએ ભાવ માટે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવી છે, જેમાં સુપ્રીમ કોર્ટે ખેડૂતોને બજાર ભાવ પ્રમાણે રૂપિયા ચૂકવવા આદેશ કર્યો છે. જિલ્લા કલેક્ટર, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત ચાલ્યા બાદ DFTC કંપનીએ કામગીરી શરૂ કરી છે. આજથી ખેતરોમાં […]

ભરતી કૌભાંડ: અમદાવાદના પૂર્વ મેયર ભાવનાબેન દવેનો ભાંડો ફૂટ્યો, ગ્રંથ નિર્માણ બોર્ડમાં ભત્રીજા-સગાંને ગોઠવી દીધાં

યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનાં ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ભાવના દવે દ્વારા સિનિયર-જુનિયર કલાર્કની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે. મોબાઇલ એપ્લિકેશનથી ભરતીપ્રક્રિયા યોજીને પોતાના જ ભત્રીજા અને સગાને સિનિયર-જુનિયર કલાર્ક તરીકે પસંદ કરાયાં છે. આરટીઆઈમાં માગવામાં આવેલી માહિતી પણ ખોટી આપવામાં આવી હતી. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં કાર્યરત ઉમેદવારે કરેલી આરટીઆઇમાં માહિતી મેળવવામાં આવતાં સમગ્ર ઘટસ્ફોટ […]