સુરતમાં વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી વેપારીનો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું- જીવવા દેતા નથી, ઓફિસમાં આવી ધમકી આપે, હવે સહન નથી થતું, હું જાઉં છું સુસાઇડ કરવા

કોરોનાને કારણે લોકડાઉન બાદ ધંધો ધીમી ધીમે પાટે ચડી રહ્યો છે, ત્યારે વ્યાજખોરોના ત્રાસથી અપઘાતના બનાવો દિવસે દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે 12 દિવસથી ગુમ અડાજણના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી હજીરામાં ઝેર પી આપઘાત કરી લીધો હતો. મૃતકે સુસાઇડ નોટમાં વ્યાજખોરોનાં નામ સાથે પોતાના મોત માટે 6 લોકોને જવાબદાર ઠેરવ્યા છે. સુસાઈડ નોટમાં લખ્યું છે કે જીવવા દેતા નથી, ઓફિસમાં આવી ધમકી આપે છે. હવે સહન નથી થતું, હું જાઉં છું સુસાઈડ કરવા.

ઘટના અંગે મળતી માહિતી મુજબ, અડાજણના કેતન સોપારીવાળાના ગાયબ થવા અંગેની જાણ 12 દિવસ પહેલાં પોલીસને કરવામાં આવી હતી. દરમિયાન કેતનની લાશ હજીરા દરિયાકિનારેથી મળી આવી હતી, સાથે જ સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં કેતને પોતાના મોત માટે 6 લોકોને જવાબદાર ઠેરવ્યા હતા.

હજીરા વિસ્તારમાં કેતને ઝેર પી આપઘાત કરી લીધો હતો. પોલીસને ઘટનાસ્થળથી કેતનની બાઇક પણ મળી આવી છે અને ઝેરી દવા પણ મળી આવી હતી. સુસાઇડ નોટમાં ત્રાસ આપનાર મનહર ઘીવાળા, કૈલાશબેન ઘીવાળા, મિહિર વિરાણી, આશિષ તમાકુવાળા અને સંજયભાઈ નામની વ્યક્તિઓના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેતને લીધેલા રૂપિયાના વ્યાજની પઠાણી ઉઘરાણીના ત્રાસથી આત્યંતિક પગલું ભરી લીધું હોવાનું પ્રથમ દૃષ્ટિએ ફલિત થઈ રહ્યું છે.

સુસાઈડ નોટમાં શું લખ્યું છે?

સોરી, મમ્મી પપ્પા આઈ એમ ગોઈંગ, મારા પર લોકાનું બહુ પ્રેશર છે. મને લોકો બહુ ટોર્ચર કરે છે. લોકો મને જીવવા નથી દેતા. આજે સવારે પણ મનહરભાઈનો ભત્રીજો જે બહુ માથાભારે માણસ છે વિપુલ ધીવાળાએ આજે સવારે મારી ઓફિસ પર મને મારી નાખવાની ધમકી આપીને ગયો છે. મે મનહરભાઈના બધા રૂપિયા ચૂકવી દીધા છે. ખાલી 3.50 લાખ વ્યાજ આપવાનું બાકી છે. એ માટે મારી પર જુલમ અને મારી નાખવાની ધમકી આપીને ગયો છે. બસ, હવે મારાથી સહન નથી થતું. હું જાઉં છું સુસાઈડ કરવા. માય ડિયર ફાધર સોરી, બોની અને હનીનું ધ્યાન રાખજો. આ લોકો મારા મોતના જવાબદાર છે- મનહર ઘીવાળા, કૈલાશબેન ઘીવાળા, મિહિર વિરાણી, આશિષ તમાકુવાળા અને સંજયભાઈ. આ લોકોને મેં રૂપિયા ચૂકવી દીધા છે તોપણ મને હેરાન કરે છે.

અગાઉ પણ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત થયા છે

સપ્ટેમ્બર મહિનાથી વ્યાજખોરોના ત્રાસથી આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે, જેમાં પહેલા દુર્લભ પટેલે ભૂમાફિયા અને પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હતો. ત્યાર બાદ કિરીટ પટેલ અને પરસોતમ ભારદ્વાજે આપઘાત કર્યો હતો. ત્રણેય આપઘાત કેસમાં સુસાઈડ નોટ આધારે ગુના નોંધાયા હતા. જ્યારે હવે આ વેપારી કેતને પણ સુસાઈડ નોટ લખી વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લીધો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો