બુકીને છોડવા માટે એક ફોન આવ્યો અને બુકીને છોડી દેવો પડ્યો, અમદાવાદના PI થયા નારાજ

લોકડાઉન બાદ આઇપીએલ શરૂ થતાંની સાથે બુકી તેમ જ સટોડિયાઓ માટે જાણે કોઇ તહેવાર આવ્યો હોય તેવો માહોલ છે. આર્થિક મંદીની વચ્ચે પણ આઇપીએલમાં કરોડો રૂપિયાનો સટ્ટો રમાઇ રહ્યો છે. સટોડિયાઓ અને બુકીઓને પકડવા માટે પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચની ટીમ અલગ અલગ જગ્યાએ રેડ કરી રહી છે.

પોલીસની ટીમ બુકીઓને પકડવામાં સકસેસ પણ જાય છે પરંતુ ઊંચી વગ ધરાવતા બુકીઓ માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ભલામણ કરતાં આખરે તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કર્યા વગર છોડી દેવામાં આવે છે. બે દિવસ પહેલાં ક્રાઇમ બ્રાંચમાં એક બુકીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે ઉપરી અધિકારીની ભલામણને કારણે તેને છોડી દેવાતાં પીઆઇ નારાજ થયા હતા.

પોલીસનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર ક્રાઇમ બ્રાંચના એક પીઆઇની ટીમે બે દિવસ પહેલાં બાપુનગર વિસ્તારમાંથી એક બુકીની અટકાયત કરી હતી. બુકી મોબાઇલમાં આઇડી મારફતે ક્રિકેટ સટ્ટો રમાડતો હતો. જેથી ક્રાઇમ બ્રાંચે આધારભૂત માહિતીને આધારે તેને ઝડપી પાડ્યો હતો. બુકી સારી વગ ધરાવતો હોવાને કારણે પોલીસે તેના પર કેસ કર્યા વગર છોડી મુક્યો હતો.

બુકીની અટકાયત કરીને તેને ક્રાઇમ બ્રાંચમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં થોડાક સમય બાદ ક્રાઇમ બ્રાંચના ઉચ્ચ અધિકારીએ પીઆઇને ફોન કરીને છોડી મૂકવાની ભલામણ કરી હતી. ઉપરી અધિકારીની સૂચના હોવાને કારણે પીઆઇ અને તેના સ્કવોડે બુકીને છોડી મુક્યો હતો. અધિકારીના ફોન બાદ પીઆઇ નારાજ થયા હતા. જેના કારણે વિવાદ સર્જાયો હતો કે મહેનત કરીને ગુના ડીટેક્ટ કરવામાં આવે છે અને ઉપરી અધિકારીઓના ફોન આવતાં તેમને છોડી મૂકવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો