શિક્ષકો માટે ખુશખબર, 21 દિવસનું દિવાળી વેકેશન મળશે, સત્રાંત પરીક્ષા અંગે હવે પછી નિર્ણય લેવાશે

કોરોનાના હાહાકારને કારણે રાજ્ય સરકારે એક મહિના પહેલા સ્કૂલો દિવાળી સુધી ન ખોલવાનો નિર્ણય કર્યો હતો. દિવાળી બાદ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર બાદ સરકાર નિર્ણય કરશે. આ વચ્ચે આજે શિક્ષકો માટે એક ખુશ ખબર આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે હવે શિક્ષકોને 21 દિવસનું દિવાળી વેકેશન આપવાનો નિર્ણય કર્યો છે. આમ શિક્ષકો માટે વેકેશન 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. જ્યારે સત્રાંત પરીક્ષા અંગે હવે પછી નિર્ણય લેવાશે.

ગુજરાત બોર્ડની સાથે સીબીએસઇની સ્કૂલોમાં પણ દિવાળી વેકેશનના દિવસોમાં કોઇ ફેરફાર કરાયો નથી. સીબીએસઇ સંલગ્ન સ્કૂલોમાં દિવાળીનું વેકેશન 7થી 21 નવેમ્બર દરમિયાન 15 દિવસનું રહેશે. વેકેશનમાં બોર્ડે કોઇ ફેરફાર કર્યો નથી.

પહેલીવાર લાભપાંચમના દિવસે સ્કૂલો ખૂલશે
બોર્ડ દ્વારા કરવામાં આવેલા દિવાળી વેકેશનના પરિપત્રમાં સ્કૂલોનું વેકેશન પહેલીવાર લાભ પાંચમમાં ખૂલશે. દિવાળી પહેલા વધારે દિવસોનું વેકેશન રહેશે જ્યારે કે દિવાળી બાદ માત્ર ચાર દિવસનું વેકેશન બાકી રહેશે. શિક્ષણ તજજ્ઞોના મતે સરકાર દિવાળી પછી સ્કૂલો શરૂ કરવાના તૈયારી રૂપે વેકેશનનું દિવસો નક્કી કર્યા છે. જેથી નવું સત્ર જલદી શરૂ કરી શકાય.

ચાલુ વર્ષે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર નિયત થઈ શક્યું નથી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રતિ વર્ષ શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર તૈયાર કરવામાં આવે છે. જેમાં નિયત કરવામાં આવતી તારીખો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં લાગુ પડે છે. જો કે ચાલુ વર્ષે કોરોનાની મહામારીને કારણે પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ થઈ શક્યું ન હોવાથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર નિયત થઈ શક્યું નથી. આ નિર્ણયનો અમલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોએ કરવાનો રહેશે. સ્કૂલમાં લેવાનારી સત્રાંત પરીક્ષા અંગે હવે પછી અલગથી સૂચના આપવામાં આવશે.

સ્કૂલ શરૂ કરવામાં સૌથી મોટી મુશ્કેલી સોશિયલ ડિસ્ટન્સની
ગુજરાતમાં સ્કૂલ ક્યારથી શરૂ કરવી એ બાબતે શિક્ષણમંત્રી સાથે વેબિનારમાં ચર્ચા થઈ હતી કે દેશનાં બીજાં રાજ્યોમાં તબક્કાવાર શાળાઓ શરૂ કરવામાં આવી રહી છે અને ગુજરાતમાં પણ મોટા ભાગના કામ-ધંધા શરૂ થઈ ગયા છે અને કોરોના પરિસ્થિતિને અનુકૂળ બનતા ગયા છે ત્યારે સૌથી વધુ મુશ્કેલી શાળાની અંદર રહેવાની છે, પરંતુ પરિસ્થિતિને ધ્ચાનમાં રાખી સ્કૂલ શરૂ કરી દેવી જોઈએ.

ઓછી સંખ્યાવાળી સ્કૂલમાં 50 ટકા વિદ્યાર્થીઓ બોલાવી શકાશે
દિવાળીના વેકેશન બાદ ધો. 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરી દેવી જોઈએ તેવો અભિપ્રાય સૌથી વધુ હતો,. આ અભિપ્રાયની શિક્ષણમંત્રીએ પણ ગંભીરતાથી લઈને દિવાળી પછી ધો.9થી 12 સુધીના અભ્યાસ માટે સ્કૂલ શરૂ કરીએ, તેવો સંકેત આપી આરોગ્ય વિભાગ અને તજજ્ઞો સાથે પણ ચર્ચા કરી કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવી શકે છે. જે સ્કૂલમાં વિદ્યાર્થીઓની મોટી સંખ્યા હોય તો એ સ્કૂલમાં ઓડ-ઇવેન પદ્ધતિથી વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે અલગ અલગ ભાગ પાડી તેમને સ્કૂલમાં બોલાવી શકાય. જો સ્કૂલમાં ઓછી સંખ્યા હોય તો 50 ટકા વિદ્યાર્થીઓ બોલાવી સ્કૂલની શરૂઆત કરવી જોઈએ.

રાજ્યમાં 16 માર્ચથી રાજ્યમાં સ્કૂલો બંધ
આ પહેલાં રાજ્ય સરકારે ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઈ એ સમયે એટલે કે 15 માર્ચના રોજ ગુજરાતની તમામ શાળાઓ, કોલેજો,શૈક્ષણિક સંસ્થાઓમાં 16 માર્ચથી બે અઠવાડિયાં માટે એટલે કે 29 માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જોકે બોર્ડ પરીક્ષાઓ યથાવત્ રાખવામાં આવી હતી. ત્યાર બાદ જેમ જેમ કોરોના બેકાબૂ બનતો ગયો તેમ તેમ સ્કૂલ-વેકેશન લંબાવવામાં આવ્યું હતું. આમ, લગભગ 7 મહિના કરતા વધુ સમયથી સ્કૂલો બંધ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો