સૌરાષ્ટ્રની ત્રણ બેઠકની પેટાચૂંટણીમાં ગામડાંમાં મત માગવા જતા રાજકારણીઓને લોકોએ ભગાડ્યા, મતદારો પોતાનો મત ક્યાં આપશે એ કળવા દેતા નથી
સૌરાષ્ટ્રમાં ધારી, ગઢડા અને મોરબી વિધાનસભાની બેઠક પર પેટાચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની છે, ત્યારે સૌરાષ્ટ્રની ત્રણેય બેઠક પર હાલ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરવા નીકળી ગયા છે. આમાં ધારી અને મોરબી બેઠકમાં ગામડાંના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને મત માગવા જનારા રાજકારણીઓને તેઓ જાકારો આપી રહ્યા છે. આવા રાજકારણીઓનો વિડિયો સોશિયલ મીડિયા […]