સુરતમાં પત્નીના આડાસંબંધનો ભાંડો ફૂટ્યો તો પતિને માર મારી ઘરમાંથી કાઢી મૂક્યો, પતિએ વીડિયો બનાવી ઊંઘની દવા ખાધી અને હાથની નસ કાપી નાખી

દહેજની માંગ અને ત્રાસ આપીને મહિલાઓને પતિ દ્વારા ઘરમાંથી કાઢી મૂકવાના કિસ્સાઓ તો અવાર નવાર સામે આવતા રહે છે. જોકે, સુરત શહેરમાં પતિને માર મારી ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોવાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પત્નીના આડાસંબંધનો ભાંડો ફૂટી જતા પત્નીએ પતિને જ ઘરમાંથી કાઢી મૂક્યો હતો. જેને પગલે પતિએ પત્નીના આંડાસંબંધ અંગે વીડિયો બનાવ્યો હતો અને વીડિયોમાં જ ઊંઘની ગોળીઓ ખાઈ હાથની નસ કાપી નાખી હતી.

પત્ની, સાળા અને સસરાના ત્રાસ આપઘાતનો પ્રયાસ કર્યો

સુરત શહેરના ગોડાદરામાં બનેલા વિચિત્ર બનાવમાં પત્ની, સાળા અને સસરાના ત્રાસ અને ધમકીથી ત્રાસી જઇ યુવકે વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાવા સાથે હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો. યુવકને સારવાર અર્થે સ્મીમેરમાં ખસેડાયો હતો. પરપુરુષ સાથે પત્નીના અફેરનો ભાંડો ફૂટ્યો તો પતિને ઘરમાંથી કાઢી મૂકી ઢોરમાર મરાયો હતો. જેથી કંટાળીને પતિએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ગોડાદરા વિસ્તારમાં આવેલી માન સરોવર સોસાયટી પાસે શ્યામ હાઇટ્સમાં રહેતા ગણેશ (ઉ.વ. 36, મૂળ ઓરંગલ, તેલંગણા) ઉધના ખાતે કોર્પોરેટ સર્વિસ સ્ટેશનમાં લોન ડિપાર્ટમેન્ટમાં જોબ કરે છે અને છેલ્લા ચાર માસથી તે અહીં કંપનીમાં જ રહે છે. વર્ષ 2011માં તેના લગ્ન સમાજના રીતિરિવાજ મુજબ પ્રિયા(નામ બદલ્યુ છે) સાથે થયા હતા. સંતાનમાં 1 પુત્ર અને 1 પુત્રી છે.

પત્ની પ્રિયાનો પરપુરુષ સાથે પ્રેમસંબંધ ચાલતો હતો. જે અંગે જાણ થતાં ગણેશે પત્ની પ્રિયાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પ્રિયા આ મુદ્દે વારંવાર ઝઘડા કરતી હતી અને વર્ષ પહેલાં તેણીએ પતિ ગણેશ વિરુદ્ધ લિંબાયત પોલીસમાં મારઝૂડ અંગે ફરિયાદ આપી હતી. જે ગુનામાં પોલીસે ગણેશની અટક પણ કરી હતી. દરમિયાન ચાર મહિના પહેલાં સાળો વિશાલ, સસરા રામબાબુએ ગણેશને ઢોરમાર માર્યો હતો. ગણેશને કહ્યું હતું કે, હવે પછી મારી દીકરી પ્રિયા પાસે આવીશ તો જાનથી મારી નાંખીશ એવી ધમકી આપી હતી અને બાદમાં તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો.

ગત તા. 23મીએ બપોરના સુમારે ગણેશ બાળકોના ખબરઅંતર પૂછવા ગયો તો પત્ની પ્રિયાએ ઝઘડો કરી ધમકી આપી હતી. જેથી માઠું લાગી આવતાં ગણેશે ઊંઘની ગોળીઓ ખાઇ ડાબા હાથની નસ કાપી નાંખી હતી. ગણેશને સારવાર અર્થે સ્મીમેરમાં ખસેડાયો હતો. લિંબાયત પોલીસે ગણેશની ફરિયાદના આધારે પત્ની પ્રિયા, સાળા વિશાલ, સસરા રામબાબુ અને દોનાલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પત્નીના આડાસંબંધ અંગે જાણ થઈ જતા અવાર નવાર ઘરમાં ઝઘડાઓ થતા હતા. બાળકોની સામે જ પતિ પત્ની બંને ઝઘડી પડતા હતા. જેમાં થોડા સમય પહેલા થયેલા ઝઘડામાં પત્નીએ પતિને બેટથી ફટકાર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો