રાજપીપળાથી વડોદરા આવતી ST બસના ડ્રાઇવરે મુસાફરો ભરેલી બસ ઊભી રાખી અને કોઈ કંઈ સમજે તે પહેલા નર્મદા નદીમાં કૂદી ગયો!

ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (Gujarat State Transport Bus)ની બસના એક ડ્રાઇવરે ચાલુ ફરજ દરમિયાન નદીમાં કૂદી ગયાનો બનાવ સામે આવ્યો છે. ડ્રાઇવરે મુસાફરો ભરેલી બસ (ST bus) અચાનક થોભાવી દીધી હતી અને બાદમાં કોઈ કંઈ પણ વિચારે તે પહેલા જ પુલ પરથી નદીમાં કૂદી ગયો હતો. આ સમગ્ર મામલે વધારે તપાસ કરવામાં આવી રહી છે. ડ્રાઇવરે રાજપીપળા (Rajpipla to Vadodara ST Bus)થી બસ લઈને વડોદરા શહેર ખાતે આવી રહ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે રાજપીપળાથી 26મી ઓક્ટોબરે સાંજે 5:00 કલાકે GJ 18 Z 5630 નંબરની બસ લઈ 748 બેઝ નંબર ધરાવતો ડ્રાઇવર આશિષ કુમાર રણછોડ મુંડવાડા (રહે.સંતરામપુર) પેસેન્જર લઈ વડોદરા કીર્તિ સ્તંભ જવા રવાના થયો હતો. આ દરમિયાન તેણે પોઈચા બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં ઝંપલાવી દીધું હતું. બસમાં અંદાજે 20 મુસાફર સવાર હતા. અચાનક બનેલી આ ઘટનાથી મુસાફરો પણ ડરી ગયા હતા. આ મામલે એસ.ટીના તંત્રને તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. ફરજ દરમિયાન જે ડ્રાઇવરે નદીમાં ઝંપલાવી દેતા એસ.ટી. ડેપો મેનેજર પર બનાવ સ્થળે દોડી ગયા હતા.

ડ્રાઇવરે નદીમાં ઝંપલાવ્યાની વાત બાદ ફાયર વિભાગને જાણ કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જોકે, ડ્રાઇવરનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ અંગે મળતી માહિતી પ્રમાણે આશિષકુમાર સોમવારે સાંજે આશરે પાંચ વાગ્યે વડોદરા માટે મેટ્રોલિંક બસ લઈને નીકળ્યો હતો. બસમાં 20 જેટલા મુસાફરો સવાર હોવાની માહિતી મળી છે.

બસ અડધા કલાક બાદ રાજપીપળાથી પોઈચા બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન ડ્રાઇવરે અચાનક બસને થોભાવી દીધી હતી. મુસાફરોને લાગ્યું હતું કે ડ્રાઇવરે કોઈ કામ અર્થે બસ થોભાવી છે. જોકે, ડ્રાઇવરે બસ થોભાવીને સીધું જ બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી દીધું હતું. આ ઘટનાને નજરે જોનારા મુસાફરો સ્તબ્ધ થઈ ગયા હતા. મુસાફરો કંઈ કરે કે સમજે તે પહેલા તો ડ્રાઇવરે બ્રિજ પરથી નીચે ઝંપલાવી દીધું હતું. એવી માહિતી મળી છે કે ડ્રાઇવર આશિષ સવારે જ મહારાષ્ટ્રના નાસિક ખાતેથી બસ લઈને પરત આવ્યો હતો. જે બાદમાં સાંજે તે વડોદરા જતી બસમાં નોકરી પર હતા.

રાજપીપળા પોલીસ સહિત રાજપીપળા ST ડેપો મેનેજર પોતાના અન્ય સ્ટાફ સાથે ઘટના સ્થળ પર પહોંચી જઈ આ ઘટના કેમ બની એ મામલે તપાસ હાથ ધરી છે. અચાનક ડ્રાઇવર કેમ પુલ પરથી નીચે કૂદી પડ્યો એ પ્રશ્ન હાલ પોલીસ અને ST ડેપો સ્ટાફમાં ચર્ચાઈ રહ્યો છે. ડ્રાઇવર આશિષકુમાર રણછોડ મુંડવાડાએ જ્યારે નર્મદા નદીમાં છલાંગ લગાવી ત્યારે કોઈએ વીડિયો પણ ઉતારી લીધો હતો. આ વીડિયોમાં ડ્રાઇવર આશિષ તરવાનો પ્રયાસ કરતો નજરે પડે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો