ફરીદાબાદના વલ્લભગઢમાં લવ જેહાદની એક ઘટના સામે આવી છે. અહીં નૂહથી કોંગ્રેસનો ધારાસભ્ય આફતાબ આલમના પિત્રાઈ ભાઈએ કોલેજથી પરત ફરી રહેલી એક હિન્દુ યુવતીની ગોળી મારી હત્યા કરી છે. દિકરીના પિતાનું કહેવું છે કે તૌસીફ તેમની દિકરીનું ધર્માંતરણ કરવા સતત દબાણ કરતો હતો. પોલીસે તૌસીફ અને તેના મિત્રોની ધરપકડ કરી છે.
પરીક્ષા આપ્યા બાદ બહેન ભાઈની રાહ જોતી હતી
વિદ્યાર્થી નિકિતા તોમર સોમવારે સોમવારે અગ્રવાલ કોલેજ(વલ્લભગઢ)માં પેપર આપવા ગઈ હતી. સાંજે 4 વાગ્યે ઘરે પરત ફરતી વખતે તે તેના ભાઈની રાહ જોઈ રહી હતી. ત્યારે તૌસીફ તેના કેટલાક દોસ્તો કારમાં ત્યાં આવી પહોંચ્યા હતા. તૌસીફે નિકિતાને ગાડીમાં ખેંચવાની કોશિશ કરી હતી. તેણે વિરોધ કરવા પર તેને કાનપટ્ટી પર ગોળી મારી દીધી.
વિદ્યાર્થિની B.com.ના ફાઈનલ વર્ષમાં હતી. વિદ્યાર્થિનીના પરિવારના જણાવ્યા મુજબ, આરોપી તૌસીફ નિકિતા સાથે સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારથી તેની ઉપર દોસ્તી કરવાનું દબાણ કરતો હતો. તૌસીફ સહિત બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
તૌસીફનો પરિવાર રાજકીય રીતે મજબૂત પીઠબળ ધરાવે છે
તૌસીફના દાદા કબીર અહેમદ ભૂતપુર્વ ધારાસભ્ય છે. તેનો પિત્રાઈભાઈ આફતાબ આલમ અત્યારે મેવાત જીલ્લાની નૂંહ બેઠક પર કોંગ્રેસનો ધારાસભ્ય છે. આફતાબનો પિતા ખુર્શીદ અહેમદ હરિયાણા સરકારમાં મંત્રી રહી ચુક્યો છે. તૌસીફનો કાકા જાવેદ અહેમદ આ વખતે સોહના વિધાનસભાથી BSPની ટિકિટ પર ચૂંટણી લડી ચુકયો છે.
છોકરીના પિતા મૂલચંદ તોમરે જણાવ્યું હતું કે તૌસીફ 12મી સુધી નિકિતાની સાથે જ અભ્યાસ કરતો હતો. તેણે ઘણી વખત દોસ્તી માટે નિકિતા પર દબાણ કર્યું. તે છોકરી પર ધર્મ બદલવાનું પણ દબાણ કરી રહ્યો હતો. 2018માં તૌસીફે નિકિતાનું અપહરણ કર્યું હતું. જોકે ત્યારે બદનામીના ડરથી અમે સમાધાન કર્યું હતું.
સેનામાં જઈને દેશ સેવા કરવાનું હતું સપનું
પિતાએ જણાવ્યું હતું કે નિકિતા ભણવામાં ઘણી સારી હતી. ધો.12માં તેના 95 ટકા આવ્યા હતા અને B.com.ના બંને વર્ષમાં તે ટોપર રહી હતી. તે લેફ્ટનન્ટ બનીને દેશની સેવા કરવા માગતી હતી. તેણે તાજેતરમાં જ એરફોર્સની પરીક્ષા પણ આપી હતી. આ સિવાય તે એનડીએ માટે પણ સતત તૈયારી કરી રહી હતી.
બંને આરોપીની ધરપકડ
એસીપી જયવીર રાઠીએ જણાવ્યું હતું કે આરોપી રેહાનની નૂંહથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મંગળવારે સવારે નિકિતાના પરિવારના સભ્યોએ બલ્લભગઢ-સોહના માર્ગ પર દેખાવો કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..