Browsing category

સમાચાર

શરમજનક ઘટના: બનાસકાંઠામાં ગરીબોના હકનું અનાજ પશુદાણના થેલામાં ભરીને સગેવગે કરાતા ઝડપાયું

બનાસકાંઠાના થરાદમાં સસ્તા અનાજની દુકાન પર વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. કોરોનાની મહામારીમાં પણ લોકો ગરીબોના ભાગ્યનું અનાજ ખાઈ રહ્યા છે. રવેલ ગામની સસ્તા અનાજની દુકાનનો જથ્થો પશુદાણની બોરીમાંથી ઝડપાયો પશુદાણની બોરીમાં ભરીને જથ્થો માર્કેટમાં વેંચવા જઈ રહ્યા હોવાની શંકા મામલતદારની ટીમે 20 બોરી જથ્થો ઝડપીને તપાસ માટે FSLમાં મોકલ્યો બનાસકાંઠાના થરા માં સસ્તા […]

સોલા સિવિલ હોસ્પિટલના RMO સહિત 2 ડોક્ટરને ACBએ છટકું ગોઠવીને 8 લાખી લાંચ લેતા ઝડપ્યા

સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોનાના દર્દીઓને આપવામાં આવતા ભાેજન અને ચા-નાસ્તાના રૂ.1.18 કરોડનું બિલ મંજૂર કરવા ઇન્ચાર્જ આર.એમ.ઓ ડૉ.ઉપેન્દ્ર પટેલ અને મેડિકલ ઓફિસર ડૉ.શૈલેષ પટેલે કોન્ટ્રાક્ટર પાસેથી 16 લાખની અને કેન્ટિનનું ટેન્ડર ત્રણ વર્ષ માટે મંજૂર કરવા વધુ 2 લાખ એમ કુલ મળી 18 લાખની લાંચ માગી હતી જે પૈકી અગાઉ 10 લાખ લીધા […]

પાકિસ્તાનના સાંસદનો દાવો: બાજવાના પગ થરથર કાંપતા હતા, ભારત હુમલો કરશે એ ડરથી પાકિસ્તાને અભિનંદનને છોડ્યા

પાકિસ્તાનના એક સાંસદે બુધવારે પાકિસ્તાનની સંસદમાં દાવો કર્યો હતો કે ભારતના હુમલાના ડરથી ઈમરાન ખાન સરકારે ભારતીય વાયુસેનાના પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને મુક્ત કરી દીધા હતા. ગત વર્ષે ફેબ્રુઆરીમાં ભારતીય અને પાકિસ્તાની એરફોર્સ વચ્ચે થયેલા હવાઈ હુમલા પછી વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાની સેનાએ કસ્ટડીમાં લીધા હતા. નેશનલ એસેમ્બ્લીમાં બુધવારે પાકિસ્તાન મુસ્લિમ લીગ-એન (પીએમએલ-એન) નેતા […]

સુરતના બ્રેનડેડ પિયુષ માંગુકિયાએ હૃદય, ફેફસાં, કિડની, લિવર, સ્વાદુપિંડ અને ચક્ષુઓનું દાન કરી આઠ વ્યક્તિઓને નવજીવન આપ્યું

વેલંજા વિસ્તારમાં રહેતા લેઉવા પટેલ સમાજના બ્રેનડેડ પીયુષ નારણભાઈ માંગુકિયાના હૃદય, ફેફસાં, કિડની, લિવર, સ્વાદુપિંડ અને ચક્ષુઓનું પરિવારે દાન કરી આઠ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. પીયુષભાઈનું હ્રદય સહિતના અંગોના દાનથી પરિવારે માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.પીયુષભાઈની હ્રદય સુરતથી અમદાવાદનું ૨૭૨ કિ.મીનું અંતર 130 મીનીટમાં કાપીને ટ્રાન્સપ્લાન્ટ બોરસદ (આણંદ)ના રહેવાસી 39 વર્ષીય વ્યક્તિમાં […]

સાસુ-વહુના ઝઘડાનો આવ્યો કરુણ અંજામ: અમદાવાદમાં વહુએ સાસુને સળીયાના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યા

ગુસ્સો સવાર થયા પછી માણસ સારાસારનો વિવેક ભૂલે ત્યારે કેવું ભયંકર પરિણામ આવે ? તેનો ચિત્તાર આપતી કરૂણ ઘટના ઘટી છે. શહેરના ગોતા વિસ્તારમાં રોયલ હોમ્સમાં મંગળવારે રાત્રે સાસુએ તારા ગર્ભમાં સસરાનું સંતાન છે તેવો આક્ષેપ કરતા ઝઘડો થયા બાદ પુત્રવધૂએ સાનભાન ભૂલી માતા સમાન સાસુના માથામાં લોખંડના સળિયાથી પ્રહાર કરીને હત્યા કરી નાખી હતી. […]

પક્ષપલટુ ધારાસભ્યો પાસેથી પેટાચૂંટણીનો ખર્ચ વસૂલવા હાઇકોર્ટમાં PIL કરાઈ, એક બેઠકની પેટાચૂંટણી માટે અંદાજે 2 કરોડ જેટલો ખર્ચ થાય છે, જેનો બોજ લોકો પર પડે છે

પક્ષપલટુ ધારાસભ્યો પોતાની અંગત લાલચને લીધે પક્ષ બદલતા હોય છે, આવા પક્ષપલટુઓને લીધે પેટાચૂંટણીઓ યોજવી પડે છે. પક્ષપલટુઓએ પોતાના પ્રચાર માટે અને પેટાચૂંટણી માટેનાં નાણાં રિકવર કરવાની માગ સાથે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરી છે. એમાં એવી રજૂઆત કરાઇ છે કે ચૂંટણીપંચે આવા લાલચુ ધારાસભ્યો પાસેથી પક્ષ બદલે ત્યારે પ્રચાર માટે વાપરેલાં નાણાં વસૂલવા જોઇએ. ચૂંટણીપંચે […]

કેરળ દેશનું પ્રથમ રાજ્ય બન્યું કે જ્યાં ખેડૂતો માટે ફળ-શાકભાજીના ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા, આ યોજનાથી ખેડૂતોને થશે ફાયદો, હવે ગુજરાત આવો નિર્ણય ક્યારે લેશે?

કેરળ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જ્યાં ખેડૂત માટે ફળ-શાકભાજીના ટેકાના ભાવ(MSP) નક્કી કરવામાં આવ્યા છે. ભાવ ઉત્પાદન-કિંમતથી 20 ટકા વધુ હશે. હાલ સરકારે 16 ફળ-શાકભાજીના ભાવ નક્કી કર્યા છે. આ સિવાય ખાવા-પીવાની 21 ચીજોની MSP નક્કી કરવામાં આવી છે. યોજના 1 નવેમ્બરથી લાગુ થશે અને અત્યારસુધીમાં રાજ્યમાં ઉત્પાદિત તમામ શાકભાજીઓના ભાવ નક્કી કરવામાં આવશે. […]

ભાજપના ભીષ્મ પિતામહ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન, સ્ટર્લિંગ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલની તબિયત એકાએક લથડતાં 10 દિવસ પહેલાં તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવમાં આવ્યાં હતાં ત્યાર બાદ છેલ્લા બે દિવસથી તેમની તબિયત સુધરી જતાં તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું પરંતુ આજે એકાએક તબિયત વધુ લથડતાં તેમનું નિધન થયું હતું. કેશુભાઈ પટેલને અગાઉ કોરોના થયાં બાદ કેટલાક દિવસથી […]

‘લક્ષ્મી બોમ્બ’ના ટાઈટલ પર મુકેશ ખન્ના ભડક્યા, કહ્યું- શું તમે ફિલ્મનું નામ ‘અલ્લાહ બોમ્બ’ કે ‘બદમાશ જીઝસ’ રાખી શકો છો?

‘મહાભારત’ના ભીષ્મ એટલે કે મુકેશ ખન્ના છેલ્લા કેટલાંક સમયથી બોલિવૂડ અને તેની કાર્યશૈલી પર હુમલો કરતા રહે છે. હાલમાં જ તેમણે અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ના ટાઈટલ પર નારાજગી પ્રગટ કરી હતી. તેમણે હિંદુત્વની મજાક ઉડાવનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી. જનતાને વિરોધ કરવાની અપીલ કરી મુકેશ ખન્નાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને […]

રાજકોટમાં સસ્તા અનાજની દુકાનમાં હલકી કક્ષાનું અનાજ અપાતા હોબાળો, ઘઉંમાં ધનેડા જોવા મળ્યાં, જાગૃત મહિલાએ વીડિયો ઉતાર્યો

રાજકોટના સહકાર મેઈન રોડ પર આવેલી સસ્તા અનાજની દુકાનમાં હલકી કક્ષાનું અનાજ અપાતું હોવાથી જનતા રેડ કરવામાં આવી હતી. જેમાં ઘઉંમાં ધનેડા પડી ગયા હોવાનું જોવા મળ્યું હતું. તેમજ ચણા પણ કાળા પડી ગયેલા જોવા મળ્યાં હતા. હલકી કક્ષાનું અનાજ અપાતું હોવાનો વીડિયો સામાજિક કાર્યકર આશા પટેલે પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો અને વાઈરલ કર્યો […]