સુરતના બ્રેનડેડ પિયુષ માંગુકિયાએ હૃદય, ફેફસાં, કિડની, લિવર, સ્વાદુપિંડ અને ચક્ષુઓનું દાન કરી આઠ વ્યક્તિઓને નવજીવન આપ્યું

વેલંજા વિસ્તારમાં રહેતા લેઉવા પટેલ સમાજના બ્રેનડેડ પીયુષ નારણભાઈ માંગુકિયાના હૃદય, ફેફસાં, કિડની, લિવર, સ્વાદુપિંડ અને ચક્ષુઓનું પરિવારે દાન કરી આઠ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. પીયુષભાઈનું હ્રદય સહિતના અંગોના દાનથી પરિવારે માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.પીયુષભાઈની હ્રદય સુરતથી અમદાવાદનું ૨૭૨ કિ.મીનું અંતર 130 મીનીટમાં કાપીને ટ્રાન્સપ્લાન્ટ બોરસદ (આણંદ)ના રહેવાસી 39 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં કરવામાંઆવ્યું છે. સુરતથી મુંબઈનું 296 કિ.મીનું અંતર 110 મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ દહાણુંના રહેવાસી 44 વર્ષીય વ્યક્તિમાં મુંબઈની સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. જ્યારે કિડની, લિવર અને પેન્ક્રીયાસનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં કરવામાં આવશે.

વેલંજા ખાતે આવેલી રામવાટીકામાં રહેતા પીયુષ નારાયણભાઈ માંગુકીયા મૂળ ભાવનગર જિલ્લાના માળવાય ગામના વતની હતી. રામકૃષ્ણ એક્ષ્પોર્ટમાં રત્નકલાકાર તરીકે કામ કરતો પીયુષ કામ પરથી છુટ્યા બાદ અમરોલી ચારભુજા આર્કેડ એન્ડ રેસીડેન્સીમાં રહેતા સસરાને ત્યાં બીમાર પત્નીને મળવા ગયો હતો. ત્યાંથી રાત્રે 10 કલાકે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અમરોલી સાયણ રોડ પર સાયણ ચેકપોસ્ટ પાસે આવેલ સદગુરુ પેટ્રોલપંપ પાસે મોટરસાયકલ સ્લીપ થઇ જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો. ઘટના સ્થળે હાજર લોકોએ પિયુષને 108 એમ્બ્યુલન્સમાં સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યો. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે આયુષ ICU એન્ડ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ.હસમુખ સોજીત્રાની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી. નિદાન માટે CT સ્કેન કરાવતાં બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડૉ.હસમુખ સોજીત્રાએ ક્રેનીઓટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો.

બુધવાર તા.28 ઓકટોબરના રોજ ન્યૂરોસર્જન ડૉ.હસમુખ સોજીત્રા, ન્યૂરોફિજીશિયન ડૉ.ભદ્રેશ માંગુકિયા, ફીજીશીયન ડૉ.કિશોર વીરડિયા, નેફ્રોલોજીસ્ટ ડૉ.જયદીપ હીરપરાએ પીયુષને બ્રેનડેડ જાહેર કર્યા હતા.ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી પીયુષના પિતા નારણભાઈ, મોટા પપ્પા ભુરાભાઈ, ભાઈ પરેશ, સાળા સંજયભાઈ, પિતરાઈ ભાઈ હસમુખભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.પરિવારે અંગદાનની સંમતિ આપી હતી.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ (SOTTO)ના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કરી હૃદય, ફેફસા, કિડની, લિવર અને પેન્ક્રીયાસ ના દાન માટે જણાવ્યું.SOTTO દ્વારા હૃદયને અમદાવાદની સીમ્સ હોસ્પિટલને, કિડની, લિવર તથા પેન્ક્રીયાસ અમદાવાદની (IKDRC) ને ફાળવવામાં આવ્યા. ROTTO દ્વારા ફેફસા મુંબઈની સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલને ફાળવવામાં આવ્યા.સુરત આવી હૃદયનું દાન અમદાવાદની સીમ્સ હોસ્પીટલના ડૉ.ધવલ નાયક, ફેફસાનું દાન મુંબઈની સર એચ.એન.રિલાયન્સફાઉન્ડેશન હોસ્પીટલના ડૉ.સંદીપ સિંહા, કિડની, લિવર અને પેન્ક્રીયાસનું દાન અમદાવાદની (IKDRC)ના ડૉ.વિકાસ પટેલ અને તેમની ટીમે આવી સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.

સુરતની આયુષ હોસ્પિટલથી અમદાવાદની સીમ્સ હોસ્પિટલ સુધીનું 272 કિ.મીનું અંતર 130૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ બોરસદ (આણંદ)ના રહેવાસી 39 વર્ષીય વ્યક્તિમાં ડૉ.ધીરેન શાહ, ડૉ.ધવલ નાયક અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. મુંબઈની એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલ સુધીનું 296 કિ.મીનું અંતર 110 મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ દહાણુંના રહેવાસી 44 વર્ષીય વ્યક્તિમાં ડૉ. અન્વય મુલે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.દાનમાં મેળવવામાં આવેલી બે કિડની, લિવર અને પેન્ક્રીયાસનું ટ્રાન્સપ્લાન્ટ ચાર જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની (IKDRC)માં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ.જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

હ્રદય અને ફેફસાં સમયસર અમદાવાદ અને મુંબઈ પહોંચાડવા માટે આયુષ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગને બે વખત ગ્રીનકોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો. એજ રીતે કિડની, લિવર અને પેન્ક્રીયાસ અમદાવાદની (IKDRC) મોકલવા માટે આયુષ હોસ્પિટલથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધીના 259 કિ.મિ. ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો