Browsing category

સમાચાર

ગુજરાતી ફિલ્મના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાનું નિધન, કોરોનાની સારવાર લઇ રહ્યા હતા

ગુજરાતી ફિલ્મ જગત માટે દુખદ સમાચાર આવ્યાં છે. ગુજરાતી ફિલ્મ અભિનેતા અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું (Naresh Kanodia) નિધન થયું છે. તેઓ યુ.એન. મહેતામાં (U. N. Mehta) કોરોનાની (coronavirus) સારવાર લઇ રહ્યાં હતા. નોંધનીય છે કે, બે દિવસ પહેલા નરેશ કનોડિયાના મોટાભાઇ મહેશ કનોડિયાનું મૃત્યું થયું હતું. 20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ […]

પાક નિષ્ફળ જતા જૂનાગઢના ટીકર ગામના ખેડૂતે ઝેરના ટીકડા ખાઈ આપઘાત કર્યો, મજુરીના પણ પૈસા ના નીકળતા હાલત ખરાબ

આ વર્ષે કોરોનાવાયરસે અનેક વેપારીઓ અને ભારે વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્ર પંથકમાં અનેક ખેડૂતોનો ઉભો પાક બળી ગયો છે. કેટલાએ ખેડૂતે ખેતરમાં ઉભો પાક સળગાવી દીધાની પણ અનેક ઘટનાઓ સામે આવી છે, સાથે પાક નિષ્ફળ જતા આર્થિક તંગીમાં ફસાયેલા ખેડૂતોએ આપઘાત કરી લીધાની ઘટનાઓ પણ આ વર્ષે વધારે સામે […]

ભરૂચ-દહેજ હાઈવે પર અંકલેશ્વરના વેપારીનો અકસ્માત, ઘટના સ્થળે 3 લોકોના કમકમાટીભર્યા મોત

રવિવારનો દિવસ ખરીદી કરવા જઈ રહેલા અંકલેશ્વરના વેપારી પર કાળ બનીને આવ્યો હતો. હોંશે હોંશે બજાર જવા નીકળેલા વેપારીને ભરૂચ-દહેજ હાઈવે પર અકસ્માત (accident) નડ્યો હતો. જ્યાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દહેજમાં દર રવિવારે રવિવારી બજાર ભરાય છે. જ્યાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય […]

પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓની શરમજનક હરકત, નવરાત્રિમાં હિંગળાજ મંદિરમાં માતાની મૂર્તિ તોડી

પાકિસ્તાન (Pakistan) ના સિંઘ પ્રાંતમાં આવેલ પ્રાચીન હિન્દુ મંદિર (Hindu Temple)માં શનિવારે કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરી. નવરાત્રિ (Navratri)માં જ અજાણ્યા વ્યક્તિઓએ અહીં માતાની મૂર્તિને ખંડિત કરી દીધી છે. આ મંદિર સિંધના થારપરકર વિસ્તારમાં આવેલું છે. અસામજિક તત્વોએ મંદિરમાં ઘૂસીને દુર્ગા માતાની પ્રતિમાને ખંડિત કરી દીધી અને તેમના વાહન સિંહને પણ તોડી નાંખ્યું. આ ઘટનાની […]

મોબાઇલમાં રાચતા બાળકોની અવગણના કરતા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: સુરતમાં મોબઇલ રિચાર્જ ન કરાવનારા પિતા પર દીકરો ચપ્પુ લઇ તૂટી પડ્યો

મોબાઇલ (Mobile)માં રાસ્તા દીકરાઓની અવગણના કરી પોતાના કામમાં મસ્ત રહેતા માતા-પિતા તેમજ પરિવારજનો માટે આ કિસ્સો એક લાલબત્તી સમાન છે. સુરત (Surat)માં પબજી ગેમ (Pub G Game) રમી શકે તે માટે મોબાઈલ રિચાર્જ (Mobile Recharge)કરાવવા પિતાએ રૂપિયા ન આપતા કળિયુગી પુત્રએ ચપ્પુના ઘા મારી પિતા પર જીવલેણ હુમલો કર્યો છે. હુમલો કરી પુત્ર ફરાર થઈ […]

પાટીદાર સમાજે મહામારીના સમયમાં એકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું: 700 પાટીદાર સમાજ 1 રૂપિયામાં કરાવશે લગ્ન, પરિવારનો આર્થિક બોઝો ઓછો કરવા પ્રયાસ

સામાજીક કાર્યક્રમો કરવા માટે હંમેશા અગ્રેસર રહેલા પાટીદાર સમાજે ફરી એકવાર કોરોનાવાયરસના સમયમાં સમાજમાં કોઈને મુશ્કેલી ન પડે તે માટે એકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. કોરોનાના સમયમાં અનેક પરિવાર આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે મહેસાણા-વિસનગર પાટીદાર સમાજે પરિવારને લગ્નનો ખર્ચનો બોજો ન પડે તે માટે માત્ર 1 રૂપિયામાં લગ્ન કરી આપવામાં આવ્યું છે. […]

ભારતીય સેનાને ગુજરાત યુનિવર્સિટીની ભેટ: સૈન્ય માટે બનાવેલું શેલ્ટર હોમ ચીન સરહદે 15500 ફૂટની ઊંચાઈએ મૂકાયું, છત પર 6 ફૂટ બરફ પડે તો પણ કંઈ થશે નહીં

ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ (જીયુસેક)એ ચીન સરહદે ફરજ બજાવતા જવાનો માટે એલ્ટિટ્યૂડ હેબિટાટનું તૈયાર કરેલું સેમ્પલ લેહમાં ઈન્સ્ટોલ કરાયું છે. આ શેલ્ટર 15,500 ફૂટની ઊંચાઈએ માઈનસ 30 ડિગ્રી તાપમાનમાં રક્ષણ આપે છે અને રૂફ પર 6 ફૂટ સુધી બરફ પડે તો પણ તેને કંઈ થતું નથી. આ રિસર્ચ માટે ભારતીય સૈન્યે યુનિવર્સિટીને 1.20 […]

લોન મોરેટોરિયમ અંગે મોટા સમાચાર: લોકડાઉન દરમ્યાન એક પણ EMI મિસ કર્યો નથી તો બેન્કમાંથી મળશે કેશબેક

લોન મોરેટોરિયમ (Loan Moratorium) અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે લોકડાઉન (Lockdown) દરમ્યાન મોરેટોરિયમનો લાભ લીધો નથી અને દરેક હપ્તો ચૂકવ્યો છે તો તમને બેન્ક (Bank) તરફથી કેશબેક (Cash Back) મળશે. કેન્દ્ર સરકારે શુક્રવારના રોજ લોન મોરેટોરિયમ દરમ્યાન વ્યાજ પર વ્યાજને લઇ પોતાના નિર્ણયની સંપૂર્ણ માહિતી આપી હતી તે દરમ્યાન આ વાત […]

ગુજરાતી ફિલ્મના સંગીતકાર મહેશ કનોડિયાનું નિધન, મહેશ-નરેશ બંધુ બેલડી ખંડિત થઈ, લાંબા સમયથી બીમાર હતા

નરેશ કનોડિયા યુએન મહેતા હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યાં છે ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કુમારનું આજે લાંબી માંદગી બાદ 83 વર્ષની વયે ગાંધીનગર ખાતે નિધન થયું છે. તેઓ ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કોનડિયાના મોટાભાઈ હતા. મહેશ-નરેશ નામે મ્યૂઝિકલ કાર્યક્રમો દેશ અને વિદેશમાં આપ્યા હતા. ઉલ્લેખનીય છેકે નરેશ કનોડિયા પણ કોરોના […]

રમતગમત ક્ષેત્રે દુનિયામાં ડંકો વગાડનાર સરિતા ગાયકવાડને DySP બનાવાઈ, પોલીસના જવાનોને એથ્લિટિક્સની તાલીમ આપશે

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી એથ્લિટ સરિતા ગાયકવાડને ગુજરાત સરકારે ડીવાયએસપી તરીકે નિમણૂક આપી છે. આ અગાઉ શૂટર લજ્જા ગોસ્વામીને પણ ગુજરાત સરકારે પોલીસમાં નોકરી આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાહેરાત કરી હતી. આ સાથે સરિતા રમત પર પૂરતું ધ્યાન આપી શકશે અને ગુજરાત પોલીસના […]