Browsing category

સમાચાર

આતો પિતાની કેવી મજબૂરી:​​​​​​​ અમેઠીમાં 5 મહિનાના બાળકને પિતાએ બેગમાં છોડી દીધુ, પત્રમાં લખ્યુ- દિકરાને 5-6 મહિના ઉછેરશો

ઉત્તર પ્રદેશના અમેઠીમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે. અહીંના ત્રિલોકપુર ગામમાં એક બેગમાંથી 5 મહિનાનું બાળક મળી આવ્યું છે. બેગમાંથી શિયાળામાં પહેરવાના કપડા, જેકેટ, સાબુ, વિક્સ, દવાઓ અને 5 હજાર રૂપિયા પણ રાખવામાં આવ્યા હતા. આ બેગમાંથી એક પત્ર પણ મળી આવ્યો છે. આ પત્રને વાંચીને એવું લાગે છે કે તે બાળકના પિતા દ્વારા […]

મરીન ડ્રાઈવ જેવા વોક-વે માટે નહીં જવું પડે મુંબઈ, સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં બની રહ્યું છે નવું નજરાણું

સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથને લઈને એક ખુશખબર મળી રહ્યા છે, હવે મરીન ડ્રાઈવ જેવો વોક-વે માટે બહાર નહીં જવું પડે. સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં જ મરીન ડ્રાઈવ જેવો વોક-વે બનવા જઈ રહ્યો છે. સોમનાથ મંદિર સુધી પહોંચવા માટે દોઢ કિ.મી. લાંબો એક વોક-વે બની રહ્યો છે. 1.5 – કિ.મી. લાંબો નવો વોક-વે સોમનાથના સાગર દર્શનથી ત્રિવેણી સંગમ […]

રાજકોટ સિવિલમાં હૃદય રોગ સહિત ગંભીર બીમારીવાળા 250 દર્દી કોરોનામુક્ત થયા, ડોક્ટરે કહ્યું, પ્રોન થેરાપી ઉપયોગી, પ્રોન થેરાપી થકી દર્દીઓના ઓક્સિજન લેવલને કંટ્રોલ કરવામાં નિભાવી અગત્યની ભૂમિકા

કોરોના વાયરસે દેશ અને દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસ મુખ્યત્વે શ્વસનતંત્ર અસર કરે છે. સંક્રમિતોમાં ઓક્સિજન લેવલ સતત ઘટતું જાય છે. કોરોના વાયરસથી સંક્રમિત ઘણા દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ જોવા મળી રહી છે. આ સ્થિતિ નિવારવા માટે નિષ્ણાત તબીબો દ્વારા પ્રોન થેરાપી શરૂ કરવામાં આવી હતી. જેના થકી આજે કોરોના સંક્રમિત ઘણા દર્દીઓને રાહત […]

બિહારમાં ચૂંટણી ફરજ દરમિયાન દાહોદના BSF જવાનનું અકસ્માતમાં દુઃખદ મોત, વતનમાં ગાર્ડ ઑફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરાયા, આખું ગામ હિબકે ચઢ્યું

બિહારમાં ચૂંટણી કામગીરીની ફરજ પર ગયેલા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના નાની સીમલખેડી BSFના જવાનનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જેથી આજે જવાનના પાર્થિવ દેહને વતન નાની સીમલખેડી ખાતે લાવવામાં આવ્યો છે. જ્યાં તેને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના નાની સીમલખેડી ગામનો યુવાન રમેશભાઇ સોમાભાઇ કિશોરી BSFમાં ફરજ બજાવતો […]

જ્યારે ભારતના ખેડૂતો 32 રુપિયે કિલો બટાકા આપવા તૈયાર છે તો ‘આત્મ નિર્ભર’ સરકાર ભૂતાનથી કેમ આયાત કરી રહી છે?

અમે 32 રુપિયા કિલો બટાકા આપવા માટે ક્યારના તૈયાર છીએ પણ સરકાર ભૂતાનથી ઈન્પોર્ટ કરી રહી છે. ઈન્પોર્ટ કરવામાં અધિકારીઓને કમિશન મળે છે. અમે તો કમિશન નહીં આપી શકીએ. અમને સરકાર રોકડ પૈસા આપે અને બટાકા ખરીદી લે. ખેડૂતો બટાકા 60 રુપિયે કિલો નથી વેચી રહ્યા. ભાવ તો મંડીમાં બેઠેલા દલાલો અને વ્યાપારીઓ ડબલ કરી […]

ગુજરાતમાં આ સરકારી અધિકારી પાસેથી મળી અધધધ… મિલકત, પ્રોપર્ટી જાણીને તમે પણ ચોંકશો

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમમાં એક પછી એક ભ્રષ્ટાચાર અને અધિકારીઓની અપ્રમાણસર મિલકતો બહાર આવી રહી છે. ત્યારે વધુ એક ક્લાસ વર્ગ-૩ના અધિકારીની કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત ને લઇ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કોણ છે આ જમીન વિકાસ નિગમ અધિકારી જેને કરોડો રૂપિયાની મિલકત ઊભી કરી જોઈએ આ અહેવાલમાં. આણંદમાં ગુજરાત રાજ્ય જમીન વિકાસ […]

હવે ચીને દર્શાવ્યું પયગમ્બર મોહમ્મદનું વ્યંગચિત્ર, ફ્રાન્સ સામે વિરોધ નોંધાવનારા મુસ્લિમ દેશો ચુપ, શું હવે આ લોકો ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ નહીં કરે?

ફ્રાન્સ (France)માં પયગમ્બર મોહમ્મદ (Paigambar Mohammad)ના કાર્ટૂન (Cartoon)ને લઇને પાકિસ્તાને (Pakistan) સખ્ત વિરોધ નોંધાવ્યો હતો અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૈંક્રોં (Emmanuel Macron) પર ઇસ્લામોફોબિયાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો. જોકે હવે ચીને સરકારી ટેલિવિઝન પર પયગમ્બર મોહમ્મદની તસવીરો દર્શાવી તો પાકિસ્તાને મૌન સાધી લીધું છે. ચીને સરકારી ચેનલ ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝન (CCTV)એ હાલમાં જ પયગમ્બર […]

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ આ વર્ષે 200 આતંકવાદીઓને ઠાર કર્યા; ગયા વર્ષની તુલનામાં 43 આતંકવાદી વધારે મારવામાં આવ્યા

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ આ વર્ષે 10 મહિનાની અંદર આશરે 200 આતંકવાદીઓનું એન્કાઉન્ટર કર્યું છે. આ આંકડા જાન્યુઆરીથી લઈ ઓક્ટોબર સુધીના છે. ગયા વર્ષની તુલનામાં અત્યાર સુધીમાં 43 જેટલા વધારે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. વર્ષ 2019માં 157 આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યુ હતું. CRPF, સેના અને પોલીસના સંયુક્ત આંકડા પ્રમાણે સૌથી વધારે જૂન મહિનામાં 49 […]

આ બેંકોનાં ગ્રાહકોને મોટો ઝટકો, ખાતામાં પૈસા જમા કરાવવા પર લાગશે ચાર્જ, જાણો નવા નિયમ વિશે…

ICICI બેંકે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે કહ્યું કે, હવેથી નોન-બિઝનેસ અવર્સમાં અને રજાના દિવસે કેશ રિસાઇકલર અને કેશ ડિપોઝિટ મશીન દ્વારા પૈસા જમા કરાવવા પર ચાર્જ ચૂકવવો પડશે. હવે જો તમે રજાના દિવસ અથવા બેંકના સમય ઉપરાંત કેશ રિસાઇકલ અને કેશ ડિપોઝિટ મશીનનો ઉપયોગ કરતા હો તો ગ્રાહકોને સુવિધા ફી તરીકે 50 રૂપિયા […]

નોટના બદલામા વોટ? કરજણમાં ખુલ્લેઆમ રુપિયા આપીને કમળનું બટન દબાવવાનું કહેતો વીડિયો વાયરલ, તપાસનાં આદેશ

ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકનાં ઇટોલા અને ગોસીન્દ્રા ગામોમાં વિસ્તારમાં વોટ માટે ખુલ્લેઆમ પૈસા વેચતા હોવાનો વિડિયો વાઇરલ થયો છે. જેમાં કાર્યકરો કમળનું બટન દબાવીને ભાજપને મત આપવાનું કહી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરોએ જ આ વિડિયો ઉતાર્યો હોવાનો દાવો કોંગ્રેસે કર્યો છે. આ મામલે કોંગ્રસે ભાજપે રૂપિયા વહેંચ્યા હોવાનો આક્ષેપ કરીને કાર્યવાહી કરવા માટે ચૂંટણી અધિકારીને […]