હવે ચીને દર્શાવ્યું પયગમ્બર મોહમ્મદનું વ્યંગચિત્ર, ફ્રાન્સ સામે વિરોધ નોંધાવનારા મુસ્લિમ દેશો ચુપ, શું હવે આ લોકો ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ નહીં કરે?

ફ્રાન્સ (France)માં પયગમ્બર મોહમ્મદ (Paigambar Mohammad)ના કાર્ટૂન (Cartoon)ને લઇને પાકિસ્તાને (Pakistan) સખ્ત વિરોધ નોંધાવ્યો હતો અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૈંક્રોં (Emmanuel Macron) પર ઇસ્લામોફોબિયાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો. જોકે હવે ચીને સરકારી ટેલિવિઝન પર પયગમ્બર મોહમ્મદની તસવીરો દર્શાવી તો પાકિસ્તાને મૌન સાધી લીધું છે. ચીને સરકારી ચેનલ ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝન (CCTV)એ હાલમાં જ પયગમ્બર મોહમ્મદનું ઠઠ્ઠાચિત્ર પ્રસારિત કર્યું હતુ.

પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશોનું મૌન

વીગર એક્ટિવિસ્ટ અર્શલાન હિદાયતે ચાઇનીઝ ટીવી સીરીઝની આ ક્લિપ ટ્વીટ કરી હતી. આ ક્લિપમાં તાંગ રાજવંશના દરબારમાં એક અરબ રાજદૂતને બતાવવામાં આવ્યો છે. આમાં અરબ રાજદૂત પયગમ્બર મોહમ્મદનું એક પેઇન્ટિંગ ચીની સમ્રાટને સોંપતા જોવા મળે છે. જોકે ચીનની આ હરકતની વિરુદ્ધ પાકિસ્તાન સહિત અનેક મુસ્લિમ દેશો તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી. પાકિસ્તાન તો પહેલા પણ ચીનમાં ઉઇગર મુસ્લિમોના દમન અને ત્રાસ ગુજારવા પર પણ મૌન રહ્યું છે.

શું મુસ્લિમ દુનિયા ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ નહીં કરે?

ચીનમાં ટીવી પર પયગમ્બર મોહમ્મદનું આ પ્રકારનું ઠઠ્ઠાચિત્ર દર્શાવવામાં આવાથી અનેક લોકો ચિંતિત થયા. સોશિયલ મીડિયા પર અનેક યૂઝર્સે પ્રશ્ન કર્યો કે શું ટીવી શૉમાં મોહમ્મદનું પેઇન્ટિંગ્સ દર્શાવવું ઈશનિંદા નથી? એક યૂઝરે પણ પ્રશ્ન કર્યો કે શું મુસ્લિમ દુનિયા હવે પયગમ્બર મોહમ્મદનું ઠઠ્ઠાચિત્ર દર્શાવવા પર ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ નહીં કરે? જોકે પાકિસ્તાનનું ચીનના ઉઇગર મુસ્લિમોને લઇને પહેલા પણ બેવડું વલણ જોવા મળતુ રહ્યું છે.

ચીનમાં ઉઇગર મુસ્લિમોની દયનીય હાલત

પાકિસ્તાન કાશ્મીરથી લઇને પેલેસ્ટાઇનના મુદ્દે તો બરાડા પાડી-પાડીને અવાજ ઉઠાવતુ રહ્યું છે, પરંતુ ઉઇગર મુસલમાનોની વાત આવે છે ત્યારે તે મૌન ધારણ કરી લે છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને અનેકવાર ચીનમાં ઉઇગર મુસ્લિમોની દયનીય હાલતને લઇને પ્રશ્ન કરવામાં આવ્યો તો તેઓ સંપૂર્ણ રીતે બેખબર બની ગયા. કેટલાક ઇન્ટરવ્યૂમાં ઇમરાન ખાન ચીનને સમર્થન આપતા જોવા મળ્યા અને કહ્યું કે, દરેક દેશને આતંકવાદ સામે લડવાનો અધિકાર છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો