ICICI બેંકે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે કહ્યું કે, હવેથી નોન-બિઝનેસ અવર્સમાં અને રજાના દિવસે કેશ રિસાઇકલર અને કેશ ડિપોઝિટ મશીન દ્વારા પૈસા જમા કરાવવા પર ચાર્જ ચૂકવવો પડશે. હવે જો તમે રજાના દિવસ અથવા બેંકના સમય ઉપરાંત કેશ રિસાઇકલ અને કેશ ડિપોઝિટ મશીનનો ઉપયોગ કરતા હો તો ગ્રાહકોને સુવિધા ફી તરીકે 50 રૂપિયા લેવામાં આવશે.
ક્યારે ફી ચૂકવવી પડશે?
બેંકના નોટિફિકેશન મુજબ, ICICI બેંક ગ્રાહકો પાસેથી રજાના દિવસો અને વર્કિંગ ડેઝમાં સવારે 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ગ્રાહકો પાસેથી ચાર્જ તરીકે 50 રૂપિયા લેવામાં આવશે.
10 હજાર રૂપિયા કરતાં પણ વધુ રકમ જમા કરાવવા પર ચાર્જ લાગશે
આ ઉપરાંત, કેશ રિસાઇકલર મશીન પર મહિનામાં 10 હજાર રૂપિયાથી વધુ રકમ જમા કરાવવા પર પણ આ ચાર્જ વસૂલવામાં આવશે. તેમાં એ પણ સ્પષ્ટ છે કે મહિનામાં 10 હજાર રૂપિયા એકવારમાં અથવા એકવાર કરતા વધુ વખત જમા કરાવવા પર પણ આ ચાર્જ વસૂલવામાં આવશે.
આ ખાતાં પર ચાર્જ લગાવવામાં નહીં આવે
બેંકે જણાવ્યું કે, સિનિયર સિટીઝન, બેઝિક સેવિંગ્સ બેંક અકાઉન્ટ, જન ધન અકાઉન્ટ, અસક્ષમ અને દૃષ્ટિહીન ખાતાં અને વિદ્યાર્થીઓના ખાતાં પર આ પ્રકારનો કોઈ ચાર્જ લેવામાં નહીં આવે.
એક્સિસ બેંક પણ ચાર્જ વસૂલે છે
વર્ષની શરૂઆતમાં એક્સિસ બેંકે પણ કન્વિનિયન્સ ફી લેવાની જાહેરાત કરી હતી. 1 ઓગસ્ટ 2020થી બેંકિંગ સમય સિવાય અલગ અને બેંકોની રજાઓના દિવસે કેશ ડિપોઝિટ કરાવવા પર 50 હજાર રૂપિયાનો ચાર્જ લાગી રહ્યો છે. સુવિધા શુલ્ક તરીકે ટ્રાન્ઝેક્શન દીઠ 50 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે.
બેંક ઓફ બરોડાએ પણ ફી લેવાનું શરૂ કર્યું
1 નવેમ્બરથી બેંક ઓફ બરોડા (BOB)એ નિર્ધારિત મર્યાદાથી વધુ બેંકિંગ માટે અલગ ફી વસૂલવાનો નિર્ણય લીધો હતો. હવેથી ગ્રાહકોએ મહિનામાં ત્રણ વખત પછી લોન અકાઉન્ટ માટે પૈસા ઉપાડવા દર વખતે 150 રૂપિયા ચૂકવવા પડશે. સેવિંગ અકાઉન્ટની વાત કરીએ તો આવા ખાતાધારકો ત્રણ ગણી રકમ જમા કરાવી શકશે. પરંતુ જો ગ્રાહકો ચોથી વાર પૈસા જમા કરાવે તો તેમણે 40 રૂપિયા ચૂકવવા પડશે. તેમજ, જન ધન ખાતાના લોકોને આમાં થોડી રાહત મળી છે. તેમને પૈસા જમા કરાવવા પર કોઈ ફી ચૂકવવી પડશે નહીં. જો કે, ઉપાડ પર તેમને 100 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..