જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ આ વર્ષે 10 મહિનાની અંદર આશરે 200 આતંકવાદીઓનું એન્કાઉન્ટર કર્યું છે. આ આંકડા જાન્યુઆરીથી લઈ ઓક્ટોબર સુધીના છે. ગયા વર્ષની તુલનામાં અત્યાર સુધીમાં 43 જેટલા વધારે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. વર્ષ 2019માં 157 આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યુ હતું. CRPF, સેના અને પોલીસના સંયુક્ત આંકડા પ્રમાણે સૌથી વધારે જૂન મહિનામાં 49 આતંકવાદીઓના મારવામાં આવ્યા હતા.ગયા વર્ષના જૂન મહિનાની તુલનમાં આંકડા બમણા છે. એપ્રિલમાં 28 અને જુલાઈ તથા ઓક્ટોબરમાં 21-21 આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. એકંદરે આંકડા જોઈએ તો આ વખતે દક્ષિણ કાશ્મીરમાં કુલ 128 એન્કાઉન્ટર થયા છે. તેમાં શોપિયામાં 49 અને પુલવામામાં 49 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.
સુરક્ષા દળોની માહિતી પ્રમાણે માર્યા ગયેલા આતંકવાદીઓ પૈકી સૌથી વધારે હિઝબુલા મુઝાહિદ્દીનના છે. તેના 72 આતંકવાદીઓનું એન્કાઉન્ટર થયુ છે. જ્યરે લશ્કર-એ-તોઈબા (LeT)ના 59 આતંકવાદી માર્યા ગયા છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે શોપિયા અને પુલવામામાં આતંકવાદી સંગઠન વધારે સક્રિય છે. અહીના યુવકોને ગેરમાર્ગે દોરી સંગઠનમાં સામેલ કરવામાં આવે છે.
એકંદરે આંકડા જોઈએ તો આ વખતે દક્ષિણ કાશ્મીરમાં કુલ 138 એન્કાઉન્ટર થયા છે. અહીં શોપિયા અને પુલવામામાં આતંકવાદી સંગઠન સક્રિય છે. અહીંના યુવકોને ગેરમાર્ગે દોરીને સંગઠનમાં સામેલ કરવામાં આવે છે. આ જ કારણથી આ વર્ષ શોપિયામાં 49 અને પુલવામામાં 49 આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા છે.
ઈન્ટેલિજન્સ અહેવાલ પ્રમાણે હિઝબુલ અને લશ્કરના આતંકવાદીઓને અલગ-અલગ ટાર્ગેટ પાકિસ્તાન તરફથી આપવામાં આવ્યા છે. તેમના મતે હિઝબુલના આતંકવાદીઓને કહેવામાં આવ્યુ છે કે તેઓ જન્મુ-કાશ્મીરમાં સ્થાનિક લકોને ટાર્ગેટ કરે. જ્યારે લશ્કર-એ-તોઈબાના આતંકવાદીઓને સુરક્ષાદળો તથા રાજકીય નેતાઓને નિશાન બનાવવા માટે કહેવામાં આવ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..