ઉત્તર પ્રદેશના અમેઠીમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે. અહીંના ત્રિલોકપુર ગામમાં એક બેગમાંથી 5 મહિનાનું બાળક મળી આવ્યું છે. બેગમાંથી શિયાળામાં પહેરવાના કપડા, જેકેટ, સાબુ, વિક્સ, દવાઓ અને 5 હજાર રૂપિયા પણ રાખવામાં આવ્યા હતા. આ બેગમાંથી એક પત્ર પણ મળી આવ્યો છે. આ પત્રને વાંચીને એવું લાગે છે કે તે બાળકના પિતા દ્વારા લખવામાં આવ્યો છે.
પત્રમાં લખવામાં આવ્યું છે કે મારા દિકરાનું 5-6 મહિના માટે પાલન-પોષણ કરી દો, હું પ્રત્યેક મહિને પૈસા મોકલીશ. પિતાએ આ સ્થિતિ માટે કારણ રજૂ કર્યું છે કે દિકરા માટે તેના પરિવારમાં જોખમ છે. પોલીસે કહ્યું છે કે ત્રિલોક પુર ગામના આનંદ ઓઝાના ઘરે આ બેગ રાખવામાં આવી હતી. બાળકના રડવાનો અવાજ સંભળાતા ગામ લોકો ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસને આ અંગે માહિતી આપવામાં આવી હતી.
પત્રમાં લખવામાં આવ્યુ છે કે ”આ મારો દિકરો છે. તેને હું તમારી પાસે 5-6 મહિના માટે છોડીને જઈ રહ્યો છું. મે તમારા વિશે ઘણુ સારું સાંભળ્યુ છે, માટે હું મારું આ બાળક તમારી પાસે મુકી રહ્યો છું. દર મહિને રૂપિયા 5000 હિસાબથી હું તમને પૈસા આપીશ. તમને હાથ જોડીને વિનંતી કરું છું કે કૃપા કરી આ બાળકની કાળજી લો. મારી કેટલીક મજબૂરી છે. આ બાળકની માતા નથી. મારા પરીવારમાં તેના માટે જોખમ છે, માટે 6-7 મહિના સુધી તેને તમારી પાસે રાખી લો. યોગ્ય ઉકેલ લાવીને હું મારા બાળકને લઈ જઈશ.”
” હું બાળકને તમારી પાસે છોડીને ગયો છું તે કોઈને કહેશો નહીં, અન્યથા આ વાતની બધાને જાણ થઈ જશે. જે મારા માટે યોગ્ય નહીં હોય. અન્ય લોકોને કહી દેશો કે આ બાળક તમારા કોઈ મિત્રનું છે, જેની પત્ની હોસ્પિટલમાં કોમામાં છે. થોડા સમય માટે તમે તેને તમારી પાસે રાખ્યુ છે. હું તમને મળીને પણ આ બાળક આપી શકુ તેમ હતો, પણ આ વાત મારા સુધી રહે તે જ યોગ્ય છે.”
” મારે એક જ બાળક છે. તમારે વધારે પૈસાની જરૂર હોય તો મને કહી દેશો. હું તે આપીશ. બસ બાળકને થોડા સમય તમારી પાસે રાખો. તેની જવાબદારી લેવાથી ડરતા નહીં. ભગવાન કરેને બાળકને કંઈ થઈ જાય તો હું તમારા પર કોઈ જ બ્લેમ નહીં કરું. મને તમારી ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે, બાળક પંડિતના ઘરનું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..