Browsing category

સમાચાર

અંતિમવિદાય સમયે મોટી દીકરીએ કહ્યું, પપ્પાને આમ કેમ જોઇ શકું અને નાની દીકરીએ કહ્યું…મારે પપ્પા પાસે જવું છે…

સુરેન્દ્રનગર જિલ્લા યુવા ભાજપ પ્રમુખનું અકસ્માતે મોત થતા તેઓને પાર્થિવ દેહ સોમવારે સુરેન્દ્રનગર લવાયો હતો. ત્યારે મૃતકની મોટી દિકરીએ કહ્યુ કે હું પપ્પાને આમ કેમ જોઇ શકુ. જ્યારે નાની દિકરીએ કહ્યુ કે મારે પપ્પા પાસે જવુ છે. બદ્રિ-કેદારનાથના દર્શન કરી પરત પરી રહેલા જિલ્લા ભાજપના ત્રણ યુવા હોદ્દેદારોને જોશીમઠ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં જિલ્લા […]

અમદાવાદમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી: PUCની મુદ્દત પૂરી થઈ ગઈ હોવાથી બાઇક ચાલકને લાફા ઝીંક્યા બાદ ગુપ્તભાગે લાત મારી, ચાલકને હૉસ્પિટલ ખસેડવો પડ્યો

કાલુપુરમાં તાજેતરમાં માસ્ક (Mask) બાબતે પોલીસ સાથે ઘર્ષણ થયું હોવાની ઘટના સામે આવી હતી. હવે પીયૂસી (Pollution Under Control) મામલે વાહન ચાલક સાથે ઘર્ષણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. એક વાહન ચાલકના વાહનની પીયૂસી એક્સપાયર થઈ જતા તે દંડ ભરવા તૈયાર હતો. વાહન ચાલક પાસે દંડ (PUC Charge)ના 1,500 રૂપિયા ન હોવાથી 500 રૂપિયા […]

બાળકોને ઘરમાં એકલા રાખતા માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! પત્ની સાથે રેલવે અધિકારી કેક લેવા બજાર ગયા, પછી લૂંટારુઓએ બાળકોને બાનમાં લઈ ચલાવી રૂ.32.50 લાખની લૂંટ

બાળકોને ઘરમાં એકલા ન રાખવા કે અજાણ્યા વ્યક્તિને ઘરમાં પ્રવેશ આપવો ખતરનાક સાબિત થઈ શકે એ વાત સાર્થક કરતો કિસ્સો દાહોદમાં (Dahod) બન્યો છે. ઘરમાં એકલા મૂકીને રેલવે અધિકારી (Railway Officer) બજારમાં જન્મદિવસની ઉજવણીની (Birthday celebration) વસ્તુઓ ખરીદવા ગયા હતા. જોકે, ઘરમાં એકલા રહેલા બાળકોને અજણ્યા લૂંટારુઓએ (loots) બાનમાં લખીને લાખો રૂપિયાની મતા ચોરીને ફરાર […]

હળવદના LRD જવાને સર્વિસ રિવોલ્વરથી ભડાકો કરી જીવન ટૂંકાવ્યું, છ માસ પૂર્વે જ થયા હતા લગ્ન, મોતનું કારણ અકબંધ

હળવદના લોકરક્ષકદળના જવાને રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લેતા પંથકમાં ચકચારી મચી જવા પામી છે. હળવદના સાપકડા ગામના જવાન LRD અનિલ ડાભીએ આપઘાત કર્યો હોવાની માહિતી મળી રહી છે. હાલ ગુજરાતમાં પેટાચૂંટણીઓના ઈલેક્શનમાં LRD જવાનને રિવોલ્વર અપાઈ હતી. આ રિવોલ્વરથી તેને પોતાની જિંદગી ટૂંકાવી છે. જવાનના આપઘાત અંગે પોલીસ તપાસ શરૂ કરાઈ છે. હાલ LRD […]

રાજકોટમાં રોમિયો બન્યો બેફામ, રેસકોર્સ રિંગ રોડ પર જાહેરમાં એક શખ્સ યુવતીને બોચીમાંથી પકડી બળજબરીપૂર્વક લઈ ગયો, વીડિયો વાઈરલ

રંગીલું રાજકોટ (Rajkot City) હંમેશા કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહે છે. હાલ રાજકોટનો એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. જેમાં એક યુવક એક યુવતીને બળજબરીથી પકડીને લઈ જઈ રહ્યો છે. સાથે સાથે યુવક બીભત્સ ગાળો પણ બોલી રહ્યો છે. આ આખો મામલો પ્રેમ પ્રકરણ (Love Affairકે બીજો હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે […]

અમદાવાદના અર્હમ તલસાણિયાએ વિશ્વના સૌથી નાની વયના કમ્પ્યૂટર પ્રોગ્રામર તરીકે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

અમદાવાદ સ્થિત ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનમાં બીજા ધોરણમાં ભણતા અર્હમ ઓમ તલસાણિયાએ માત્ર છ વર્ષની ઉંમરે શક્તિશાળી પાયથન પ્રોગ્રામિંગ લેંગ્વેજની પરીક્ષા પાસ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પરીક્ષા 23મી જાન્યુઆરી, 2020ના રોજ માઈક્રોસોફ્ટ દ્વારા પ્રમાણિત પિયર્સન વૂ ટેસ્ટ સેન્ટર ખાતે યોજાઈ હતી. ઘણા એન્જિનિયરો માટે પણ અઘરી ગણાતી આ પરીક્ષાને આ તેજસ્વી વિદ્યાર્થીએ […]

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રાજકોટમાં છ વર્ષના બાળકે રમતા રમતા બેટરીનો સેલ નાકમાં નાંખ્યો, પાંચ મહિને ડોક્ટરે સર્જરી કરીને કાઢ્યો બહાર

અત્યારે માતા-પિતા બાળકોને ઈલેક્ટ્રીક રમકડા રમવા આપતા હોય છે. પરંત ક્યારેક બાળકો રમતા રમતા નવી ઉપાધી ઊભી કરતા હોવાના અનેક કિસ્સા છાસવારે બનતા રહે છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના (Rajkot) વિદ્યાનગર મેઈન રોડ પર ડો. ઠકકરની હોસ્પિટલ (Thakkar hospital) ખાતે એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. 6 વર્ષનો આર્યન હિતેશભાઈ […]

મોરબીના ઝીકિયારી ગામે સામાન્ય બાબતે દીકરાએ સગી મા-બહેનની હત્યા કરી નાખી, તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી રહેંસી નાખ્યા

મોરબીના ઝીકિયારી (Morbi murder) ગામે રહેતા કસ્તુરબહેન સવજીભાઈ ભાટિયા અને સંગીતા બહેન સવજીભાઈ ભાટીયાને તેના જ પુત્ર દેવશી ભાટિયાએ તીક્ષણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી નાખી. (Son killed Mother sister)પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ મથકેથી મળતી વિગત અનુસાર મોરબી તાલુકાના ઝીકિયારી ગામે ધૃણાસ્પદ બનાવ સામે આવ્યો છે જેના લીધે મોરબી […]

નવસારીમાં નાયબ મામલતદારને ઉપરની કમાણી પડી ભારે, રૂ. 3.46 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા

નવસારી જિલ્લામાં સરકારી તંત્ર ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લામાં એક પછી એક લાંચીયા અધિકારીઓ ટેબલ નીચેની કમાણી કરતા ઝડપાઈ રહ્યા છે. આજે વધુ એક સરકારી બાબુ એસીબીના હાથે લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. નાયબ મામલતદાર વતી રૂપિયા 3.46 લાખની લાંચ લેતો એજન્ટ રંગેહાથ ઝડપાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારી […]

પાણીપુરી માટે કરતા હતા ટોયલેટના પાણીનો ઉપયોગ, વિડિયો જોઇને તમને પણ આવશે ઉબકા

સ્વાદિષ્ટ પાણીપુરી (Panipuri)નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. જો તમને ખબર પડે કે જે પાણી તમને ચટાકેદાર લાગી રહ્યું છે તે ટોયલેટ (Toilet)ના પાણી (Water)માંથી બન્યું છે તો સ્વાભાવિક છે કે તમને ગુસ્સો આવશે. એક આવી જ ઘટના મહારાષ્ટ્ર (Maharashtra)ના કોલ્હાપુર (Kolhapur)માં બની છે. આ ઘટનાનો વીડિયો જોતા લોકોને ઉબકા આવી જશે. […]