સુરેન્દ્રનગર જિલ્લા યુવા ભાજપ પ્રમુખનું અકસ્માતે મોત થતા તેઓને પાર્થિવ દેહ સોમવારે સુરેન્દ્રનગર લવાયો હતો. ત્યારે મૃતકની મોટી દિકરીએ કહ્યુ કે હું પપ્પાને આમ કેમ જોઇ શકુ. જ્યારે નાની દિકરીએ કહ્યુ કે મારે પપ્પા પાસે જવુ છે. બદ્રિ-કેદારનાથના દર્શન કરી પરત પરી રહેલા જિલ્લા ભાજપના ત્રણ યુવા હોદ્દેદારોને જોશીમઠ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં જિલ્લા યુવા ભાજપના પ્રમુખ મૃગેશભાઈ રાઠોડનું મોત થયુ હતુ.તેમના પાર્થિવ દેહને સોમવારે સુરેન્દ્રનગર લવાતા મોટી દિકરી કનિષ્કાએ કહ્યુ કે,પપ્પાને આમ કેમ જોઇ શકુ અને નાની દિકરી નાયરાએ મારે પપ્પા પાસે જવુ છે તેમ કહેતા ઉપસ્થિત લોકોમાં ગમગીની સાથે શોકનો માહોલ છવાઇ ગયો હતો. કારણ કે, મૃગેશભાઈ પરિવારમાં પત્ની રેખાબેન, સાડા છ વર્ષની દિકરી કનિષ્કા, અઢી વર્ષની નાયરા તેમજ પિતા કાનજીભાઈ, માતા જવલબેન, ભાઈ મનિષભાઈ, રાકેશભાઈ સાથે રહેતા હતા.
તેમના પત્ની રેખાબેન બીઓબીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે મૃગેશભાઈ ઘરે હોય ત્યારે વધુ સમય દિકરીઓ પાછળ આપતા હતા. જેના કારણે બંને દિકરીઓ અને પિતા વચ્ચે અતૂટ સ્નેહ હતો. બીજી તરફ જિલ્લામાં એક તેજસ્વી યુવાની ખોટ પડતા કાર્યકરો, હોદ્દેદારો, દરેક સમાજના યુવાનોની આંખોમાંથી આંસુ સરી પડયા હતા. સુરેન્દ્રનગર મૃગેશભાઈના પાર્થિવ દેવને દર્શને રાખ્યા બાદ મોડી સાંજ વતન ચૂડાના ઝોબાળા ગામે અંતિમવિધી કરાઇ હતી.
કેદારનાથના દર્શન કરીને અમે રવાના થયા હતા. બદ્રીનાથ અંદાજે 15 કિમી દૂર હતું. ડ્રાઇવર અમને કહેતો હતો કે આપણે વહેલાં પહોંચી જઈએ અને બદ્રીનાથનાં દર્શન કરી ઋષિકેશ પહોંચી જઈશું. ત્યાં સાંજે ગંગાસ્નાન થઈ જશે. આવી વાતો ચાલતી હતી ત્યાં વળાંકમાં અચાનક કાદવ-કીચડ આવ્યો અને ગાડી ફગવા લાગી. પુલ સાથે અથડાઈને કાર ઊંડી ખાઈમાં ખાબકી. કાર 10થી વધુ ગુંલાટ ખાઈ જતાં અમારા જીવ પડીકે બંધાઈ ગયા હતા. મૃગેશભાઈ પહેલાં ફંગોળાઈને નીચે પડ્યા. અમારી કાર પાણીના ધસમસતા પ્રવાહમાં પડી, પાણીના ફોર્સથી અમે બહાર ફેંકાઈ ગયા. મારા હાથમાં પથ્થરની શીલા આવી ગઈ હતી. ઠંડાં પાણીમાં શીલાને પકડી હું 2 કલાક સુધી મોત સામે ઝઝૂમ્યો. ત્યાં 7થી 8 નેપાળી યુવાનો મારા માટે નવજીવન લઈને આવ્યા. તેમણે તાપણું કરીને મને ગરમાવો આપ્યો. 2 યુવાન મને ખભે ઊંચકીને ડુંગરા અને ઝાડી ખૂંદતાં બહાર લઈ આવ્યા ત્યારે જીવમાં જીવ આવ્યો. માત્ર 10 મિનિટના સમયમાં જ બધું બની ગયું. મોતને મેં નજર સામે જોયું છે. આવી ઘટનામાં હું જીવિત રહ્યો તેના પરથી એટલો તો વિશ્વાસ બેઠો કે ભગવાન જો બચાવવા માંગે તો દુનિયાની કોઈ તાકાત મારી શકતી નથી. માટે જીવનમાં સદ્કર્મ કરવા જોઈએ. મારો જીવ તો બચી ગયો પરંતુ જીવથી પણ વ્હાલા બે મિત્ર ગુમાવ્યા તે આ જીવનમાં તો કેવી રીતે ભૂલીશ!’
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..