બાળકોને ઘરમાં એકલા રાખતા માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! પત્ની સાથે રેલવે અધિકારી કેક લેવા બજાર ગયા, પછી લૂંટારુઓએ બાળકોને બાનમાં લઈ ચલાવી રૂ.32.50 લાખની લૂંટ

બાળકોને ઘરમાં એકલા ન રાખવા કે અજાણ્યા વ્યક્તિને ઘરમાં પ્રવેશ આપવો ખતરનાક સાબિત થઈ શકે એ વાત સાર્થક કરતો કિસ્સો દાહોદમાં (Dahod) બન્યો છે. ઘરમાં એકલા મૂકીને રેલવે અધિકારી (Railway Officer) બજારમાં જન્મદિવસની ઉજવણીની (Birthday celebration) વસ્તુઓ ખરીદવા ગયા હતા. જોકે, ઘરમાં એકલા રહેલા બાળકોને અજણ્યા લૂંટારુઓએ (loots) બાનમાં લખીને લાખો રૂપિયાની મતા ચોરીને ફરાર થઈ ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે દાહોદ શહેરના ગોવિંદનગર વિસ્તારમાં રહેતા અને રેલવેમાં ફરજ બજાવતા અધિકારી રાકેશ સિંહ પોતાના બાળકના જન્મદિવસની ઉજવણી માટે બર્થડે કેક સહિતના સમાનની ખરીદી માટે સાંજના સમયે પોતાની પુત્રી અને પુત્રને ઘરે મુકી પત્ની સાથે બજાર ગયા હતા.

ચાર જેટલા ઈસમો ઘરે આવ્યા અને બાળકોને દરવાજો ખોલવા જણાવ્યું હતું પરંતુ બાળકોએ દરવાજો ના ખોલતા લૂંટારાઓએ કહ્યું કે તારા પપ્પાએ અમને બોલાવ્યા છે અને એ બજાર છે અમને ખબર છે તેમ છતાં બાળકી એ દરવાજો ખોલવાનો ઇનકાર કર્યો હતો.

ત્યારે પાણીની માંગ કરતા બાળકીએ થોડોક દરવાજો ખોલી પાણી આપવા હાથ લંબાવતા જ લૂંટારાઓએ બાળકી ને ધક્કો મારી અંદર પ્રવેશી ગયા હતા અને બંને બાળકોને માર મારી બાનમાં લઈ લીધા હતા.

ઘરમાં મુકેલ આશરે 30 લાખની કિંમતના સોનાના દાગીના તેમજ રોકડ 2.50 લાખની લૂંટ ચલાવી ચારેય લૂંટારા ફરાર થઈ ગયા હતા જ્યારે દંપતી ઘરે આવતા સમગ્ર બનાવની જાણ થતા દંપતી હચમચી ઉઠ્યું હતું અને દાહોદ ટાઉન પોલીસને (Dahod town police) જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો