Browsing category

સમાચાર

નવજાત બાળકના ફેફસાં-શ્વાસનળી વચ્ચેની ગાંઠને દૂર કરવા રેર સર્જરી કરી એક ક્ષણે બંધ પડેલા હૃદયને ફરી ધબકતું કર્યું

બાળકને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. બાળકની કિકીયારીઓ સમગ્ર ઘરના વાતાવરણને રમણીય બનાવી દે છે. પરંતુ ઘણા પરિવારોમાં જન્મેલ નવજાત શિશુ જન્મ સાથે અનેક સમસ્યઓથી ઘેરાઇ જાય છે. આવુ જ કંઇક મોરબીના શૈલેષભાઇ રાઠવા સાથે બન્યું છે. 5 મહિનાનું નવજાત રાજવીર હજુ તો પાપા-પગલી માંડતા પણ ન શીખ્યુ હતુ. ત્યારે વિધાતાએ ન જાણે તેના નસીબમાં […]

કરોડોની વીમાની રકમ મેળવવા ડીસાના CA પતિએ સોપારી આપી અકસ્માતમાં પત્નીની કરાવી હત્યા, બે સંતાન બન્યાં નોધારા

આજથી એક માસ અગાઉ લાખણીના ગેળા હનુમાનજી મંદિરે પતિ સાથે પગપાળા દર્શન કરવા જઈ રહેલી ડીસાની મહિલાના કાતરવા નજીક કારની ટક્કરે થયેલા મોત પ્રકરણમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પતિ લલિત ગણપતજી ટાંક (માળી)એ જ મિત્રની મદદથી કારચાલકને સોપારી આપી હત્યા કરાવ્યા બાદ ઘટનાને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કર્યો હોવાનું ભીલડી પોલીસની તપાસમાં ખૂલતાં પતિની […]

સુરતમાં પરિણીતાનું કોઈ અજાણ્યાએ ઘરમાં ગળુ દબાવી હત્યા કરતા ચકચાર મચી, ‘2 વર્ષનો પુત્ર અને 4 વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી’

સુરત શહેરમાં વધુ એક મહિલાની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. રૂદરપુરા લાપસીવાળાની ચાલમાં રહેતી ૨૯ વર્ષીય પરિણીતાનું કોઈ અજાણ્યાઍ ઘરમાં ગળુ દબાવી હત્યા કરતા ચકચાર મચી છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં પતિને […]

સુરત: ‘મારી પત્ની સાથે તારે આડાસંબંધ છે’, પતિએ માર મારી જબરદસ્તી આવી કબૂલાતનો વીડિયો ઉતાર્યો અને અપહરણ કર્યું

સુરત શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. લૂંટ, હત્યા, મારા મારી, રેપ અને મહિલા અત્યાચારની ઘટના રોજે-રોજ સામે આવી રહી છે. ત્યારે પતિ પત્ની વચ્ચે વહેમના સંબંધમાં એક યુવકનું અપહરણ કરી તેને ઢોર માર મારી જબરદસ્તી પત્ની સાથેના આડાસંબંધની કબૂલાત કરાવી તેનો વીડિયો બનાવ્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી […]

મોરબીમાં ત્રણ બકરાની બલી ચડાવાઈ, વીડિયો થયો વાયરલ, વિશ્વ હિન્દુ પરિષદ શહેર પ્રમુખે પોલીસ ફરિયાદ નોંધાવી

મોરબીમાં એક પ્રસંગમાં ત્રણ યુવકોએ તલવારથી બકરાનું માથું કાપી નાખવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આ બનાવ અંગે વિશ્વ હિન્દુ પરિષદ શહેર પ્રમુખે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર પ્રમુખ કમલેશ બોરીચાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના મોબાઈલમાં એક વીડિયો જોવા મળ્યો […]

વૃક્ષનું આર્થિક મૂલ્યાંકન: ગણપતપુરા ગામે છે ગુજરાતનું સંભવત: સૌથી મોટું આફ્રિકન બાઓબાબનું 950 વર્ષ જૂનું વૃક્ષ, જેની કિંમત આશરે 10 કરોડથી વધારે થાય

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એક નિષ્ણાત સમિતિએ વૃક્ષોનાં મૂલ્યાંકન સંબંધિત રિપોર્ટ રજૂ કર્યો છે. આ સમિતિના તારણ પ્રમાણે, એક વૃક્ષનું એક વર્ષનું આર્થિક મૂલ્ય રૂ. 74,500 હોઈ શકે છે, એટલે કે વૃક્ષની ઉંમરમાં દર વર્ષે રૂ. 74,500નો ગુણાકાર કરીને એનું મૂલ્ય નક્કી કરવું જોઈએ. દેશમાં પહેલીવાર વૃક્ષોનું આર્થિક મૂલ્યાંકન કરાયું છે. વડોદરા પાસે ભાયલી અને […]

ગોંડલના સુલતાનપુરના ખેડૂતે ડીસાના પ્રચલિત બટાકાને ઓર્ગેનિક ખેતીથી પકવ્યાઃ પહેલા વર્ષે જ થયું આટલું ઉત્પાદન

સૌરાષ્ટ્રમાં બટાકાની ખેતી કરવી પડકારજનક છે. ખેડૂતોનું માનવું છે કે બટાકા ડીસામાં જ પાકે, પરંતુ લેઈઝ-બાલાજી જેવી વેફરમાં વપરાતા ડીસાના પ્રચલિત બટાકાને ગોંડલના ખેડૂતે ઓર્ગેનિક ખેતીથી પકવ્યા છે. ગોંડલના સુલતાનપુર જેવા નાનાએવા ગામના ખેડૂત તુલસીભાઈ અરજણભાઇ ગોંડલિયાએ ખોટી પાડી છે. તુલસીભાઇ ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે પરંપરાગત કપાસ, મગફળી, એરંડા, ધાણા, […]

સાંભળીને કંપી જવાય તેવો બનાવ: 16 વર્ષની કિશોરીની બળાત્કાર બાદ હત્યા, આરોપીઓએ તેના પિતા અને ભત્રીજીની પણ હત્યા કરી નાખી

કઠણ કાળજાનો માણસ પણ કંપી ઉઠે તેવો બનાવ છત્તીસગઢ રાજ્ય (Chhattisgarh state)ના કોરબા જિલ્લા (Korba district)માં બન્યો છે. અહીં છ લોકોએ એક 16 વર્ષની કિશોરી પર બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. આ લોકોની હેવાનીયત આટલેથી અટકી ન હતી. બળાત્કાર બાદ નરાધમોએ કિશોરી અને તેના પરિવારના અન્ય બે સભ્યોને લાકડી અને પથ્થરો મારીને હત્યા કરી નાખી હતી. […]

‘સર, મારી બહેનનું પેપર છે અને ટ્રેન અઢી કલાક મોડી ચાલી રહી છે’: યુવકે ભાવુક ટ્વીટ કરતાં લેટ ચાલી રહેલી ટ્રેન ફૂલ સ્પીડમાં દોડી!

“સર, મારી બહેનને પેપર છે, પરંતુ જે ટ્રેનમાં તેનું રિઝર્વેશન છે તે અઢી કલાક મોડી ચાલી રહી છે. આથી તેનું પેપર છૂટી શકે છે.” મઉના એક યુવકે બુધવારે સવારે ભારતીય રેલવે (Indian Railway)ને આવું ભાવુક ટ્વીટ કર્યું હતું. પછી શું? થોડીવારમાં ટ્રેનની સ્પીડ (Train speed) વધી ગઈ હતી અને ટ્રેન ફટાફટ વારાણસી (Varanasi) પહોંચી ગઈ […]

સુરતમાં નિરાધારને સહાય મળે છે એમ કહી લાખ્ખો રૂપિયા પડાવનાર ચીટર મહિલા ઝડપાઈ

સુરત શહેરમાં ઠગાઈ-છેતરપિંડીના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. એક ઠગ મહિલાએ નિરાધારને સહાય મળે છે કહી વૃધ્ધ દંપતીના રૂા. 1.06 લાખ રૂપિયા પડાવી લીધા હતા. બનાવ સંદર્ભે દંપતીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પૈસા પડાવનાર મહિલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સગરામપુરાના નિસંતાન વૃધ્ધ દંપતીને નિરાધાર અને ગરીબ કુટુંબને સરકાર તરફથી […]