સુરતમાં નિરાધારને સહાય મળે છે એમ કહી લાખ્ખો રૂપિયા પડાવનાર ચીટર મહિલા ઝડપાઈ

સુરત શહેરમાં ઠગાઈ-છેતરપિંડીના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. એક ઠગ મહિલાએ નિરાધારને સહાય મળે છે કહી વૃધ્ધ દંપતીના રૂા. 1.06 લાખ રૂપિયા પડાવી લીધા હતા. બનાવ સંદર્ભે દંપતીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પૈસા પડાવનાર મહિલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સગરામપુરાના નિસંતાન વૃધ્ધ દંપતીને નિરાધાર અને ગરીબ કુટુંબને સરકાર તરફથી મળતી સહાય અપાવવાની લાલચ આપી દાગીના અને રોકડ મળી 1.06 લાખની મત્તા પડાવી લેનાર ઠગ મહિલાની અઠવાલાઇન્સ પોલીસે ધરપકડ કરી છે.

સગરામપુરા મોટી લાલવાડીમાં રહેતા નિસંતાન હસમુખ જમનાદાસ શર્મા (ઉ.વ. 75) અને તેમની પત્ની ભાનુમતીબેનને તમે નિરાધાર અને ગરીબ કુટુંબમાં આવો છો એટલે સરકાર તરફથી સહાય મળશે. ચાલો હું તમને સહાય અપાવું અને આજે છેલ્લો દિવસ છે કહી રીક્ષામાં ફોટા પડાવવા હસમુખભાઇને નવી સિવિલ હોસ્પિટલ લઇ ગઇ હતી. હોસ્પિટલ પહોંચ્યા બાદ આજે રવિવાર હોવાથી કામકાજ બંધ છે એમ કહી હસમુખભાઇને પગપાળા ઘરે મોકલી આપ્યા હતા.

બીજી તરફ હસમુખભાઇ ઘરે પહોંચે તે પહેલા ઠગ મહિલા પુનઃ તેમના ઘરે પહોંચી ગઇ હતી અને ભાનુમતીબેનને દાદા બહુ ગુસ્સો કરે છે, તમને પણ ફોટા પડાવવા બોલાવે છે એમ કહી રીક્ષામાં મજુરા ગેટ અને ત્યાંથી બીજી રીક્ષામાં સ્ટેશન લઇ ગઇ હતી. ચાલુ રીક્ષામાં મહિલાએ મંગળસુત્ર અને બંગડી મને આપી દો, તમારો ફોટો પડી જાય પછી આપી દઇશ એમ કહી લઇ લીધા હતા અને ત્યાર બાદ સ્ટેશન પર ઉતારીને મહિલા રફુચક્કર થઇ ગઇ હતી.

આ ઘટનામાં બે મહિના બાદ અઠવાલાઇન્સ પોલીસે સાઇદાબીબી ઉર્ફે સલમા ફિરોઝખાન પઠાણ (ઉ. વ. 35 રહે. દાગજીપુરા, ઠાકોરવાસ, તા. ઉમરેઠ, જિ. આણંદ) ની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. સાઇદાબીબીએ અન્ય વૃધ્ધ દંપતીને પણ નિશાન બનાવ્યાની આશંકા છે. જો કે હાલ પોલીસે સમગ્ર મામલે મહિલાની પૂછપરછ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો