Browsing category

સમાચાર

અમદાવાદની સરકારી કચેરીમાં પોલીસ જવાનને છીંક ખાવી ભારે પડી, સારા કામ માટે આવ્યા છીએ કહી પાંચ લોકોએ માર મારી નાક તોડી નાખ્યું

સામાન્ય રીતે મારામારીના કિસ્સામાં કોઈ એવી બાબત હોય છે જેમાં કોઈએ કોઈને હેરાન અથવા તેની સાથે બોલાચાલી થઈ હોય ત્યારે મારામારી સુધી વાત પહોંચે છે પરંતુ અમદાવાદના નરોડા વિસ્તારમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીને છીંક ખાવા મામલે પાંચ ભરવાડ શખ્સોએ માર માર્યો હતો. પોલીસકર્મીએ પોતાની ઓળખ આપી છતાં પણ બીજા માણસો બોલાવી તેને માર મારી ફેક્ચર […]

ઉત્તરાખંડમાં ભયાનક તબાહી પાછળનું રહસ્ય શું છે? ગ્લેશિયર કેમ અને કેવી રીતે તૂટે છે? જાણો

ઉત્તરાખંડ (Uttrakhand)થી ખૂબ જ ભયાનક સમાચાર આવી રહ્યા છે. શરૂઆતની માહિતી પ્રમાણે ચમોલીની પાસે ગ્લેશિયર (Glacier) તૂટતા ભારે હિમસ્ખલન (Avalanche) થયું છે. ભારે તબાહીના આશંકા વ્યકત કરાય રહી છે. ગ્લેશિયરનો બરફ ધૌલીગંગા નદી (Dhauliganga River)માં વહી રહ્યો છે અને આસપાસના વિસ્તારોમાં જાન-માલને ભારે નુકસાનનો ડર છે. રાજ્યમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવાયું છે અને રેસ્ક્યૂ […]

મુન્દ્રામાં પોલીસે ઢોર માર મારતા બીજા યુવકનું મોત નિપજતા લોકોમાં ભારે આક્રોશ, ઉકળતા ચરૂ જેવી સ્થિતિ

કચ્છના મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટડીયલ ડેથ મામલે બીજા યુવકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન હરજુગ ગઢવીનું સાવવાર દરમીયાન મોત થતા સમાજના ભારે આક્રોશ જોવા મળી રહયો છે. મુન્દ્રા તાલુકામાં સમધોધા સ્થિત ઘરફોડ ચોરી મુદ્દે શકાના આધારે ત્રણ ગઢવી યુવકોની ઉઠાવી લોકઅપમાં ઢોર માર મારતા અરજણ ગઢવી નામના યુવક કસ્ટડીમાં […]

અંજારની યુવતીએ નાસાની પ્રતિયોગિતામાં વૈશ્વિક કક્ષાએ પ્રથમ ક્રમાંકે આવી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું

ચરોતર વિધામંડળ (CHAROTAR vidhamandal) તથા આઈસ્ટાર કોલેજ (Istar College) દ્વારા વલ્લભ વિધાનગર (Vallabh Vidhanagar)માં નાસા સ્પેસ એપ્લિકેશન (NASA Space Application)ની પ્રતિયોગિતા ઓક્ટોબર-2020માં પ્રથમ વખત યોજાઈ હતી. અમેરિકાની નેશનલ એરોનોટિકલ એન્ડ સ્પેસ એડમિનિસન (U.S. National Aeronautical and Space Administration) (નાસા)ની આગેવાની હેઠળ આ પ્રતિયોગિતા કેનેડા, જાપાન, ફ્રાન્સ તથા યુરોપની સ્પેસ એજન્સી દ્વારા સંયુક્તપણે પ્રાયોજિત કરવામાં આવી […]

ઉત્તરાખંડમાં જળ પ્રલય! બધું જ તબાહ….ચમોલીમાં ગ્લેશિયર તૂટવાથી 170 લોકો મૃત્યુ પામ્યા હોવાની શક્યતા

ઉત્તરાખંડમાં રવિવારે સવારે આશરે 10:30 વાગે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રાજ્યના ચમોલીના તપોવનમાં ગ્લેશિયર તૂટી ઋષિગંગા નદીમાં પડી હતી. તેને લીધે પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી અને ધૌલીગંગા પર નિર્માણાધિન બંધ પણ પાણીમાં તણાઈ ગયો હતો. તપોવનમાં એક પ્રાઈવેટ પાવર કંપનીના ઋષિગંગા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ તથા સરકારી કંપની NTPCના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું હતું. […]

બનાસકાંઠામાં ભેજાબાજ ટોળકીએ 1600 વર્ષ જૂની એન્ટિક ચેરમાં સોનીને રોકાણ કરાવી દોઢ કરોડની છેતરપિંડી આચરી

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે આ કહેવતને સાર્થક કરતી ઘટના બનાસકાંઠામાં (Banaskantha) ધાનેરા તાલુકાના નાનામેડા ગામે બની છે. બનાસકાંઠામાં એક જ્વેલર્સ માલિક સાથે તેના મિત્ર સહિત ભેજાબાજ ટોળકીએ એન્ટિક ચેરમાં (Antique chair) પૈસાનું રોકાણ કરવાના બહાને દોઢ કરોડની છેતરપિંડી (fraud) આચરી છે. છેતરપીંડી આચરનાર ચાર શખ્સો સામે ગુનો નોંધી ધાનેરા પોલીસે (Dhanera police) […]

રાજકોટમાં પરિણીતાની આપવીતી: ‘પતિએ દારૂ ઢીંચી પેટમાં ચાર પાટા ઝીંકી લાફાવાળી કરી અને…’

રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં વધુ એક પરિણીતાએ પોતાના પતિ તેમજ સાસુ સસરા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે લગ્નના દસ દિવસ બાદ જ મારા સસરાએ કહ્યું હતું કે તારો બાપ ભિખારી છે. જ્યારે કે મારા પતિએ મારા પેટમાં પાટા મારી મોઢા પર લાફા પણ ઝીંક્યા હતા. રાજકોટ શહેરના મહિલા […]

રાજકોટમાં અધધધ… 1 કરોડથી વધુની રકમનું ફુલેકુ ફેરવી યુવક ભોભિતર, લેણદારોને ભર ઠંડીમાં ગરમી ચડી ગઈ!

ગોંડલ શહેર પંથકમાં બે-પાંચ કરોડનું ફુલેકુ ફેરવવું આમવાત થઈ ગઈ હોય તેમ ભોજરાજપરાનો યુવાન ક્રિકેટના સટ્ટામાં કરોડો રૂપિયા ગુમાવી ગામ મૂકી પલાયન થઈ ગયાની ચર્ચા હજુ સમી નથી ત્યાં મોબાઈલ સોંપ ધરાવતો યુવાન કરોડથી વધારેની રકમનું ફુલેકુ ફેરવી નો-દો-ગ્યારા થઈ જતા લેણદારોને ઠંડીમાં ગરમી ચડી જવા પામી છે. ગોંડલના પંચવટી સોસાયટીમાં રહેતા અને કડિયા લાઈન […]

કુદરતની અદાલતે તત્કાલીન આપી સજા! પત્નીની હત્યા કર્યા બાદ ફરાર થયેલા પતિનું માર્ગ અકસ્માતમાં થયું મોત

પત્નીની હત્યા કર્યા બાદ ભાગી ગયેલા પતિની પોલીસ ધરપકડ કરે અને કોર્ટ કાર્યવાહી કરે તે પહેલા જ કુદરતની અદાલતે તત્કાલીન મામલો ખતમ કરી દીધો છે. ગુરુવારે આ યુવકે રાત્રે ત્રણ વાગ્યે પત્નીની હત્યા કર્યા બાદ નાસતો ફરતો હતો, ત્યારે રસ્તામાં તેની કારનો એક ટ્રોલી સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો, અને તેનું ઘટના સ્થળે જ મોત […]

‘આટલા ટાઈમથી તૈયારી કરું છું, ફેઈલ થઈશ તો બધાને શું મોઢું બતાવીશ’, સિવિલ સર્વિસીસની પરીક્ષામાં નાપાસ થવાના ડરથી સુરતમાં યુવકનો આપઘાત..

સિવિલ સર્વિસીસની પરીક્ષામાં નાપાસ થવાના ડરથી મોટા વરાછા નિવાસી ભાવનગરના હીરા વેપારીના પુત્રએ ગુરુવારે સાંજે ઘરમાં ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. સિવિલ સર્વિસીસની પરીક્ષાનો પ્રથમ રાઉન્ડ પાસ થયા બાદ કોરોનાને લઈ બીજા રાઉન્ડમાં વિલંબ થઈ રહ્યો હોય હતાશ થયેલા યુવકે ‘આટલા ટાઈમથી તૈયારી કરૂં છું, ફેઈલ થઈશ તો બધાને શું મોઢું બતાવીશ’ એવી સ્યુસાઈટ […]