ઉત્તરાખંડમાં ભયાનક તબાહી પાછળનું રહસ્ય શું છે? ગ્લેશિયર કેમ અને કેવી રીતે તૂટે છે? જાણો

ઉત્તરાખંડ (Uttrakhand)થી ખૂબ જ ભયાનક સમાચાર આવી રહ્યા છે. શરૂઆતની માહિતી પ્રમાણે ચમોલીની પાસે ગ્લેશિયર (Glacier) તૂટતા ભારે હિમસ્ખલન (Avalanche) થયું છે. ભારે તબાહીના આશંકા વ્યકત કરાય રહી છે. ગ્લેશિયરનો બરફ ધૌલીગંગા નદી (Dhauliganga River)માં વહી રહ્યો છે અને આસપાસના વિસ્તારોમાં જાન-માલને ભારે નુકસાનનો ડર છે. રાજ્યમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવાયું છે અને રેસ્ક્યૂ ટીમ્સને સ્થળ પર મોકલી દેવાઇ છે. ઋષિગંગા પાવર પ્રોજેક્ટ (Rushi Ganga Project)ને પણ નુકસાનના સમાચાર છે. અલકનંદા નદી (Alaknanda River)ના કિનારે રહેનારાઓને તરત સુરક્ષિત જગ્યાએ ખસેડવાનો નિર્દેશ કરાયો છે. સાવચેતીના ભાગરૂપે ભગીરથી નદીનું પાણી રોકી દેવાયું છે. શ્રીનગર ડેમ અને ઋષિકેશ ડેમને ખાલી કરી દેવાયો છે.

ગ્લેશિયર કેવી રીતે તૂટે છે?

ગ્લેશિયર વર્ષો સુધી મોટી માત્રામાં બરફ એક જગ્યાએ જમા થવાથી બને છે. તે બે પ્રકારનાં હોય છે- અલ્પાઇન ગ્લેશિયર્સ અને બરફની ચાદરો. પર્વતોનું ગ્લેશિયર અલ્પાઇન કેટેગરીમાં આવે છે. પર્વતો પર ગ્લેશિયર તૂટવાના કેટલાંય કારણો હોઈ શકે છે. એક તો ગુરુત્વાકર્ષણના લીધે અને બીજું ગ્લેશિયરની બાજુઓ પર વધતા તણાવના લીધે છે. ગ્લોબલ વૉર્મિંગના લીધે બરફ પીગળવાથી પણ ગ્લેશિયરનો એક હિસ્સો તૂટીવાથી અલગ થઇ શકે છે. જ્યારે ગ્લેશિયરમાંથી બરફનો કોઇ ટુકડો અલગ પડે છે ત્યારે તેને કલ્વિંગ કહેવામાં આવે છે.

ગ્લેશિયરનું પૂર કેવી રીતે આવે છે?

હિમનદી ફાટવા અથવા તૂટી જવાને કારણે પૂરના પરિણામો ખૂબ ભયંકર હોઈ શકે છે. આવું સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે ગ્લેશિયરની અંદર ડ્રેનેજ બ્લોક હોય છે. પાણી તેનો રસ્તો શોધી કાઢે છે અને જ્યારે તે ગ્લેશિયરની વચ્ચેથી પસાર થાય છે ત્યારે બરફ પીગળવાનો દર વધી જાય છે. આથી તેનો રસ્તો મોટો થતો જાય છે અને બરફ પણ ઓગળીને વહેવા લાગે છે. એનસાયક્લોપીડિયા બ્રિટાનિકા અનુસાર તેને આઉટબર્સ્ટ પૂર (Outburst flood) કહેવામાં આવે છે. આ સામાન્ય રીતે પહાડી વિસ્તારોમાં આવે છે. કેટલાક ગ્લેશિયર દર વર્ષે તૂટે છે તો કેટલાક બે કે ત્રણ વર્ષના અંતરાલે. કયું ગ્લેશિયર કયારે તૂટે છે તેનો અંદાજો લગાવવો અશકય હોય છે.

ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાના લીધે કીર્તિ નગર, દેવપ્રયાગ, મુનિ કી રેતી વિસ્તારના લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતના જણાવ્યા અનુસાર, “અમને અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર બે પુલ તણાયાના અહેવાલ છે.” તેમણે કહ્યું કે, જાનહાનિ થયાની સંભાવના પણ છે, પરંતુ હાલની સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. SDRF અને જિલ્લા વહીવટી તંત્રની ટીમોને વહેલી તકે સ્થળ પર પહોંચવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો