અંજારની યુવતીએ નાસાની પ્રતિયોગિતામાં વૈશ્વિક કક્ષાએ પ્રથમ ક્રમાંકે આવી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું

ચરોતર વિધામંડળ (CHAROTAR vidhamandal) તથા આઈસ્ટાર કોલેજ (Istar College) દ્વારા વલ્લભ વિધાનગર (Vallabh Vidhanagar)માં નાસા સ્પેસ એપ્લિકેશન (NASA Space Application)ની પ્રતિયોગિતા ઓક્ટોબર-2020માં પ્રથમ વખત યોજાઈ હતી. અમેરિકાની નેશનલ એરોનોટિકલ એન્ડ સ્પેસ એડમિનિસન (U.S. National Aeronautical and Space Administration) (નાસા)ની આગેવાની હેઠળ આ પ્રતિયોગિતા કેનેડા, જાપાન, ફ્રાન્સ તથા યુરોપની સ્પેસ એજન્સી દ્વારા સંયુક્તપણે પ્રાયોજિત કરવામાં આવી હતી. ભારત તથા વિશ્વભરમાંથી 26000થી વધારે વ્યક્તિઓએ ભાગ લીધો હતો, જેમાં અંજાર (Anjar)ની ચાન્સી રિતેષ શાહ (Chance Riteish Shah) અને તેની ટીમે રજૂ કરેલી મોબાઈલ એપ (Mobile app)ના સંશોધનનો પ્રથમ નંબર આવતાં કચ્છ (Kutch) તથા ગુજરાત (Gujarat)નું ગૌરવ વધ્યું છે. નાસા દ્વારા 12 માર્ચના તેનું ઓનલાઈન સન્માન કરાશે.

વલ્લભ વિધાનગર ખાતે અભ્યાસ કરતી અંજારના જૈન સમાજની છાત્રા એન્જિનિયર ચાન્સીની આગેવાની હેઠળની ટીમે વરસાદી પૂરથી રાષ્ટ્રીય સંપત્તિ બચાવા તથા અસરકારક પગલાં ભરવા ઉપયોગી સેટેલાઈટ ઈમેજ તથા મોબાઈલ આધારિત ઉપયોગી એપ બનાવી હતી જે કેન્દ્ર, રાજ્ય સરકારની સાથે સાથે વિવિધ એજન્સીઓ માટે ભવિષ્યમાં ખુબ જ ઉપયોગી નીવડે તેવી સંભાવના દર્શાવાઈ હતી.

આ સંશોધનને ભારતમાં પ્રથમ ક્રમાંક સાથે ડિસેમ્બર 2020માં વિશ્વ કક્ષાએ નામાંકિત કરવામાં આવી હતી. આ સંશોધનને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નાસાના વિજ્ઞાનીઓએ મૂલ્યાંકન કર્યા બાદ 28 જાન્યુઆરી, 2021ના સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમાંક આપવામાં આવેલ છે. કોરોનાની હાલની પરિસ્થિતિને લઈને નાસા દ્વારા 12 માર્ચ, 2021ના ઓનલાઈન સન્માનિત કરવામાં આવશે.


હાલમાં અમદાવાદના ઈસરોના પ્રકલ્પમાં સંશોધન ચાલુ

લોકડાઉનનો પણ સદ્દઉપયોગ કરી ઓનલાઈન વિવિધ વિષયોમાં ભાગ લઈ 170+ સર્ટિફિકેટ મેળવ્યાં છે. ચાન્સીને પૂછતાં જણાવ્યું હતું કે, તે સફળતાનો શ્રેય તેમના માતા-પિતા, પરિવારજનોને આપે છે તેમજ શૈક્ષણિક સંસ્થાઓ અને પ્રોફેસરોના ઉત્સાહનો આભાર માન્યો હતો. ભવિષ્યમાં પણ ટેકનોલોજી આધારિત

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો