સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એક નિષ્ણાત સમિતિએ વૃક્ષોનાં મૂલ્યાંકન સંબંધિત રિપોર્ટ રજૂ કર્યો છે. આ સમિતિના તારણ પ્રમાણે, એક વૃક્ષનું એક વર્ષનું આર્થિક મૂલ્ય રૂ. 74,500 હોઈ શકે છે, એટલે કે વૃક્ષની ઉંમરમાં દર વર્ષે રૂ. 74,500નો ગુણાકાર કરીને એનું મૂલ્ય નક્કી કરવું જોઈએ. દેશમાં પહેલીવાર વૃક્ષોનું આર્થિક મૂલ્યાંકન કરાયું છે. વડોદરા પાસે ભાયલી અને પાદરાથી 6 કિમીના અંતરે આવેલા ગણપતપુરા ગામે ગુજરાતનું સંભવત: સૌથી મોટું આફ્રિકન બાઓબાબનું 950 વર્ષ જૂનું વૃક્ષ છે. આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ એન્ડેસોનિયા ડીજીટાટા છે. આ વૃક્ષની કિંમત આશરે 10 કરોડથી વધારે છે.
આ સમિતિના અહેવાલમાં કહેવાયું છે કે 100 વર્ષ જૂના એક હેરિટેજ વૃક્ષની કિંમત રૂ. એક કરોડથી વધુ હોઈ શકે છે. ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની અધ્યક્ષતા ધરાવતી ખંડપીઠે જાન્યુઆરી 2020માં આ સમિતિના સભ્યોને વૃક્ષોનું આર્થિક મૂલ્ય નક્કી કરવાનું કહ્યું હતું. આ કિંમત વૃક્ષો દ્વારા અપાતા ઓક્સિજનની કિંમત અને અન્ય લાભ પર આધારિત હોઈ શકે.
આ ખંડપીઠમાં ચીફ જસ્ટિસ સાથે જસ્ટિસ એ.એસ. બોપન્ના અને વી. રામસુબ્રહ્મણ્યમ પણ સામેલ હતા. તેમણે ફક્ત વૃક્ષોનાં લાકડાંના આધારે જ નહીં, પરંતુ પર્યાવરણમાં વૃક્ષોના સકારાત્મક પ્રભાવને ધ્યાનમાં રાખીને એનું મૂલ્યાંકન કર્યું છે.
એક વર્ષની વૃક્ષની કિંમતનું ગણિત
પશ્ચિમ બંગાળ રેલવેએ ઓવરબ્રિજ બનાવવા માટે હેરિટેજ વૃક્ષ સહિત 356 વૃક્ષ કાપવાની મંજૂરી માગી હતી. આ મુદ્દે સમિતિએ કહ્યું હતું કે આ વૃક્ષોની કિંમત રૂ. 2.2 અબજ છે, જે આ પ્રોજેક્ટના મૂલ્યથી પણ વધુ છે.
- વૃક્ષની ઉંમરમાં દર વર્ષે રૂ. 74,500નો ગુણાકાર કરીને એનું મૂલ્ય નક્કી કરવું જોઈએ.
- 100 વર્ષ જૂના હેરિટેજ વૃક્ષનું મૂલ્ય એક કરોડ રૂપિયાથી વધારે, વૃક્ષ જેટલું જૂનું એટલું જ એનું મૂલ્ય વધતું જાય છે
- ઓક્સિજન: રૂ. 45,000
- ખાતરની કિંમત: રૂ. 20,000
- લાકડાંની કિંમત: રૂ. 10,000
- કુલ કિંમત: રૂ. 74,500
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..