Browsing category

સમાચાર

જામનગરમાં સબંધોના ખૂનનો ચકચારી કિસ્સો સામે આવ્યો: દીકરીને મળવા આવેલા પિતાની જમાઈએ હત્યા કરી નાખી

જામનગર શહેર (Jamnagar Citi)માં સબંધોના ખૂનનો એક ચકચારજનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં જામનગર શહેરના તળાવની પાળ નજીક શ્રીનાથજી એપાર્ટમેન્ટ (Srinathji Apartment)ના પાર્કિગ (Parking)માં જમાઈ (Son-in-law)એ ઈંટોના ઘા ઝીંકીને સસરા (Father-in-law)ની હત્યા નિપજાવ્યાની ઘટના સામે આવી છે. અમદાવાદ (Ahmedabad)માં પુત્રના મકાનના વાસ્તુ પ્રસંગનું આમંત્રણ આપવા કાલાવડ (Kalavad)થી દીકરી (Daughter)ના ઘરે આવેલા RSS સાથે સંકળાયેલા વિજયભાઈ […]

મુંબઈમાં વીજળી કંપનીની ઘોર બેદરકારી: 80 વર્ષીય વૃદ્ધને 80 કરોડનું બિલ મોકલ્યું; કરોડોનું બિલ જોતાં જ આઘાત લાગ્યો, વૃદ્ધને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા

મુંબઈના વસઇ વિસ્તારમાં રહેતા એક 80 વર્ષીય વૃદ્ધને વીજળી ખાતાએ 80 કરોડ રૂપિયાનું બિલ મોકલ્યું છે. ખાસ વાત તે છે કે આ બિલ માત્ર બે મહીનાનું જ છે. કરોડોનું વીજળી બિલને જોતાજ વૃદ્ધનું બ્લડપ્રેસર વધી ગયું હતું અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. મુંબઈના વસઇમાં રહેતા ગણપત નાઇકની તબિયત ખરાબ થયા બાદ તેમનો પરિવાર […]

8મું પાસ પ્યૂનની 13 જગ્યા માટે પહોંચ્યા 27 હજાર નવયુવાનો; મોટા ભાગના BTech, MTech પાસ, યુવકોએ કલાકો સુધી લાઇનમાં બેસીને ઇન્ટરવ્યુ આપ્યા

ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર સહિત ઘણાં મોટાં રાજ્યોમાં યુવાનો ઘણી મોટી ડીગ્રી લે તો પણ કોઈ યોગ્ય નોકરી મેળવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડતો હોય છે. આ જ સ્થિતિ હરિયાણાના નવયુવાનોની પણ છે. અહીં ઉચ્ચ ડીગ્રી મેળવ્યા પછી પણ યુવકોએ નાની નોકરી મેળવવા માટે અરજી કરવી પડે છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં 8 […]

અમદાવાદમાં રિલેશનશિપમાં બોયફ્રેન્ડને આપેલા પૈસા પાછા માંગવા યુવતીને ભારે પડ્યા, સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતાં સામે આવી હકીકત

અમદાવાદ શહેરમાં રહેતી એક યુવતી એક યુવક સાથે ટ્યૂશનમાં જતી હતી. બાદમાં બંને એકબીજા સાથે રિલેશનશિપમાં બંધાયા હતા. પણ બંને વચ્ચે ઝગડા થતા બંને અલગ પડ્યા હતા. રિલેશનશિપમાં યુવકે આ યુવતી સાથે પૈસા લીધા હતા જે ટુકડે ટુકડે ચૂકવવાનો વાયદો કર્યો હતો. જોકે આ યુવતીએ યુવકના ઘરે આ વાત જણાવી દીધી હતી. જેથી યુવકના પરિવારે […]

બનાસકાંઠામાં પારિવારિક ઝગડો બન્યો લોહીયાળ, દિયરે સગી ભાભીની ધારીયા ઝીંકી હત્યા કરી નાખી

કાણોદર હાઇવે પાસે દિયરે પારિવારિક ઝઘડામાં સગી ભાભીની ધારિયાના ઘા ઝીંકી હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે બનાવને પગલી પોલીસે તાત્કાલિક હત્યારા દીયરની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર તાલુકાના કાણોદર હાઇવે પાસે સગા દિયરે ભાભીની હત્યા કરી દીધી હોવાની ઘટના બની છે. સમગ્ર હત્યા કેસની વિગત જોઈએ તો, કાણોદર ખાતે […]

ચૂંટણી પૂરી થતાં જ પોલીસે રંગ બદલ્યો, માસ્કના દંડ વસૂલી શરૂ કરતાં પ્રજામાં પોલીસ અને તંત્રની રાત ગઈ બાત ગઈ જેવા સ્વાર્થી વલણની ચર્ચા શરૂ

ચૂંટણી પુરી થતાં જ પોલીસે રંગ બદલી માસ્કના દંડના ઉઘરાણા કરી તિજોરી ભરવાનો કાર્યક્રમ શરૂ કરતાં પ્રજામાં પોલીસ અને તંત્રની રાત ગઈ બાત ગઈ જેવા સ્વાર્થી વલણની ચર્ચા શરૂ થઈ છે. અમદાવાદ શહેરમાં પોલીસના માસ્કના દંડના ઉઘરાણાથી પરેશાન જનતાને કોર્પોરેશનની ચૂંટણી જાહેર થતાં દંડમાં રાહત મળવાની શરૂ થઈ હતી. ચૂંટણીના મતદાનના દિવસે તો પોલીસે માસ્કનો દંડ નહીવત […]

વડતાલ મંદિરમાં રહેતા આધારસ્વરૂપ સ્વામી પરિણીતાને લઈ જતા રહ્યા હોવાની અરજી કરાઈ; યુવતીના પતિએ કહ્યું- મારી પત્નીને ઉઠાવી ગયા

વડતાલ મંદિરમાં રહેતા સ્વામી આધારસ્વરૂપ ગામની જ એક પરિણીતાને લઇ જતા રહ્યા હોવાની અરજી કરવામાં આવી છે. જોકે આધારસ્વરૂપ બાબતે મંદિર પણ અજાણ છે, કારણ કે તેઓ કોઈને કશું કહ્યા સિવાય જતા રહ્યા હતા. આ અંગે મંદિરના સત્તાવાળાઓ દ્વારા 15મીના રોજ જાણ કરવામાં આવી હતી. વડતાલમાં સ્વામિનારાયણ મંદિરના પાછળના ભાગમાં રહેતી પરિણીતા 8મી ફેબ્રુઆરીના રોજ […]

‘સુરતમાં ‘આપ’ ઘૂસી ગયુ છે, સોનાની થાળીમાં ખીલો લાગ્યો છે જે પીડાદાયક છે પણ એનોય રસ્તો કાઢીશું’

રાજ્યની 6 મહાનગર પાલિકામાં તમામ મહાનગર પાલિકામાં ભાજપની જીત થઈ ગઈ છે. 6 મહાનગરપાલિકાની 576 બેઠકોમાંથી 489 બેઠકો સાથે ભાજપે ગત ચૂંટણીનો રેકોર્ટ તોડી નાખ્યો છે. 2015ની ચૂંટણીમાં ભાજપે 389 પર જીત મેળવી હતી, કોંગ્રેસને 46, આપને 27, AIMIMને 7 અને અન્યને 5 બેઠકો પર આગળ છે. ફરી એકવાર ગુજરાતમાં આજે ભાજપ માટે દિવાળીનો માહોલ […]

સુરતમાં 22 વર્ષીય પાયલ પટેલે મનપાની ચૂંટણીમાં જીત મેળવી સૌને ચોંકાવી દીધા, આમ આદમી પાર્ટી હવે ભાજપને પડકારશે

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. કોંગ્રેસને અહીં જાકારો મળતા એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં થયેલી મતગણતરીમાં કોંગ્રેસનો સફાયો થયો હતો. કોંગ્રેસ અને આપની લડાઈનો ફાયદો ભાજપને જરૂર થયો પરંતુ આપનું ઝાડુ ભાજપ પર ફરવાની જગ્યાએ કોંગ્રેસનો સફાયો કરવામાં સફળ રહ્યું છે. ભાજપને 93 બેઠક પર અને આપને 27 બેઠક જીતવામાં સફળતા મળી છે. […]

સુરતમાં વીડિયો બનાવવા મામલે તકરાર થતાં ફેશન ડિઝાઇનર યુવતીએ પોલીસ મથકને બાનમાં લીધું, ટીંગાટોળી કરી લઈ જવી પડી!

સુરતમાં વીડિયો બનાવવા જેવી નજીવી બાબતમાં તકરાર થતા એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફેશન ડિઝાઇનર યુવતીને એક મહિલા સાથે વીડિયો બનાવવા બાબતે માથાકુટ થતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. જોકે, ફેશન ડિઝાઇનર યુવતીને આ મામલે ઉમરા પોલીસ મથકમાં લઈ જવાતા તેણે શાંતિથી વર્તવાના બદલે પોલીસ મથક માથે લીધું હતું. યુવાનોમાં આજકાલ સોશિયલ મીડિયામાં વીડિયો […]