ચૂંટણી પૂરી થતાં જ પોલીસે રંગ બદલ્યો, માસ્કના દંડ વસૂલી શરૂ કરતાં પ્રજામાં પોલીસ અને તંત્રની રાત ગઈ બાત ગઈ જેવા સ્વાર્થી વલણની ચર્ચા શરૂ

ચૂંટણી પુરી થતાં જ પોલીસે રંગ બદલી માસ્કના દંડના ઉઘરાણા કરી તિજોરી ભરવાનો કાર્યક્રમ શરૂ કરતાં પ્રજામાં પોલીસ અને તંત્રની રાત ગઈ બાત ગઈ જેવા સ્વાર્થી વલણની ચર્ચા શરૂ થઈ છે. અમદાવાદ શહેરમાં પોલીસના માસ્કના દંડના ઉઘરાણાથી પરેશાન જનતાને કોર્પોરેશનની ચૂંટણી જાહેર થતાં દંડમાં રાહત મળવાની શરૂ થઈ હતી. ચૂંટણીના મતદાનના દિવસે તો પોલીસે માસ્કનો દંડ નહીવત જેવો ઉઘરાવ્યો હતો. સોલા ભાગવત અને ઝુંડાલ પાસેના માસ્કના દંડ વસુલતા પોલીસના ચેક પોઈંટ  મતદાનના દિવસે બંધ કરી દેવાયા હતા. જો કે, જેવી ચૂંટણી પતી  કે તરત જ પોલીસે માસ્કના દંડના ઉઘરાણા શરૂ કરી દીધા છે.

માસ્કના દંડના પગલે અમદાવાદ શહેરમાં ઠેર ઠેર માસ્કના દંડ  ઉઘરાવતી પોલીસ અને શહેરીજનો વચ્ચે અવારનવાર તકરાર થયાના  બનાવો બન્યા હતા. લોકો રૂ.૧ હજારના માસ્કના દંડ ભરવાની  નોબત આવે ત્યારે પોલીસ પર હુમલો કરતા ખચકાતા ન હતા. તંત્રએ આ મામલે વચગાળાનો કોઈ રસ્તો કાઢવાની જગ્યાએ  પોતાની નિતી પર અડગ મન બનાવી રાખ્યું હતું. જો કે, જેવી કોર્પોરેશનની ચૂંટણીની જાહેરાત થઈ કે માસ્કનો દંડ ઉઘરાવતી પોલીસને સાપ સૂંધી ગયો હોય તેમ દંડની કાર્યવાહી ઓછી  થવા લાગી હતી. કોર્પોરેશનની ચૂંટણીના મતદાનના દિવસે તો  પોલીસે માસ્કના દંડ ઉઘરાવતાં કેટલાક પોઈંટ પણ બંધ કરી દીધા  હતા. માસ્ક વગર રાજકારણી, રાજકીય પાર્ટીના કાર્યકરો અને લોકો ખુલ્લે આમ ફરવા લાગ્યા હતા. મતદાનના દિવસે તો પોલીસે ઉઘરાવેલા માસ્કના દંડનો આંકડો ચોપડે નહીવત જેવો હતો. મતદાનના દિવસે પોલીસે માસ્ક ન પહેરવા અને જાહેરમાં થૂંકવા અંગેના માત્ર ચાર વ્યક્તીઓને દંડ કર્યા હતા. આવી જ સ્થિતી એમવી એક્ટ મુજબના ગુનાઓમાં દંડની કાર્યવાહીમાં થઈ હતી.

કોર્પોરેશન ચૂંટણીનું મતદાન પુરૂ થતાં જ પોલીસે રંગ બદલી માસ્કના દંડના ઉઘરાણા શરૂ કરી દીધા હતા. સોલા ભાગવત અને ઝૂંડાલ પાસેના માસ્કના દંડ ઉઘરાવતાં પોઈંટો અચાનક શરૂ થઈ ગયા હતા. આમ, ચૂંટણીના સમય દરમિયાન કોઈ વિવાદ ના થાય અને પ્રજામાં તેના પડધા ના પડે તે માટે માસ્કના દંડમાં રાહત આપવામાં આવ્યાની ચર્ચા શરૂ થઈ હતી. જેવી ચૂંટણી પતી એટલે કાચીંડાની જેમ પોલીસ અને તંત્રએ રંગ બદલી દંડના ઉઘરાણા કરી તિજોરી ભરવાનું શરૂ કરતા પ્રજાજનોમાં નારાજગી સાથે ચર્ચા શરૂ થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો