વડતાલ મંદિરમાં રહેતા આધારસ્વરૂપ સ્વામી પરિણીતાને લઈ જતા રહ્યા હોવાની અરજી કરાઈ; યુવતીના પતિએ કહ્યું- મારી પત્નીને ઉઠાવી ગયા

વડતાલ મંદિરમાં રહેતા સ્વામી આધારસ્વરૂપ ગામની જ એક પરિણીતાને લઇ જતા રહ્યા હોવાની અરજી કરવામાં આવી છે. જોકે આધારસ્વરૂપ બાબતે મંદિર પણ અજાણ છે, કારણ કે તેઓ કોઈને કશું કહ્યા સિવાય જતા રહ્યા હતા. આ અંગે મંદિરના સત્તાવાળાઓ દ્વારા 15મીના રોજ જાણ કરવામાં આવી હતી. વડતાલમાં સ્વામિનારાયણ મંદિરના પાછળના ભાગમાં રહેતી પરિણીતા 8મી ફેબ્રુઆરીના રોજ ગુમ થઇ ગઈ હતી.

મહિલાના પતિએ સ્વામી પર આક્ષેપ કર્યાં

આ અંગે તેના પતિએ ચકલાસી પોલીસ મથકે પરિણીતા ગુમ હોવાની ફરિયાદ આપતાં પોલીસે ગુમ થયાની જાણવાજોગ નોંધ લીધી હતી. દરમિયાન પરિણીતાના પતિએ પત્ની ગુમ થવા બાબતે જિલ્લા પોલીસવડાને અરજી કરી સ્વામી આધારસ્વરૂપ પર આક્ષેપ કર્યો હતો અને તેઓ પત્નીને ઉઠાવી ગયાની રજૂઆત કરી હતી. આ અરજીની હજુ સત્તાવાર તપાસ શરૂ થઈ નથી. આમ છતાં ચકલાસી પોલીસને 15મી ફેબ્રુઆરીના રોજ મંદિરના સત્તાવાળાઓ દ્વારા સ્વામી આધારસ્વરૂપ કોઈને કશું કહ્યા વગર નીકળી ગયા હોવાની જાણ કરવામાં આવી હતી.

પોલીસે હાલ આ મામલે તપાસ શરૂ કરી

હાલ પોલીસે બન્નેની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વડતાલ મંદિરમાં ચૂંટણી ટાણે જ સ્વામી ગુમ થયાની સાથે પરિણીતાને લઇ ગયા હોવાના આક્ષેપ સાથેની અરજીને કારણે હરિભકતોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. જોકે પોલીસ હાલમાં આ સંદર્ભે તપાસ હાથ ધરી રહી છે, જેમાં શું બહાર આવે છે એની પર સૌની મીટ મંડાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો