Browsing category

સમાચાર

સુરતમાં ‘આપ’ના નવા કોર્પોરેટરે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરતી ગાડીને રોકી તેના અધિકારીને ખખડાવ્યા, દુકાનનો કચરો લેવા પૈસા પડાવતા હોવાની રાવ

આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો હવે સુરત મહાનગરપાલિકામાં પ્રજાનો અવાજ ઉઠાવશે. જેની શરૂઆત કાલે સવારે કાપોદ્રા વિસ્તારમાં જોવા મળી હતી. વોર્ડ નંબર 4ના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયાએ તેમના વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરતી ગાડીને રોકી અને તેની સાથેના અધિકારીને રીતસરના ખખડાવી દીધા હતા. આપના કોર્પોરેટર ધર્મેન્દ્ર કાલે સવારે તેમના મત વિસ્તારમાં પ્રજાના […]

અમદાવાદમાં આપઘાતની રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના! રીવરફ્રન્ટ પર કૂદતાં પહેલા માતા-પિતાને ફોનમાં કહ્યું, અબ બહુત હો ગયા નહીં જીના, બચ ગઈ તો લે જાના, મર ગઈ તો દફન કર દેના

પતિ-પત્નીના સંબંધોમાં એવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં પત્ની પતિ વચ્ચે ગંભીર ઝઘડાઓ થાય છે પરંતુ આ ઝઘડાઓમાં ક્યારેક એવી સ્થિતિ આવે છે કે વ્યક્તિ પોતાનો જીવ આપવા મજબૂર થઈ જાય છે, જીવ આપતા પહેલાં એ ત્યાં સુધી કહે છે કે કુદરત હવે મને માણસોનું મોઢું નથી જોવું. બસ આવી જ એક પરિણીતાએ […]

સુરતમાં રોમિયોનો આતંક! બે બહેનોની જાહેરમાં છેડતી કરી, ગાળાગાળી કરી તેના કપડા ફાડવાની પણ કોશિષ કરી

સુરત શહેરમાં (Surat) સતત મહિલાઓની છેડતીની (Eve Teasing) ઘટના સામે આવે છે ત્યારે વરાછા વિસ્તારમાં બે બહેનોની જાહેરમાં છેડતી કરાઈ હતી. બંને બહેનોએ વિરોધ કરતા બદમાશે એક બહેનને ચંપલથી માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી પણ આપી હતી જોકે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ગુનો નોંધી રોડ રોમિયોની (Romeo arrested) ધરપકડ કરી હતી. […]

સુરતમાં યુવકે તાપીમાં કૂદીને કર્યો આપઘાત, રાહદારીના મોબાઇલમાં મોતની છલાંગનો વિડિઓ થયો કેદ

સુરત શહેરને અડીને આવેલા (Surat) આવેલી તાપી નદી (Tapi) પરના બ્રિજ જાણે કે સુસાઇડ પોઇન્ટ (Suicide) બની ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તાપની નદીના જુદા જુદા બ્રિજ પરથી છાશવારે જિંદગીથી હારેલા લોકો આપઘાત કરી અને જિંદગી ટૂંકાવી લેતા હોય છે. જોકે, આ આપઘાતની અનેક ઘટનાઓ જાગૃત વાહનચાલકોના કારણે અટકાવી શકાઈ છે પરંતુ કેટલીક ઘટનામાં […]

‘હું અર્ધનારીશ્વર છું, તારા તમામ દુઃખ દૂર કરી દઈશ’, યુવતીનું ત્રણ વર્ષ સુધી કર્યું શારીરિક શોષણ, પીડિતાએ જણાવી પાખંડી બાબાની કાળી કરતૂતોની કહાણી

‘તે અર્ધનારીશ્વર રૂપ ધારણ કરે છે, દુઃખ દૂર કરવાના આશીર્વાદ આપે છે. યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવે છે અને પછી તેમનું શારીરિક શોષણ કરે છે.’ પીડિતાએ જ્યારે પોલીસ (Police)ને પોતાની આપવીતી જણાવી તો તેઓ પણ હેરાન રહી ગયા. કાયદાકીય પ્રક્રિયા (Legal Process) અને પીડિતાની ફરિયાદ (Complaint) બાદ આરોપી બાબાની વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરવામાં આવી […]

અમદાવાદમાં હનીટ્રેપનો કિસ્સો આવ્યો સામે: ‘હું એકલી છું ઘરે આવ’, યુવતીએ પતિ સાથે મળી 8 વર્ષ જુના મિત્રને ફસાવી રૂપિયા પડાવ્યા

વેજલપુર વિસ્તારમાં હનીટ્રેપનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં વેજલપુર વિસ્તારમાં રહેતા 27 વર્ષીય યુવકને મહિલાએ ઘરે બોલાવી તેના પતિએ યુવકને માર મારી તેનું અપહરણ કરી પૈસા લઈ છોડી દીધા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં મહિલા સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ ધરી છે. વેજલપુરમાં […]

અમદાવાદમાં સાયબર ક્રાઇમનો કિસ્સો આવ્યો સામે: ફેસબુકમાં સગીરાનો ફોટો મુકી લખ્યું – ‘rate 2500 call me’, બદનામ કરનાર નીકળી પિતાની મહિલા ફ્રેન્ડ

છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઇમ (Cyber Crime)ને લગતા અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મહિલાઓ સાયબર ક્રાઇમનો વધુ શિકાર બની રહી છે. કયાંક એકતરફી પ્રેમમાં તો ક્યાંક યુવક સાથે પ્રેમ સબંધ રાખ્યા બાદ અન્ય જગ્યાએ યુવતી લગ્ન કરી લેતા તેની બદનામી થાય તે રીતે શખશો દ્વારા આ પ્રકારના સાયબર ક્રાઇમનો અંજામ આપવામાં આવે છે. આવી […]

મુકેશ અંબાણીને મળી ધમકી: એન્ટિલિયાની બહાર શંકાસ્પદ કારમાં વિસ્ફોટક સાથે એક પત્ર પણ મળ્યો, જેમાં લખ્યું હતું, ‘મુકેશભાઈ અને નીતાભાભી, આ તો બસ ટ્રેલર હતું; આખી વ્યવસ્થા થઈ ગઈ છે’

એન્ટિલિયાની બહાર ગુરુવારે શંકાસ્પદ કારમાં વિસ્ફોટક મળ્યા પછી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી નિશાના પર છે. CCTV ફૂટેજની તપાસમાં સામે આવ્યું છે કે એન્ટિલિયાની બહાર કાર 24 ફેબ્રુઆરીની રાતે લગભગ એક વાગ્યે પાર્ક કરાઈ હતી. આ પહેલાં આ કાર 12.30 વાગ્યે રાતે હાજી અલી જંક્શન પહોંચી હતી અને અહીં […]

સુરતમાં ‘આપ’નું શક્તિપ્રદર્શન, કેજરીવાલના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા, આખું વરાછા ચક્કાજામ

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 સીટ પર ભવ્ય વિજય બાદ ‘આપ’ના દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ભવ્ય શોનું આયોજન કર્યું હતું. વરાછાના માનગઢ ચોકથી શરૂ થયેલા આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. જેથી પાટીદાર આંદોલન જેવો માહોલ સર્જાયો છે અને આખું વરાછા ચક્કાજામ થઈ ગયું હતુૂં. કેજરીવાલે રોડ-શોમાં કહ્યું હતું કે હું સુરતના લોકોનો આભાર […]

અમદાવાદમાં બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સનું રેકેટ ઝડપાયું, જાણો કેટલા રૂપિયા પડાવતા હતા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવતા બે શખ્સોની ધરપકડ કરી ડુપ્લિકેટ લાઇસન્સ બનાવવાનું રેકેટ ઝડપી પાડ્યું છે. બન્ને આરોપીઓ પાસેથી પોલીસે 19 ડ્રાઇવિંગ લાઇસન્સ પણ કબ્જે કર્યા છે સાથે-સાથે પાંચ આધાર કાર્ડ, 3 પાનકાર્ડ અને બનાવટી લાઇસન્સ બનાવવા માટે વપરાતા ચિપ વાળા કાર્ડ અને ચિપ વગરના 20 કાર્ડ, પ્લાસ્ટિક કવર સાથે 85 વ્યક્તિઓના પાસપોર્ટ […]