સુરતમાં રોમિયોનો આતંક! બે બહેનોની જાહેરમાં છેડતી કરી, ગાળાગાળી કરી તેના કપડા ફાડવાની પણ કોશિષ કરી

સુરત શહેરમાં (Surat) સતત મહિલાઓની છેડતીની (Eve Teasing) ઘટના સામે આવે છે ત્યારે વરાછા વિસ્તારમાં બે બહેનોની જાહેરમાં છેડતી કરાઈ હતી. બંને બહેનોએ વિરોધ કરતા બદમાશે એક બહેનને ચંપલથી માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી પણ આપી હતી જોકે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ગુનો નોંધી રોડ રોમિયોની (Romeo arrested) ધરપકડ કરી હતી. સુરતમાં સતત મહિલાઓ પર અત્યાચારની ઘટના સામે આવી રહી છે. જેમાં પણ દુષ્કર્મ અને મહિલા સાથે શારીરિક છેડછાડની ઘટના સતત પોલીસ ચોપડે નોંધાઈ રહી છે, ત્યારે ગતરોજ સુરતના વરાછા પોલીસ (Varachha Police station) મથકમાં પણ એક ફરિયાદ નોંધાયેલી છે.

સુરતના વરાછા ખાતે આવેલી ર્ષા સોસાયટીમાં રહેતી અને બે બહેનના ઘર નજીક લુમ્સના કારખાનામાં મજૂરીકામ કરી પરિવારને આર્થિક મદદરૂપ થતી હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી તે પોતાના કામે જતી હતી ત્યારે ત્યારે કારખાનાની બહાર બાઈક સ્ટેન્ડ પર ચઢાવી બેસેલા વિશાલ જેઠવા તથા વિરભદ્ર વાળા બંને બહેનોની છેડતી કરતા રહેતા હતા.

રસ્તામાં બે જણાએ તેમને ગંદા ઇશારા કર્યા હતા પરંતુ તે સમયે કોઈએ ધ્યાન આપ્યું ન હતું પણ દરોજની હેરાન ગતિને લઈને બે બહેન માંથી એકે બહેને આ રોડ રોમિયોનો વિરોધ કરવાનું નક્કી કર્યું હતું. જોકે ગતરોજ આ રોમિયોએ ઈશારા કરતા એક બહેને વિરોધ કરી તેમનો સામનો કર્યો હતો.

વિશાલ નામના યુવકે ગંદા ઇશારા કરી અને તમાચો માર્યા બાદ ચંપલથી યુવતીને માર મારવા સાથે ગાળાગાળી કરી તેના કપડા ફાડવાની પણ કોશિષ કરી હતી સાથે બહેનોએ ઠપકો આપતા બંનેએ રોડ રોમિયો એ મારી નાખવાની ધમકી પણ આપી હતી.

જોકે લોકોનું ટોળું એકત્ર થતા બંને ઈસમો ભાગી છૂટ્યાં હતા જેને લઈને આ બંનેવ બહેન દ્વારા વરાછા પોલીસ મથકે રોડ રોમિયો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે આ બંનેવ રોડ રોમિયોની ધરપકડ કરી તેના વવિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો