સુરતમાં યુવકે તાપીમાં કૂદીને કર્યો આપઘાત, રાહદારીના મોબાઇલમાં મોતની છલાંગનો વિડિઓ થયો કેદ

સુરત શહેરને અડીને આવેલા (Surat) આવેલી તાપી નદી (Tapi) પરના બ્રિજ જાણે કે સુસાઇડ પોઇન્ટ (Suicide) બની ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તાપની નદીના જુદા જુદા બ્રિજ પરથી છાશવારે જિંદગીથી હારેલા લોકો આપઘાત કરી અને જિંદગી ટૂંકાવી લેતા હોય છે. જોકે, આ આપઘાતની અનેક ઘટનાઓ જાગૃત વાહનચાલકોના કારણે અટકાવી શકાઈ છે પરંતુ કેટલીક ઘટનામાં નજેર જોવા છતાં હતપ્રભોને બચાવી શકાતા નથી. દરમિયાનમાં આપઘાતની આવી જ એક ઘટના લાઇવ વીડિયોમાં કેદ થઈ છે.

બનાવની વિગતો એવી છે કે સુરતના કામરેજમાં ગઈકાલે એક યુવકનો આપઘાત કરતો વીડિયો સામે આવ્યો હતો. કામરેજમાં તાપી નદી પર આંબોલીમાં (Man Jumped in Tapi commited Suicide) આવેલા પૂલ પરથી એક યુવકે બેગ લટકાવેલી હાલતમાં કૂદ્યો હતો. આ યુવકની બેગમાં વજન હતો કે કપડાં તેતો રામ જાણે પરંતુ તેણે પૂલની રેલિંગ ક્રોસ કરી તે સમયે બાજુના પૂલ પરથી પસાર થતા વાહન ચાલકે તેને બૂમો પાડી હતી. દરમિયાનમાં તેના મોબાઇલના વીડિયોમાં આ ઘટના લાઇવ કેદ થઈ હતી.

સાંજે 5.00 વાગ્યાના અરસમાં યુવક તાપીમાં કૂદ્યો તે ઘટનાનો વીડિયો જોત જતામાં વાઇરલ થઈ ગયો હતો. યુવક બ્રિજ પરથી બેગ સાથે છલાંગ લગાવી હોવાની વાત પોલીસ સુધી પહોંચતા પોલીસ અને લાશ્કરો આવી ગયા હતા.

જોકે, હજુ સુધી યુવકનો મૃતદેહ ન મળ્યો હોવાની વિગતો સામે આવી છે. પરંતુ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયમાં પણ વાઇરલ થઈ રહ્યો છે. સાથે સાથે આ યુવક કોણ હતો અને તેણે શા માટે આ પગલું ભર્યુ તે રહસ્ય નદીના પાણીમાં ધરબાઈ ગયું છે.

યુવકનો મૃતદેહ મળે તેની જાણ થશે ત્યાં સુધી પોલીસ પણ આસપાસના વિસ્તારોમાંથી ઘરેથી ગુમ થયેલા યુવકોની માહિતીના આધારે તપાસ ચલાવી રહી છે. આમ તાપી નદીમાં છલાંગ લગાવીને વધુ એક યુવકે મોતને વ્હાલુ કરી લેતા ચકચાર મચી ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો