નેશનલ હાઈવે પરના ખાડાથી SUVની હાલત ખટારા જેવી થતા કાર ચાલકે ટોલ ટેક્સ આપવાનો જ ઈન્કાર કરી દીધો જુઓ વિડિઓ

ચિલોડા-હિંમતનગર વચ્ચે પસાર થતાં નેશનલ હાઈવેનું સિક્સ લેન કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જ્યાં કામગીરી ચાલે છે તે ટોલ રોડ છે. પરંતુ ચોમાસામાં ભારે વરસાદને કારણે રોડ પર મસમોટા ખાડા પડ્યા છે. ત્યારે એક કાર ચાલકે કંટાળીને ટોલ ટેક્સ આપવાનો જ ઈન્કાર કરી દઈ ટોલ ઉઘરાવનારને ચાવી સુધ્ધા આપવાની તૈયાર દર્શાવતો એક વીડિયો સોશિયલ […]

ગીરગઢડાનાં ઘનઘોર જંગલમાં આવેલ ટપકેશ્વર મહાદેવ મંદિરમાં જ્યાં જ્યાં પાણી ટપકે છે ત્યાં ત્યાં ઉત્પન થાય છે શિવલિંગ

ગીર સોમનાથ જીલ્લાનાં ગીરગઢડાનાં ઘનઘોર જંગલમાં આવેલું ટપકેશ્વર મહાદેવનું પોરાણિક મંદિર બન્યું શ્રધાળુઓની આસ્થાનું પ્રતિક. ગીરમાં આવેલી ગુફામાં જ્યાં જ્યાં ટપકે છે પાણી ત્યાં ત્યાં ઉત્પન થાય છે શિવલિંગ. ટપકેશ્વર મંદિર ભક્તોમાં મીની અમરનાથ તરીકે પણ ઓળખાય છે. તો આવો જાણીએ શ્રાવણ માસમાં પવિત્ર ટપકેશ્વર મહાદેવનાં મહાત્મય વિશે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

એક વેપારી શહેરમાં ટોપી વેચવા જતો હતો, રસ્તામાં વાંદરા તેની ટોપીઓ કાઢી લેતા હતા, વેપારી પોતાની ટોપી ફેંકતો તો વાંદરા પણ ફેંકતા હતા, આ ઉપાય જ્યારે વેપારીના દીકરાએ કર્યો તો વાંદરાએ શું કર્યુ?

આપણે બધાએ બાળપણમાં વાંદરા અને ટોપીવાળાની કહાણી જરૂર સાંભળી હશે, પરંતુ સમયની સાથે આ કહાણીમાં પણ ફેરફાર આવ્યો છે. આજે અમે તમને વાંદરા અને ટોપીવાળાની નવી કહાણી જણાવી રહ્યા છીએ, જે આ મુજબ છે. વાંદરા પણ સમજી ગયા વેપારીની ચાલાકી કોઈ ગામમાં એક વેપારી પોતાના ગામથી શહેરમાં જઈને ટોપી વેંચવાનો ધંધો કરતો હતો. જ્યારે તે […]

ધામપ્રાપ્તિનો સરળ માર્ગ બતાવતો – મુક્તિનો મહામંત્ર

લેખક: શ્રી વિમલશંકર શાસ્ત્રી (સાહિત્યાચાર્ય, સાહિત્યરત્ન) गुणातीतोऽक्षरंब्रह्म, भगवान्‌पुरुषोतमः। जनो जानन्‌ इदं सत्यं, मुत्व्यते भवबन्घनात्‌॥ ‘સ્વામિનારાયણ પ્રકાશ’ના પહેલે જ પાને કાયમ ઉપરોક્ત મુક્તિમંત્ર એટલે કે ધામપ્રાપ્તિનો સરળ માર્ગ બતાવતો એક શ્લોક આપણે વાંચીએ છીએ. થોડુંક સંસ્કૃત જાણનાર વ્યક્તિ કદાચ એનો શબ્દાર્થ સમજતો હશે. પરંતુ સંભવ છે કે એમાં છુંપાયેલા ભાવાર્થનો ભવ્ય ભંડાર એના મનમાં કે મગજમાં […]

શું તમને ખબર છે? ATM કાર્ડની સાથે મફતમાં મળે છે 10 લાખ રુપિયાનો વીમો, જાણો વિગતે

તમે હંમેશાં તમારા એટીએમ કાર્ડનો ઉપયોગ રોકડ ઉપાડવા અથવા ખરીદી કરવા માટે કરો છો. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે બેંકો દ્વારા જાહેર કરાયેલા રૂપે કાર્ડ પર તમને 10 લાખ રૂપિયાનો નિશુલ્ક વીમો પણ મળે છે. તમે દેશની કોઈપણ બેંકમાં બેંક ખાતું ખોલાવ્યા પછી પણ તમને આ મફતમાં મળે છે. કેન્દ્રની મોદી સરકારે દેશમાં કેશલેસ […]

રાજકોટનાં ભાઇ-બહેન CAની ફાઇનલ પરીક્ષામાં પ્રથમ પ્રયાસમાં જ એક સાથે થયા ઉતિર્ણ

રાજકોટ મહાનગરપાલિકામાં ઓડિટ શાખામાં ફરજ બજાવતા અશોક રાયજાદાના પુત્ર તથા પુત્રીએ એક સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઇનલ પરીક્ષામાં સફળતા મેળવી છે. ભાઇ-બહેને સી.એ.ના બંને ગ્રૂપની પરીક્ષા પ્રથમ પ્રયત્ને એકસાથે પાસ કરી હીર ઝળકાવ્યું છે. મળતી માહિતી મુજબ, ઓડિટ શાખામાં છેલ્લા ૩૦ વર્ષથી ફરજ બજાવતા અશોક રાયજાદાના પુત્રી શિવાની રાયજાદા અને પુત્ર કિશન રાયજાદાએ હાલમાં લેવાયેલ ચાર્ટર્ડ […]

સરદાર સરોવર નર્મદા ડેમ 132.61 મીટર, ફરી 11 દરવાજા ખોલાતાં નદી બે કાંઠે, ગામોની અવર-જવર બંધ

ગુજરાતની જનતા માટે સારા સમાચાર છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વિક્રમજનક સ્તરે પહોંચી છે. નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલાં મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન શરૂ કરતાં તેમાંથી 1.79 લાખ ક્યૂસેક પાણીનો આવરો થઇ રહ્યો છે. જેને પગલે ડેમની સપાટી તેના […]

માં વગરની નિરાધાર બાળકીને સરકારી અધિકારી દંપતિએ દત્તક લઈ સમાજને આપ્યું અનોખું ઉદાહરણ

આણંદ જિલ્લાના વાસદ સીએચસી સેન્ટરમાં જન્મેલી બાળકીની માતાનું મૃત્યુ થયુ હતું. આથી આણંદ જિલ્લા વિકાસ અધિકારી અમિત પ્રકાશ યાદવ અને તેમના પત્ની આણંદના એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ચિત્રા રત્નુએ આ બાળકીને દત્તક લીધી છે. આમ આ આણંદના શિક્ષિત દંપતીએ બેટી બચાવો, બેટી પઢાઓ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યુ છે. જ્યારે બીજી બાજુ જન્મ બાદ માતા […]

ગરોળી અને વંદાથી છૂટકારો મેળવવા આજે જ અજમાવો આ યુક્તિ, ખુબજ કામ લાગશે આ ટીપ્સ

ગરોળીનું નામ સાંભળતા જ કેટલાય લોકો ડરી જાય છે. ભલે ગરોળી એક નાનકડો જીવ છે પરંતુ જો ઘરની કોઈ દીવાલ પર કે પછી ઓફિસની કોઈ દીવાલ પર અચાનક જો ગરોળી ફરતી જોવા મળે તો કેટલાય લોકોને બીક લાગે છે અને બૂમા બૂમ કરવા લાગે છે. જેમા કેટલીક ગરોળી ઝેરી પણ હોય છે. પરંતુ આ ગરોળીને […]

એક વેપારી પાસે હતા બે હીરા, જેમાં એક અસલી અને બીજો નકલી હતો, તેણે રાજાને કહ્યું કે કોઈ આ હીરાને ઓળખી નથી શકતા, રાજા પણ અસલી હીરાને ન ઓળખી શક્યા, ત્યારે એક અંધ વ્યક્તિએ જણાવ્યુ ક્યો હીરો છે અસલી.

કોઈ નગરમાં એક રાજા રહેતો હતો. એક દિવસ તેની પાસે એક વેપારી આવ્યો. તેણે રાજાને કહ્યું કે મારી પાસે બે હીરા છે, બંને એક જેવા દેખાઇ છે, પરંતુ તેમાંથી એક નકલી છે અને બીજો અસલી. જો તમે અથવા તમારા નગરમાં કોઈ અન્ય એ જણાવી દે કે ક્યો હીરો અસલી છે અને ક્યો નકલી તો હું […]