ગરોળી અને વંદાથી છૂટકારો મેળવવા આજે જ અજમાવો આ યુક્તિ, ખુબજ કામ લાગશે આ ટીપ્સ

ગરોળીનું નામ સાંભળતા જ કેટલાય લોકો ડરી જાય છે. ભલે ગરોળી એક નાનકડો જીવ છે પરંતુ જો ઘરની કોઈ દીવાલ પર કે પછી ઓફિસની કોઈ દીવાલ પર અચાનક જો ગરોળી ફરતી જોવા મળે તો કેટલાય લોકોને બીક લાગે છે અને બૂમા બૂમ કરવા લાગે છે. જેમા કેટલીક ગરોળી ઝેરી પણ હોય છે. પરંતુ આ ગરોળીને ઘર માં કે ઓફિસમાંથી દૂર કરવી હોય તો અમારી પાસે કેટલાક એવા ઘરેલુ ઉપાય છે જેનાથી તમે ગરોળીને છૂમંતર કરી શકો છો તો આવો જોઇએ કેટલાક એવા ઘરેલુ ઉપાય જેનાથી તમે ગરોળીને ઘરમાથી ગાયબ કરી શકો છો. ઘરમાં કીડા-મકોડા, વંદા અને ગરોળીઓ જોવામાં બહુ જ ચીતરી ચડે એવું લાગે છે. એકવાર તે ઘરમાં આવી જાય પછી કામ કરવું મુશ્કેલ પડે છે. તો ચાલો, હવે ડરવાની કોઈ જરૂર નથી. કારણ કે આજે તેને ભગાડવાની ટીપ્સ જણાવી રહ્યા છે. તમે પણ એક વખત જરૂર અજમાવજો…

– ગરોળીને ઈંડાની ગંધ નથી ગમતી. ઘરના મુખ્ય દરવાજા અને બારીઓની પાસે ઈંડાના છીલકા મૂકી દો. તેનાથી ગરોળી ઘરની અંદર જ નહીં ઘૂસી શકે.

– લસણની તીખી ગંધથી ગરોળી દૂર ભાગે છે. ઘરમાં થોડી થોડી જગ્યાએ લસણની કળીએ લટકાવવાથી ગરોળીઓ ઘરમાં આવવાથી દૂર રહેશે.

– ગરોળીથી સંપૂર્ણ છૂટકારો મેળવવા તંબાકુ અને કોફી પાવડરને મિક્સ કરી નાની નાની ગોળીઓ બનાવી વચ્ચે માચીસની સળીની મદદથી ચોંટાડી દો. તેને ગરોળી તરફના ખૂણામાં મૂકી દો. આ મિશ્રણ ગરોળી માટે જીવલેણ છે.

– ગરોળીને ડુંગળીની ગંધ નથી પસંદ હોતી. તેથ ડુંગળઈના રસનો સ્પ્રે કરવાથી ગરોળીઓ ઘર નજીક નહીં ભટકે.

– નેફ્થલિન બોલ્સની ગંધથી પણ કીડા-મકોડા અને ગરોળીઓ દૂર ભાગે છે. તેને વોશરૂમ, રસોડાની કબાટોના ખૂણામાં રાખો. તેની ગંધથી કીડા- મકોડા અને ગરોળી દૂર ભાગશે.

– ઘરના ખૂણામાં કોફીના બીજ રાખો. તેનાથી ગરોળી અને વંદા ઘરથી દૂર જ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો