પિતા અને પુત્ર બૂટની દુકાને ગયાં. ત્યાં બાળકે બૂટ લેવાની ના પાડી દીધી અને કહ્યું કે મારાં જૂનાં બૂટ અત્યારે સારાં છે. તમે આ પૈસાથી દાદાજી માટે નવાં ચશ્મા બનાવી દો. ત્યાર પછી તેઓ બંને કપડાંની દુકાને ગયાં. જાણો ત્યાં શું થયું

એક પ્રસિદ્ધ કથા પ્રમાણે એક પિતા પોતાના નાના પુત્રને બજારમાં લઈ ગયાં. બજારમાં પુત્રને નવાં બૂટ અપાવવાં માંગતાં હતાં, એટલે તેઓ પુત્રને બૂટની દુકાને ગયાં. બાળકે બૂટ લેવાની ના પાડી દીધી અને કહ્યું કે મારાં જૂનાં બૂટ અત્યારે સારાં છે. તમે આ પૈસાથી દાદાજી માટે નવાં ચશ્મા બનાવી દો. પિતાએ વિચાર્યું કે પુત્ર પોતાના દાદાજીને […]

અનોખી ઘટના – ભારતમાંથી કિડનેપ થયેલો દીકરો 20 વર્ષ પછી અમેરિકામાંથી મળ્યો, પેરેન્ટ્સે કહ્યું- બેટા, ત્યાં જ રહેજે, ખુશ રહીશ

ચેન્નાઈમાં 20 વર્ષ પહેલાં ખોવાઈ ગયેલો દીકરો હાલ તેના માતા-પિતાને મળી ગયો છે. આ દીકરાને પોતાની પાસે રાખવાની તેના પેરેન્ટ્સે ના પાડી દીધી. વર્ષ 1999માં ચેન્નાઈના નાગેશ્વર રાવ અને શિવગામીના બે વર્ષના દીકરા અવિનાશનું કિડનેપ થયું હતું. એક રિક્ષાવાળાએ અવિનાશને મલેશિયન સોશિયલ સર્વિસ નામની સંસ્થાને વેચી દીધો હતો. વિદેશી નાગરિકો આ સંસ્થાના બાળકોને દત્તક લે […]

રાજકોટમાં મનપાના પાપે ખખડધજ રસ્તા પર પોલીસે લાકડી અને ગન મુકી પાવડા-તગારા ઉપાડ્યા, સામાન ભરાવ્યો

રાજકોટ મહાનગરપાલિકાની પ્રિમોન્સુનની કામગીરીની પોલ ખુલી હોય તેમ વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે. રસ્તાઓ પર મોટા મોટા ખાડા પડી ગયા છે. આથી વાહનચાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. કોઠારિયા ચોકડી પાસે ખાડાને કારણે વાહનમાંથી દરવાજાનો સામાન પડી જતા ટ્રાફિક પોલીસને મજૂર બનવાનો વારો આવ્યો હતો. ટ્રાફિકની જવાબદારીની સાથે સાથે પોલીસને […]

HSRP નંબર પ્લેટ અને પીયુસી કઢાવવા સરકારે સમય આપ્યો, PUCની 30 સપ્ટેમ્બર, HSRPની 16 ઓક્ટોબર સુધી મુદત લંબાવાઈ

ગુજરાત સરકારે 16 સપ્ટેમ્બરથી રાજ્યમાં નવા મોટર વ્હીકલ્સ એક્ટ, 2019 ને લાગુ કરવાનું છે. HSRP નંબર પ્લેટ લગાડવા મામલે રાજ્ય સરકારે ફરી એકવાર મુદતમાં વધારો કર્યો છે. 31મી ઓગસ્ટે મુદત પૂરી થઈ ગયા બાદ તેમાં વધારો નહોતો કર્યો પરંતુ આજે સરકારે HSRP નંબર પ્લેટ લગાવવા માટે 1 મહિનાની નાગરિકોને મુદત આપી છે. 16 ઓક્ટોબર સુધીમાં […]

ભાજપના જ નેતા એ ખખડધજ રસ્તાની ખોલી પોલ, કહ્યું-ઔડાના અધિકારીઓ આ રોડ પર ચાલશે?

નવા મોટર વ્હીકલ હેઠળ વાહન ચાલકો પાસેથી મસમોટા દંડ વસૂલવામાં આવી રહ્યા છે, જેની સામે હાલ પ્રજામાં સોશિયલ મીડિયામાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાની સાથે સાથે ભાજપના નેતાઓમાં પણ હવે આક્રોશ શરૂ થઈ ગયો છે. ગુજરાત સરકારની રસ્તાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ભાજપના સિનિયર આગેવાન અને પૂર્વ મંત્રી આઈ. કે. જાડેજાએ […]

સરકાર ગાયનાં છાણ અને ગૌમૂત્રમાંથી પ્રોડક્ટ બનાવવાનો બિઝનેસ શરૂ કરવા માટે આપશે 60 ટકા ભંડોળ

કેન્દ્ર સરકાર દ્વારા ગોબર અને ગૌમૂત્રથી નવાં ઉત્પાદનો બનાવવાનો ધંધો શરૂ કરીને સરકારી ભંડોળ મેળવી શકાશે. રાષ્ટ્રીય કામધેનુ કમિશનના જણાવ્યા અનુસાર, ડેરીની સાથે સાથે ગાયનું છાણ અને ગૌમૂત્રમાંથી બનેલા ઉત્પાદનવાળાં સ્ટાર્ટઅપ માટે લોકોને શરૂઆતમાં રોકાણના 60 ટકા રોકાણ સરકાર તરફથી મળી શકે છે. યુવાનોને ગાય અને તેની બાય પ્રોડક્ટ આધારિત ઉદ્યોગો માટે પ્રોત્સાહિત કરવામાં આવશે […]

ભાદરવી પૂનમ મેળો- યાત્રાધામ અંબાજીમાં ભક્તિ અને શ્રધ્ધાનું ઘોડાપૂર, ભાદરવી પૂનમના મહામેળામાં લોકો અંબાજી ચાલતા કેમ જાય છે

પવિત્ર અને પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં ભક્તિ, શક્તિ, તપ અને શ્રધ્ધાનાં જાણે ઘોડાપૂર ઉમટ્યાં છે. માઈલોની પદયાત્રા કરી અંબાજી પહોંચેલા લાખો માઇભક્તો માં અંબેના દર્શન કરીને ધન્ય બન્યાં છે. અંબાજી જતા તમામ રસ્તાઓ પર માઈભક્તોનો પ્રવાહ ભક્તિભાવથી અંબાજી તરફ ઉત્સાહભેર આગળ વધી રહ્યો છે. ગરબાની રમઝટ અંબાજી જતા રસ્તાઓ ઉપર ઘણી જગ્યાએ ગરબાની […]

આદું, તુલસી અને ગોળનો કરો આ પ્રયોગ, અઠવાડિયામાં જ સ્ટેન્ટ અને બાયપાસની નોબત દૂર થઈ શકે છે, વેરાવળના ખેતસીભાઈએ સમજાવી આસાન રીત

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ હૃદયને મજબૂત રાખતો એક ઘરેલું પ્રયોગ બતાવ્યો છે. આ પ્રયોગ છે આદુ અને તુલસીના રસ અને ગોળના મિશ્રણનો. આ પ્રયોગમાં દસ ટીપાં આદુનો રસ અને દસ ટીપાં તુલસીનો રસ લેવાનો છે, તેમાં થોડો ગોળ ઉમેરવાનો છે. આ મિશ્રણને દિવસમાં ત્રણ વાર ચાટી જવાનું છે. લેટેસ્ટ […]

બે સંત એક જ આશ્રમમાં હંમેશાં સાથે રહેતાં હતાં. એકનું નામ સુખી અને બીજાનું નામ દુઃખી હતું. સુખી સંત દરેક પરિસ્થિતિમાં સુખી રહેતાં હતાં, જ્યારે બીજા સંત હંમેશાં દુઃખી રહેતાં હતાં. જાણો કેમ?

એક લોકકથા પ્રમાણે પ્રાચીન સમયમાં બે સંત એક જ આશ્રમમાં હંમેશાં સાથે રહેતાં હતાં. એકનું નામ સુખી અને બીજાનું નામ દુઃખી હતું. સુખી સંત દરેક પરિસ્થિતિમાં સુખી રહેતાં હતાં, જ્યારે બીજા સંત હંમેશાં દુઃખી રહેતાં હતાં, આ કારણે તેમનું નામ દુઃખી રાખવામાં આવ્યું હતું. ગામના લોકો પોતાની પરેશાનીઓ લઈને આ સંતોના આશ્રમમાં આવતાં હતાં. બંને […]

ભાદરવી પૂનમ સાથે જ થઇ જશે શ્રાદ્ધપક્ષનો પ્રારંભ, ક્યાં દિવસે કઈ તિથિનું શ્રાદ્ધ કરવું, આ રીતે જાણો, શ્રાદ્ધ કરવાથી પિતૃઓના આત્માને શાંતિ મળે છે

ભાદરવી પૂનમ સાથે જ શનિવારથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ થઇ જશે. હિન્દુ ધર્મમાં શ્રાદ્ધપક્ષના 16 દિવસ દરમિયાન માંગલિક કાર્યા ટાળવામાં આવતા હોય છે. શ્રાદ્ધપક્ષ દરમિયાન કિંમતી ચીજવસ્તુની ખરીદીનું પ્રમાણ ઘટી જતું હોય છે તેમજ જમીન-મકાનના સોદાઓ પણ સામાન્ય રીતે ટાળવામાં આવે છે. શ્રાદ્ધ કરવાથી પિતૃઓને પાણી અને અન્ન – વસ્ત્ર મળે છે. તેમના આત્માને શાંતિ મળે છે. […]