24 કલાકની નોકરીને કારણે લગ્ન માટે કન્યા ન મળતા કોન્સ્ટેબલે રાજીનામું આપી દીધું

તેલંગણામાં હૈદરાબાદ શહેરમાં ચારમિનાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સિધ્ધંતી પ્રતાપે લગ્ન ન થવાને લીધે રાજીનામુ આપી દીધું છે. સિધ્ધંતીના નોકરીના કલાક વધારે હોવાને કારણે છોકરીવાળાએ સંબંધ કરવાની ના પાડી દીધી હતી. કમિશનરને લખેલા લેટરમાં પોતાના રાજીનામાં માટે કોન્સ્ટેબલે નોકરીના વધારે કલાક, કોઈ રજાનો દિવસ નહીં અને દેખાડા પૂરતા પ્રમોશનને જવાબદાર ગણાવ્યું છે. કોન્સ્ટેબલને પ્રમોશન […]

નદીનું મૂળ, સાધુનું કુળ જોવું નહીં પરંતુ હવે બંને જોવાની જરૂર છે: મોરારિબાપુ

જામનગરમાં રામકથા સમિતિ દ્વારા આયોજીત માનસ ક્ષમા રામકથાના આઠમા દિવસે મોરારિબાપુએ જીભ શરીરનું અંગ અને જીવ અંશ છે માટે કોઇએ બંધ બેસતી પાઘડી ન પહેરવાની માર્મિક ટકોર કરી નદીનું મૂળ અને સાધુનું કૂળ જોવુ઼ નહીં પરંતુ હવે તે બંને જોવાની જરૂર છે તેમ જણાવ્યું હતું. તેમણે માનવીએ ક્યાં અપરાધ ન કરવા તેની સમજણ આપી સાધુના […]

ખંજવાળ, ખુજલી અને દરાજને મટાડવા શું કરવું? ખેતસીભાઈ મૈઠિયાએ બતાવ્યો પ્રયોગ

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ ખંજવાળ, ખુજલી અને દરાજ સહિતના ચામડીના રોગ માટેનો એક વીડિયો શેર કર્યો છે. ચામડીના કેટલાક રોગ દવાઓથી ભાગ્યે જ મટે છે, પણ સાયન્સની સાથે આયુર્વેદને પણ અપનાવવામાં આવે તો સારું પરિણામ મેળવી શકાય છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક […]

એક શેઠે એની નાવ એક પેન્ટરને નવો રંગ લગાવવા આપી, પેન્ટરે નાવ પર રંગ લગાવી દીધો અને પોતાના ઘરે જતો રહ્યો. બીજા દિવસે શેઠ પેન્ટરના ઘરે આવ્યો અને તેને ઘણું બધું ધન આપ્યું. પેન્ટરને આશ્ચર્ય થયું, જાણો શેઠે પેન્ટરને કેમ વધુ રૂપિયા આપ્યા?

એક લોક કથા પ્રમાણે કોઈ નદીના કિનારે એક શેઠ રહેતો હતો. તેની પાસે એક નાવ પણ હતી. એક દિવસ તેણે વિચાર્યું કે તેની નાવ ખૂબ જ જૂની થઈ ગઈ છે, તેના પર પેન્ટ કરાવી લેવું જોઈએ. એમ વિચારીને શેઠે તે નાવ એક પેન્ટરને આપી દીધી અને તેની પર નવો રંગ લગાવવા કહ્યું. સાંજ સુધીમાં પેન્ટરે […]

ખેડુત પેન્શન સ્કીમ- પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના શું છે? જાણો કેવી રીતે દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળશે

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે. આ સ્કીમમાં 60 વર્ષની વય પછી ખેડુતોને 3 હજાર રૂપિયા પેન્શન મળશે. વડાપ્રધાન કિસાન માનધન યોજનામાં ખેડૂત જેટલી રકમનું યોગદાન કરશે એટલી જ રકમ કેન્દ્ર પણ આપશે. આ રકમ ખેડૂતની વયના આધારે 55થી 200 રૂપિયા સુધીની હશે. 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડુતો […]

હિંદુ પરંપરા મુજબ કંઈ તિથિએ કોનું શ્રાદ્ધકર્મ કરવું જોઈએ? જાણો પૂર્વજો માટે કરવામાં આવતા શ્રાદ્ધની સંપૂર્ણ માહિતી

શનિવાર, 14 સપ્ટેમ્બરે ભાદરવા મહિનાની પૂનમ છે. 15 મીથી કૃષ્ણપક્ષની શરૂઆત થતાની સાથે જ શ્રાદ્ધપક્ષ શરૂ થશે. પિતૃપક્ષ શરૂ થવાની સાથે જ પિતૃઓ માટે શુભ કામ કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ જે-તે તિથિએ થયું હોય તે તિથિએ તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે. આજે જાણો કંઈ તિથિએ […]

પાલનપુરના કુંભલમેર ગામના ખેડૂતની દિકરી સેજલ પટેલ દેશની સેવા કરવાંનું પિતાનું સપનું પુરું કરવાં BSFમાં જોડાઇ

પાલનપુર તાલુકાના કુંભલમેર ગામની ખેડૂતની દિકરીએ પોતાની પુત્રીને દેશ સેવા કરવા માટે લશ્કરમાં જોડાવવાની પ્રેરણા આપી હતી. જેથી પુત્રીએ પિતાની ઇચ્છાને પુરી કરવા કઠિન મહેનત કરીને આર્મીની લેખિત તેમજ પ્રેકટિકલ પરીક્ષા પાસ કરીને પિતાની ઇચ્છા પુરી કરી છે. પાલનપુર તાલુકાના કુંભલમેરમાં રહેતાં ખેડૂત મોતીભાઈ પાળજા(પટેલ) કે જેઓએ પોતાની પુત્રીને દેશ સેવા કરવાં માટે લશ્કરમાં જોડાવવાની […]

ઘરે ATM કાર્ડ ભૂલી ગયા હો તો પણ હવે પૈસા ઉપાડી શકાશે, આ બેંકોએ ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા આ સેવા શરૂ કરી

દેશમાં હવે ATM કાર્ડ વગર કેશ ઉપાડવાનું કામ સરળ બની ગયું છે. SBI પછી વધુ એક સરકારી બેંક બેંક ઓફ ઈન્ડિયા(BOI)એ આ સુવિધા શરૂ કરી દીધી છે. આ સુવિધા દ્વારા હવે બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો QR કોડ સ્કેન કરી ATMમાંથી પૈસા ઉપાડી શકે છે. આ માટે બેંકે ATMમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા QR કોડનું […]

ભારતીય સેનાએ પાકિસ્તાનના બે સૈનિકોને ઠાર કર્યા, PAK આર્મીને સફેદ ઝંડો બતાવીને લાશો લઈ જવી પડી

કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 ખતમ કર્યા પછી પાકિસ્તાનેન આખી દુનિયામાંથી સપોર્ટ નથી મળ્યો ત્યારે અકળાયેલું પાકિસ્તાન સીમા પર ગોળીબાર કરીને તેમનો ગુસ્સો ઠાલવી રહ્યું છે. જોકે તેમાં પણ ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને આકરો જવાબ આપવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન તરફથી હાજીપુર સેક્ટરમાં 10 અને 11 સપ્ટેમ્બરે કરવામાં આવેલા સીઝફાયરનો ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો […]

બાઈક પર ખોળામાં બેઠેલું બાળક પણ ત્રણ સીટ ગણાશે, ટ્રાફિક પોલીસ ટ્રિપલ રાઈડિંગનો મેમો ફટકારી શકે છે

બાઈક પર દંપતી જો ખોળામાં બાળકને બેસાડીને જતું હોય તો તેમણે સાવધાન રહેવાની જરૂર છે. ટ્રાફિક પોલીસ બાળકને પણ ત્રણ સવારી માનીને ટ્રિપલ રાઈડિંગનો મેમો ફટકારી શકે છે. જૂના મોટર વાહનના કાયદામાં પણ બાળકને ત્રીજી સવારી માનવામાં આવતું હતું. પરંતુ હવે દંડ અને કડકાઈને કારણે લોકોમાં એક પ્રકારે ગભરાટ ફેલાઈ ગયો છે. બાઈક પર દંપતી […]