મહિને 1500 રૂપિયા કમાતી બબિતા ‘કેબીસી’માં બની કરોડપતિ, સનોજ રાજ બાદ બીજી કરોડપતિ

‘કૌન બનેગા કરોડપતિ 11’ને પોતાનો પહેલો કરોડપતિ સનોજ રાજ ગયા અઠવાડિયે મળી ગયો હતો. હવે, ‘કેબીસી’ને બીજો કરોડપતિ મળશે. મહારાષ્ટ્રના અમરાવતીની રહેવાસી બબિતા આ અઠવાડિયે શોમાં જોવા મળશે, જે એક કરોડ રૂપિયા જીતે છે. બબિતાનું જીવન સંઘર્ષમય સોની ટીવીએ એક વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કર્યો છે, જેના પરથી ખ્યાલ આવે છે કે બબિતાનું જીવન મુશ્કેલીથી […]

મહી નદીમાં તણાતા વ્યક્તિએ સાડા ચાર કલાક ઝઝૂમી મોતને આપી માત, ડ્રોન કેમેરામાં દેખાતા તરવૈયાઓ દ્વારા કરાયું રેસ્ક્યુ

રામ રાખે તેને કોણ ચાખે કહેવતને સાચી ઠેરવતી ઘટના બોરસદના ગાંજણા ગામે બની છે. જ્યાં મહી નદીમાં શુક્રવારે છોડાયેલા 7 લાખ ક્યસેક પાણીના કારણે મહી ગાડીતુર બની હતી. શનિવારે ગંભીરા પુલ પાસે બપોરે 11.30 કલાકે દાવોલના મનુભાઇ ડાહ્યાભાઇ ગોહેલ પસાર થઇ રહ્યાં હતા.ત્યારે પાણી જોવા જતાં પગ લપસી ગયો હતો. ધસમસતા પાણીમાં મનુભાઇ મોત અને […]

મકાનના કબ્જો રાખી ધમકી આપનાર સામે ફરિયાદ કરવા વડોદરાથી પગપાળા યુવક ગાંધીનગર રવાના

મકાન ઉપર કબજો જમાવી ધમકી આપનાર ભરવાડ ત્રિપુટી સામે 4 ફરિયાદો કરવા છતાં, પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેવા આક્ષેપ સાથે રેસ્ટોરન્ટ માલિક ન્યાય મેળવવા રાજ્યના ગૃહમંત્રીને રજૂઆત કરવા માટે આજે વડોદરાથી ગાંધીનગર પગપાળા રવાના થયા હતા. ચાર ફરિયાદો નોંધાવી ન્યાય મેળવવા માટે વડોદરાથી ગાંધીનગર મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે પગપાળા નીકળેલા શહેરના તરસાલી-સુશેન […]

સાત ચોપડી ભણેલા ખેડૂત નાગજીભાઈ પટેલે 6 મહિનામાં માત્ર 1.40 લાખમાં બનાવ્યું મિની ટ્રેક્ટર

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતી તેમજ અન્ય ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે. ત્યારે થરાદ તાલુકાના દાંતીયા ગામના 7 પાસ ખેડૂતએ મજુરોની અછતને લઇ મીની ટ્રેકટર બનાવવાનો વિચાર કર્યો અને 6 માસની અંદર રૂ. 1.40 લાખના ખર્ચે મીની ટ્રેકટર બનાવ્યું હતું. આમ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એન્જિનિયરો અને મિકેનીકલોને પણ પાછળ પાડી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના […]

દાદરથી પરેશાન થવાની જરૂરત નથી, રસોડામાં પડેલી આ વસ્તુઓથી જડમૂળથી દૂર થશે દાદર, નહી રહે એકપણ ડાઘ

દાદર એક ગંભીર ચામડીનો રોગ છે જેને અંગ્રેજીમાં રિંગવાર્મ (Ringworm)ના નામથી ઓળખવામાં આવે છે. આ રોગમાં ત્વચા પર લાલ લાલ ગોળ નિશાન જોવા મળે છે. જેનો આકાર રિંગ જેવો હોય છે જે વરસાદમાં ખાસ કરીને ઇન્ફેક્શનના કારણે થઇ જાય છે. જેનાથી બચીને રહેવું જોઇએ. ખાસ કરીને ગુપ્તાંગની આસપાસ આ બીમારી ઝડપથી ફેલાય છે. જ્યારે દાદર […]

મહિલાને સમુદ્રના કિનારે રેતી પર મળ્યો ચમકતો પથ્થર. તે હીરો હતો. મહિલાએ ચુપચાપ તેને પોતાના પર્સમાં મૂકી દીધો. આગળ વૃદ્ધ વ્યક્તિએ તેની સામે હાથ ફેલાવ્યો અને બોલ્યો- શું તું મારી મદદ કરી શકે છે? તે મહિલાએ હિરો વૃદ્ધ વ્યક્તિને આપી દીધો. જાણો મહિલાએ શા માટે કિંમતી હીરો વૃદ્ધને આપી દીધો?

એકવાર એક ખૂબ જ સુંદર મહિલા સમુદ્રના કિનારે રેતી પર ફરી રહી હતી. સમુદ્રની લહેરોની સાથે કોઈ એક ખૂબ જ ચમકતો પથ્થર કિનારે આવી ગયો. મહિલાએ તે દુર્લભ જણાતો પથ્થર ઉઠાવી લીધો. તે હીરો હતો. મહિલાએ ચુપચાપ તેને પોતાના પર્સમાં મૂકી દીધો. પરંતુ તેના હાવ-ભાવ પર કોઈ જ ફરક ન પડ્યો. નજીકમાં જ ઊભો એક […]

ગોદાવરી નદીમાં પ્રવાસીઓની હોડી ડૂબતા 12 લોકોના મોત-27 લાપતા, મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને 10 લાખની સહાય જાહેર કરી

આંધ્રપ્રદેશના દેવીપટનમ નજીક ગોદાવરી નદીમાં એક હોડી ડૂબતા 12 લોકોના મોત થયા છે. જ્યારે હોડીમાં સવાર લોકો પૈકીના 44 લોકો હજુ પણ લાપતા છે. અત્યારે રાહત અને બચાવ કાર્ય માટે NDRFની ટીમોને ઘટનાસ્થળે મોકલી આપવામાં આવી છે. આ દેરક ટીમમાં 30 સભ્યો છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો માટે 10 લાખની સહાયની જાહેરાત કરી છે. અત્યારે રાહત […]

નિલકંઠ ધામ પોઈચાની કેન્ટિનમાં જીવાત નીકળતા બબાલ થયાનો વીડિયો વાઈરલ

નર્મદા જિલ્લાના નર્મદા કાંઠે આવેલા નિલકંઠ ધામ, પોઇચા દર્શનાર્થે ગયેલા પરિવારે કેન્ટીનમાંથી જમવાનું મંગાવ્યું હતું. જમવામાં જીવાત નીકળતા પરિવારે ભારે હોબાળો મચાવી મુક્યો હતો. જે વિડીયો વાયરલ થતાં ફૂડ સેફ્ટી વિભાગ દોડતું થયું છે. સ્વચ્છતા સામે સવાલો ઉભા થયા નિલકંઠ ધામ, પોઇચા ખાતે ભરૂચ પંથકનું એક પરિવાર ફરવા માટે ગયું હતું. પરિવાર દ્વારા કેન્ટીનમાંથી જમવાનું […]

નિયત ફી કરતાં ડબલ રૂપિયા ઉઘરાવતા હોવાની બુમ, ટુ વ્હીલરના PUC માટે 20ના બદલે 50 અને ફોર વ્હીલરના 50 ના બદલે 100 રૂપિયા ચાર્જ લેવાય છે

પાટણમાં પીયુસી સેન્ટરોમાં વાહન ચાલકોની લાંબી લાઈનો લાગતા સેન્ટરો વાળાઓ તકનો લાભ લઇ સરકારની નિયત ફ્રી કરતા ડબલ કમાણી કરી રહ્યા છે અને પાવતીની રકમ કરતા ડબલ પૈસા ઉઘરાવતા હોવાની વાહન ચાલકો બુમરાડ કરતા જોવા મળી રહ્યા છે. પાટણમાં ટ્રાફિક નવા દંડના ડરથી વાહન ચાલકો જરૂરી ડોક્યુમેન્ટ કઢાવવા દોડી રહ્યા છે ત્યારે મોટાભાગના વાહન ચાલકોએ […]

ટ્રાફિકના કાયદાનો વિરોધ, ‘સરકારના ત્રાસથી આ ગાડીએ આત્મહત્યા કરેલ છે’, અમરેલી BJPનાં નેતાએ નવા ટ્રાફિક દંડને અમાનવીય ગણાવ્યો

ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નવા મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓ મુજબ લોકોને લાખો રૂપિયાનો દંડ ભરવો પડી રહ્યો છે. રાજ્યમાં આ કાયદાનો 50 સુધારા સાથે 16મી સપ્ટેમ્બરથી અમલ થશે. ત્યારે આ કાયદાના વિરોધમાં જામનગરના સામાજિક કાર્યકરે અનોખો કાર્યક્રમ કર્યો હતો. સામાજિક કાર્યકર નિમેષ સિમરીયાએ બાઇકને સફેદ કપડું ઓઢાડી ફૂલહાર કરી અને પાટિયું માર્યુ હતું […]