નવા મોટર વ્હીકલ હેઠળ વાહન ચાલકો પાસેથી મસમોટા દંડ વસૂલવામાં આવી રહ્યા છે, જેની સામે હાલ પ્રજામાં સોશિયલ મીડિયામાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાની સાથે સાથે ભાજપના નેતાઓમાં પણ હવે આક્રોશ શરૂ થઈ ગયો છે. ગુજરાત સરકારની રસ્તાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ભાજપના સિનિયર આગેવાન અને પૂર્વ મંત્રી આઈ. કે. જાડેજાએ ટ્વિટ કરીને બિસ્માર રસ્તાઓની પોલ ખોલી છે.
અમદાવાદ ના બોપલ બ્રીઝ થી શાંતિપુરા ચોકડી સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે, ઔડા ના અધિકારીઓ આ રોડ પર ચાલશે?
શું ઓવરબ્રીઝ નું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરો ની કોઈ જ જવાબદારી ઉપસ્થિત નથી થતી ?— I.K.JADEJA (@IKJadejaBJP) September 12, 2019
YMCAથી બોપલ તરફ જતો આખો રોડ બિસ્માર
અઢી મહિના પહેલાં જ બોપલને સમાંતર રિંગ રોડથી વાયએમસીએ ક્લબ સામેના રોડ સુધી મેગા લાઈન નંખાઈ હતી. રોડની બંને તરફ આ કામગીરી પછી માત્ર કપચીનું પુરાણ કરાયું હતું. પરંતુ શહેરમાં પડેલા ધોધમાર વરસાદથી આખો રોડ બિસ્માર થઈ ગયો છે. આ રોડ બેસી જવાની ભીતિ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન જાણતી હોવા છતાં યોગ્ય પેચવર્ક કરાયું ન હતું. ત્યાર બાદ માત્ર કપચી પુરાણ કરીને રોડ ફરી અવર-જવર માટે શરૂ કરાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..