નવસારીના રત્નકલાકારે કેન્સરથી પીડાતી 10 વર્ષની બાળકીને લોહીના સ્ટેમ સેલનું દાન કરીને આપ્યું જીવનદાન

રક્તદાન જીવતદાન જેવા સ્લોગનો ખુબ પ્રચલિત થયા છે જેમા એલોપેથી એ રક્ત અને યુરીન રિસર્ચ પર આધારિત પધ્ધતિની સારવાર પ્રચલિત બની છે જેમા બ્લડકેન્સરના વધતા કિસ્સાઓ લોકોના જીવ હરી રહ્યા છે ત્યારે નવસારીના એક હિરાના રત્નાકારે પોતાના સ્ટેમશેલ આપી 10 વર્ષની મુંબઈની બાળાને કેન્સરથી બચાવી છે. 150 રત્નકલાકારોની નોંધણી થયેલી એપ્લાસ્ટીક એનીમીયા માનવશરીરમા છેલ્લા કેટલાક […]

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા યુવાને જીવ જોખમમાં મૂકીને આગમાંથી 3 બાળકોને બચાવ્યા

સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં લાગેલી આગમાં હોસ્પિટલના ફાયર વિભાગમાં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા ક્રિષ્ણાએ પોતાનો જીવ જોખમમાં મૂકીને 3 નવજાત બાળકોને બચાવ્યા હતા. ત્રણ બાળકોને બચાવનાર ક્રિષ્ણા આગના ધુમાડાથી ઘેરાયેલી હોસ્પિટલનો પ્લાસ્ટીકનો શેડ અને બારીના કાચ વોર્ડમાં પ્રવેશ્યો હતો. અને ત્રણ બાળકોને બચાવી લીધા હતા. આગ લાગતા જ ક્રિષ્ના શેડ તોડીને આઇસીયુમાં દાખલ થયો વડોદરા શહેરની […]

ઓરિસ્સાની 27 વર્ષની અનુપ્રિયા દેશની પ્રથમ આદિવાસી મહિલા પાઇલટ બની, પાઇલટ બનવા માટે તેણે એન્જિનિયરિંગ અધૂરું મૂકી દીધું હતું

ઓરિસ્સામાં આદિવાસી કોમની એક છોકરીએ નાનપણમાં પાઇલટ બનાવનું સપનું જોયું હતું, જે તેણે અનેક આકરા સમયમાંથી પસાર કરીને પૂરું કર્યું છે. ઓરિસ્સામાં 27 વર્ષની અનુપ્રિયા લાકડા આદિવાસી કોમની પ્રથમ મહિલા પાઇલટ બની છે. સપના પૂરાં કરવા એન્જિનિયરિંગ છોડી દીધું અનુપ્રિયાએ તેણે પોતાના સપના પૂરા કરવા માટે ભુવનેશ્વરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ અધવચ્ચે જ મૂકી દીધો હતો. તેણે […]

ભાદરવા સુદ ચૌદસ એટલે ગણેશ ઉત્સવ સમાપ્તિ, જાણો ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત

આજે ભાદરવા સુદ ચૌદસની વૃદ્ધિ તિથિ જેને અનંત ચતુર્દશી, શ્રી ગણેશ મહા ઉત્સવ સમાપ્તિ તરીકે ગણવામાં આવે છે. આખા દિવસમાં ગમે ત્યારે ભગવાન ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરી શકાય, કારણ કે ભદ્રા કે વિષ્ટી જેવો યોગ બનતો નથી માટે આખા દિવસમાં ગમે ત્યારે અનુકૂળતા મુજબ ગણેશ વિસર્જન કરી શકાય. માટીની મૂર્તિ હોય તો અવશ્ય પોતાના ઘરમાં […]

પેવર બ્લોક, આરસીસી રોડ, સીસીટીવી કેમેરા અને વોટર ATM સહિતની સુવિધાઓ ધરાવતું શંખલપુર ગામ બહુચરાજી તાલુકાનું પ્રથમ મોડેલ વિલેજ બન્યું

દરેક ઘરના આંગણા સુધી પેવર બ્લોક અને આરસીસી રોડ તેમજ પીવાના પાણીની સુવિધા, ગામની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને સિનિયર સિટીઝન્સ માટે બગીચો અને બાળકો માટે સુંદર આંગણવાડી ધરાવતું શંખલપુર ગામ બહુચરાજી તાલુકાનું પ્રથમ મોડેલ વિલેજ બન્યું છે. છેલ્લા એક જ વર્ષમાં ગામની થયેલી કાયાપલટના અભ્યાસ માટે રાજ્યભરમાંથી પંચાયતના પદાધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ સ્ટડી ટૂર માટે […]

એક રાજા રોજ સવારે કોઈ એક ગરીબ વ્યક્તિની ઈચ્છા પૂરી કરતો હતો. એક સંત રાજાના દરબારમાં આવ્યા અને બોલ્યાં કે મહારાજ મારા આ વાસણને સોનાના સિક્કાથી ભરી દો. રાજાએ કહ્યું કે આ તો નાનકડું કામ છે. હું હમણાં જ ભરી દઉં છું. પણ પછી જે થયું એ આશ્ચર્ય પમાડે તેવું છે જાણો.

લોકકથા પ્રમાણે એક રાજા રોજ સવારે કોઈ એક ગરીબ વ્યક્તિની ઈચ્છા પૂરી કરતો હતો. એક સંત રાજાના દરબારમાં આવ્યા અને બોલ્યાં કે મહારાજ મારા આ વાસણને સોનાના સિક્કાથી ભરી દો. રાજાએ કહ્યું કે આ તો નાનકડું કામ છે. હું અત્યારે જ તેને ભરી દઉં છું. રાજાએ પોતાની પાસે રાખેલાં સિક્કા તે વાસણમાં નાખ્યાં, પરંતુ બધા […]

વરસાદી માહોલમાં ‘બોલ માડી અંબે જય જય અંબે’ના નાદ સાથે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજીમાં ઉમટી રહ્યા છે.

કરોડો માઇભક્તોની આસ્થાના પવિત્ર તીર્થસ્થાન અંબાજી ખાતે ભાદરવી મહામેળો સોળે કળાએ જામ્યો છે. વરસાદી માહોલ વચ્ચે પણ ‘બોલ માડી અંબે… જય જય અંબે…’ના નાદ સાથે આગળ વધી રહ્યા છે. માતાજી ઉપરની વિરાટ શ્રધ્ધાના લીધે યાત્રિકો થાક કે વરસાદની પરવા વિના અંબાજી કૂચ ચાલુ છે. અંબાજીમાં દિવસ-રાત લાખોની સંખ્યામાં માઇભક્તો ઉમટી રહ્યા છે. દૂરદૂરથી પદયાત્રીઓ પહોંચે […]

ગીરના જંગલમાં જીતુ વાઘાણીએ સીટ બેલ્ટ બાંધ્યા વગર ચલાવી જીપ્સી, સોશિયલ મીડિયામાં ટ્રાફિક રૂલ્સનો ભંગ થયાની થઈ રહી છે ચર્ચા

ગુજરાતમાં સત્તારૂઢ પક્ષ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ગઈકાલે તેમના ફેસબુક પેજ પર ગીરના જંગલમાં ગયા તેની તસવીરો શેર કરી છે. તેમણે શેર કરેલી તસવીરો હોલ વોટ્સએપ પર વાઈરલ થઈ છે. વાઘાણીએ ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હોવાની દલીલ કરાઈ છે. સીટ બેલ્ટ વગર જીપ્સી હંકારતા વાઘાણીએ કાયદોનો ભંગ થયો છે કે નહીં તેવો સવાલ કરાયો […]

ગુજરાતમાં હજુ 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

રાજ્યમાં છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ સિઝનનો 116.59 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગે હજુ 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. છેલ્લે 2013માં રાજ્યમાં 128 ટકા વરસાદ નોંધાયો હતો. મંગળવારે રાજ્યના 31 જિલ્લાના 184 તાલુકામાં સાડા પાંચ ઇંચ સુધી મેઘ મહેર […]

સમાધાન- વિવાદનો અંત, સંત સમેલનની બેઠક પૂર્ણ, હવે કોઇ સ્વામિનારાયણ સંત સનાતન ધર્મ વિરૂદ્ધ નિવેદન નહીં આપે

કથાકાર મોરારિ બાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે છેલ્લા થોડા દિવસથી નિલકંઠવર્ણી વિવાદ ચાલી રહ્યો હતો જેનો હવે અંત આવી ગયો છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને જૂનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલ વચ્ચે બંધબારણે બેઠક યોજાઇ હતી. જેમાં સ્વામિનારાયણના સંતોએ મોરારિબાપુ વિશે હવે કોઇ અમારા સંત વિવાદીત નિવેદન નહીં આપે તેવી ખાતરી આપી હતી. તેમજ રૂદ્રેશ્વર જાગીર […]