ST નિગમે નવી એપ લોન્ચ કરી, બસનો સમય અને રૂટ પણ ટ્રેક કરી શકાશે, ટ્રેનની જેમ STમાં 60 દિવસ પહેલાં બુકિંગ થઈ શકશે

ગુજરાત એસટી નિગમની બસોમાં પેસેન્જરો હવે રેલવેની જેમ 60 દિવસ પહેલાં એડવાન્સ બુકિંગ કરાવી શકશે. એ જ રીતે રિઝર્વ સીટ પર મુસાફરી પહેલા આકસ્મિક સંજોગોમાં ટિકિટ કેન્સલ કરાવ્યા વગર પેસેન્જર મુસાફરીની તારીખ અને સમય પણ બદલી શકશે. એ જ રીતે મુસાફરી દરમિયાન તેમની બસ ક્યાં પહોંચી, તેમના સ્ટેન્ડ પર ક્યારે આવશે તે બસ ટ્રેકિંગ સિસ્ટમની […]

વારંવાર બગડી જતી નવી કારથી પરેશાન યુવકે ગધેડાથી ખેંચાવી કાર, વિડિઓ વાઈરલ

રાજસ્થાનના ઉદયપુરમાં કાર ખરીદ્યાના ત્રણ જ મહિનામાં તેમાં તકલીફો શરૂ થઈ જવાથી વિશાલ પંચોલી નામનો યુવક ત્રાસી ગયો હતો. કારના એન્જીનમાંથી પણ વારંવાર ધૂમાડા આવતા હોવાની પણ યુવકની ફરિયાદ હતી. કંપની તરફથી તેને કસ્ટમર ફર્સ્ટ પોલીસીનો કોઈ જ લાભ ના મળતાં તેણે આ કારને ગધેડા સાથે જોડીને તેનો વરઘોડો કાઢ્યો હતો. વિશાલે કાર પર પણ […]

ભાવનગરમાં સ્કૂલબસમાંથી ફંગોળાઈ જઈને વ્હીલમાં આવી જતા 14 વર્ષની બાળકીનું મોત, ઠસોઠસ ભરેલી સ્કૂલબસ બની કાળ

ભાવનગર જિલ્લાના ઘોઘા તાબેના વાળુકડ ગામે આવેલી વાળુકડ માધ્યમિક શાળામા઼ અભ્યાસ કરતી સોડવદરની વિદ્યાર્થિની સવારે શાળાની બસમાં શાળાએ જવા નીકળી હતી. દરમિયાન ભંડાર ગામ નજીક પહોંચી તે વખતે બસ ચાલકે રોડ પર વળાંકમાં બસને ટર્ન મારતા બસમાં ઉભેલી સગીરા ફંગોળાઇ નીચે પડી હતી. જ્યાં બસના પાછળના વ્હીલ નીચે આવી જતા મોત નીપજયું હતું. અકસ્માતને પગલે […]

માગશર સુદ પક્ષની અગિયારસના દિવસે ગીતા જયંતી ઉજવવામાં આવે છે, અર્જુનની પહેલાં ગીતાનો ઉપદેશ સૂર્યદેવને પ્રાપ્ત થયો હતો, જાણો કેટલીક રોચક વાતો

ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, પરંતુ શ્રીકૃષ્ણ અને અર્જુન સિવાય પણ ગીતાને અનેકવાર બોલવામાં આવી હતી અને સાંભળવામાં આવી હતી. સામાન્ય રીતે બધા લોકો એ નથી જાણતા કે કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. કુરુક્ષેત્રનું મેદાન ગીતાની ઉત્પત્તિનું સ્થાન છે. કહેવાય છે કે કળયુગની શરૂઆતના 30 વર્ષો પહેલાં જ ગીતાનો […]

મમરામાં હોય છે ફાયદાકારક બેક્ટેરિયાનો ભંડાર, મમરા ખાવાથી ક્યારેય નહીં થાય કબજિયાત, દૂર રહેશે આ બીમારીઓ જાણો અને શેર કરો

સફેદ ચોખાથી તૈયાર થનારા મમરા એક વાનગી છે. તેનું સેવન ભારતમાં નાસ્તા તરીકે કરવામાં આવે છે. કેટલાક લોકોને વ્હેમ હોય છે કે તેને ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. કેટલાક લોકો તેને જંક ફૂડ માને છે. પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તો આવો જોઇએ મમરા ખાવાથી થતા ફાયદા અંગે જાણીએ. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

બનાસકાંઠા: વાસનાના ભૂખ્યા વરૂઓએ હેવાનિયતની હદ પાર કરી, 14 વર્ષની આદિવાસી મજૂરની કિશોરીને 3 મહિના પિંખી

દેશમાં ચિંતાજનક રીતે વધતા ક્રાઈમમાં બળાત્કારની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. જેમા બનાસકાંઠામાં માત્ર 14 વર્ષીય સગીરા સાથે સતત ત્રણ માસ સુધી ત્રણ અપરાધીઓએ અન્ય ત્રણની ગુનાહિત મદદગારીથી આ સગીરાને પિંખી હતી. જોકે અંદાજે સાડા ત્રણ મહિના બાદ પોલીસે આરોપીઓની ચુંગાલમાંથી આ કિશોરીને છોડાવી છ પૈકીનાં બે આરોપીઓને જેલ હવાલે કરેલ છે. નિર્ભયા, હૈદરાબાદની […]

સાબર ડેરીમાં ભરતી કૌભાંડ! એક-એક ઉમેદવાર પાસેથી લેવાયા 25 લાખ રૂપિયા? ભરતી પ્રક્રિયા માટે પૈસાની લેતી-દેતી થતી હોવાની ઓડિયો ક્લિપ વાઇરલ

ગત સપ્તાહે સાબર ડેરીમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં લાખોના ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી હતી. જેની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં તો અરવલ્લી જિલ્લાના ડેમઈ ગામના પશુપાલક કીર્તિ પટેલે બે દિવસ અગાઉ સાબર ડેરીનાં મેનેજિંગ ડિરેક્ટર ડો.બી.એમ.પટેલ સાથે ભરતીમાં એક-એક ઉમેદવાર પાસેથી 15થી25 લાખ લેવાતા હોવાની વાતચીતનો ઓડિયો વાઈરલ થતાં બંને જિલ્લામાં આ મુદ્દો ટોક ઓફ ધી […]

1965ના યુદ્ધનું ચમત્કારિક મંદિર આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આસ્થાકેન્દ્ર, ભેડિયાબેટમાં બે કરોડના ખર્ચે મંદિર બન્યું, રણસરહદે આધ્યાત્મિક દ્રષ્ટિએ નવો સૂર્યોદય 

કચ્છના વિઘાકોટ નજીક ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક આવેલું ભેડિયાબેટ હનુમાનજીનું મંદિર બે કરોડના ખર્ચે નિર્માણ પામી ચૂક્યું છે, જેનું લોકાર્પણ આવતા મંગળવારે સંતોના હસ્તે કરવામાં આવશે. સ્વામિનારાયણ સંપ્રદાયના તેજેન્દ્રપ્રસાદજી મહારાજેએ અહીં ર૦૧૬માં મુલાકાત લીધી ત્યારે તેમણે આ મંદિરને વિકસાવવાની નેમ વ્યકત કરી હતી. બાદમાં મે 2018માં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં મંદિરના જીર્ણોદ્ધાર માટે શિલાન્યાસ […]

બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ મામલે આંદોલનકારીની ધીરજ ખૂટી, યુવાને ધ્રુસકે ધ્રુસકે રડી કહ્યું-પપ્પા નથી, ખૂબ મહેનત કરીને પરીક્ષા આપી છે

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ મામલે છેલ્લા ત્રણ દિવસથી બેરોજગાર ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન પર ઉતર્યા છે. આજે(શુક્રવાર) ત્રીજા દિવસે સાબરકાંઠાના સુરેશ રાઠોડ નામના ઉમેદવારની ધીરજ ખૂટી ગઈ હતી. ધરણાં દરમિયાન સુરેશ રાઠોડઆપવીતી કહીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. આ યુવાને રડતા રડતા કહ્યું કે, પપ્પા નથી અને ખૂબ મહેનત કરીને પરીક્ષા આપી છે, ત્રણ […]

મહુવાના વેપારીની જાહેરાત, તેલંગાણા દુષ્કર્મના આરોપીઓનું એન્કાઉન્ટર કરનારા પોલીસ કર્મીઓને રૂ.1 લાખનું ઈનામ

તેલંગાણા દુષ્કર્મ કેસમાં ચાર આરોપીઓને પોલીસ એન્કાઉન્ટરમાં મારવામાં આવ્યા છે. આ ઘટનાનું ગુજરાતમાં પણ સ્વાગત થઈ રહ્યું છે. માત્ર એટલું જ નહીં, આ પોલીસ કર્મીઓને ભાવનગરના મહુવાના વેપારી રાજભા ગોહિલ દ્વારા રૂ.1 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. આ ઘટનાથી તેઓ પોલીસ પર ગર્વ અનુભવી રહ્યા છે. રાજભા ગોહિલ મુજબ, હું હૈદરાબાદ જઇને પોલીસનું સન્માન […]