કોરોના વાયરસથી દુનિયાને સૌપ્રથમ ચેતવનાર ડૉકટરનું કોરોના વાયરસથી મોત, ચીને કર્યા હતા આવા હાલ

કોરોના વાયરસને લઇ સૌથી પહેલાં દુનિયાને ચેતવણી આપનાર ચીની ડૉકટરે વેનલિયાન્ગનું ગુરૂવારના રોજ મોત થઇ ગયું. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સના મતે ડૉકટર લી વેનલિયાન્ગનું મોત કોરોના વાયરસના ઝપટમાં આવવાથી થયું છે. જ્યારે ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસના સમાચાર છુપાવાની કોશિષ કરાઇ રહી હતી ત્યારે ડૉકટર લી વેનલિયાન્ગે હોસ્પિટલમાંથી વીડિયો પોસ્ટ કરીને કોરોના વાયરસને લઇ […]

વાપીમાં ચોથા ધોરણમાં ભણતી બાળકીની ઘરમાં લટકતી લાશ મળી, બાળકીની ઊંચાઇ પણ એટલી નથી કે તે પંખા સુધી પહોંચી શકે, દુષ્કર્મ આચરી હત્યા કર્યાની શંકા

વાપી ટાઉનના એક વિસ્તારમાં ધોરણ-4માં અભ્યાસ કરતી પરપ્રાંતિય પરિવારની 9 વર્ષીય બાળકીની લાશ ઘરમાં લટકેલી હાલતમાં મળી આવતા ચાલીના માલિકે આ અંગે કંપનીમાં નોકરીએ ગયેલા મૃતકના પિતાને જાણ કરી હતી. જે અંગે પોલીસને જાણ કરાતા લાશનો કબજો લઇ પેનલ પીએમ માટે સુરત રવાના કરી હતી. બાળકી સાથે કોઇ અણબનાવ બન્યો હોય તેવું સ્થાનિકોમાં ચર્ચા ચાલી […]

ઓસ્ટ્રેલિયામાં ભારતીય વૈજ્ઞાનિકે દુનિયાભરમાં હાહાકાર મચાવનારા જીવલેણ કોરોના વાયરસનો શોધ્યો તોડ!

દુનિયાભરમાં કોહરામ મચાવનાર કોરોના વાયરસને ઉકેલવા માટે વેક્સીન બનાવાનું કામ ચાલી રહ્યું છે. હવે ઓસ્ટ્રેલિયામાં પ્રવાસી ભારતીયના નેતૃત્વમાં ચીનથી બહાર આ વાયરસને બનાવામાં સફળતા મળી છે. ઓસ્ટ્રેલિયામાં કોમનવેલ્થ સાઇન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (CSIRO)ની એક હાઇ-સિક્યોરિટી લેબમાં તેના પર રિસર્ચ કરવા માટે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. ઓસ્ટ્રેલિયાના ડૉર્ટી ઇન્સ્ટિટ્યૂટના રિસર્ચકર્તાઓએ ગયા સપ્તાહે એક વ્યક્તિનું સેમ્પલ […]

અમેરિકામાં રોજ રાત્રે ફૂડ ટ્રક લઈને ઊપડતું શીખ-અમેરિકન કપલ બેઘર અને ભૂખ્યા લોકોને જમાડે છે

અમેરિકાના લોસ એન્જેલસ શહેરના શીખ-અમેરિકન કપલે ફૂડ ટ્રકની સર્વિસ શરુ કરી છે. આ ફૂડ ટ્રકની મદદથી તેઓ રોજ 200 ડિશ બનાવીને બેઘર લોકોને જમાડે છે. રવિ સિંહ અને તેની પત્ની જેકીએ ટ્રકનું નામ ‘શેર અ મીલ’ રાખ્યું છે. તેઓ પોતાની સાથે શાકાહારી જમવાનું અને પાણીની વ્યવસ્થા રાખીને શહેરના વિવિધ વિસ્તારમાં ફરે છે અને ભૂખ્યાનું પેટ […]

22 વર્ષના છોકરાએ વધાર્યું ભારતનું ગૌરવ, કચરામાંથી બનાવ્યું ડ્રોન, ઈન્ટરનેશનલ ડ્રોન એક્સ્પોમાં મળ્યો આલ્બર્ટ આઇન્સ્ટાઇન ગોલ્ડ મેડલ

એક 22 વર્ષના છોકરાએ ભારતનું નામ દુનિયાના ફલક પર ચમકાવ્યું છે. તે પણ પોતાના ઇનોવેટિવ આડિયા દ્વારા. કર્ણાટકને એન.એમ. પ્રતાપે ઈ-કચરામાંથી ડ્રોન બનાવ્યું છે. આ આ ડ્રોન એવું છે કે દુનિયા તેની દીવાની થઈ ગઈ. 14 વર્ષની ઉંમરે પ્રતામે પહેલીવાર ડ્રોન જોયું હતું. જે બાદ પોતે જ ડ્રોન ચલાવવાથી લઈને તેનાથી રમવાનું અને રિપેર કરવાનું […]

સીઆરપીએફના લેડી સિંઘમ! આતંકવાદીઓ પર તૂટી પડ્યા સંતો દેવી, બેને ઠાર કર્યા અને ત્રણને જીવતા દબોચ્યા

શ્રીનગરના બહારી વિસ્તાર લાવેપુરામાં બુધવારે આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશનમાં સીઆરપીએફની 73મી બટાલિયનની સેકન્ડ ઈન્ચાર્જ સંતો દેવી આતંકવાદીઓ પર લેડી સિંઘમની જેમ તૂટી પડી. તેમના નેતૃત્વમાં ટીમે બે આતંકવાદીઓને ઠાર કર્યા જ્યારે ત્રણને જીવતા ઘાયલ અવસ્થામાં ઝડપી પાડ્યા છે. જ્યારે સીઆરપીએફનો એક જવાન શહીદ થયો છે. ફાયરિંગ થતા જ અમે મોર્ચો સંભાળી લીધો. જવાબી ફાયરિંગમાં સ્કૂટી ચલાવી […]

આવી મિત્રતા તમે ક્યાંય જોઈ નહીં હોય, મિત્રના આપઘાતનો આઘાત, 7 કલાકમાં બીજો મિત્ર પણ સાથ આપવા ચાલ્યો ગયો

મુન્દ્રા તાલકાના ભદ્રેશ્વર ગામે બુધવારની સવાર ગોઝારી બની આવી હતી અને સાંજ હૈયું કકળાવનારી બની હતી. બેકારીના ખપ્પરમાં હોમાયેલા એક યુવાને વહેલી સવારે જિંદગીની કડવી વાસ્તવિકતાથી હતાશ થઈ પત્નીની સાડી વડે ફાંસો ખાઈ મોતને મીઠું કરી લીધંુ હતું. તો તેના જિગરજાન મિત્રે રસ્સી વડે પોતાની જાત લટકાવી દઈ માત્ર ૭ કલાકમાં જ તેની પાછળ અનંતની […]

માથામાં ગોળી લાગી છતાં જીવની ચિંતા કર્યા વગર જવાને બતાવ્યો અદમ્ય જુસ્સો, 2 આતંકીઓને ઠાર મારી જવાન શહીદ થયો

જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના લેવપોરા વિસ્તારમાં સંદિગ્ધ આતંકવાદીઓ (Terrorists) અને સીઆરપીએફ (CRPF) જવાનોની વચ્ચેના એન્કાઉન્ટર (Encounter)માં ભોજપુરનો એક જવાન શહીદ થઈ ગયો. સીઆરપીએફમાં તૈનાત રમેશ રંજન ભોજપુર જિલ્લાના જગદીશપુર વિસ્તારના ઈસાઢી ગામનો રહેવાસી હતો. 30 વર્ષીય રમેશ રંજનની શહીદીની વાત જ્યારે તેમને મળી તો સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો. સ્કૂટી પર આવેલા આતંકવાદીઓએ ચેકપોસ્ટ પર તૈનાત […]

કોરોના વાયરસને લઈને શું ચીન જુઠ્ઠુ બોલે છે?, 24,000 ચીનાઓના મોતથી દુનિયાભરમાં હાહાકાર, તાઇવાનના સમાચાર પત્રના રિપોર્ટ પ્રમાણે ચીન વાયરસથી મોતના આંકડાને આ રીતે બતાવે છે ઓછો

દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસથી લોકો નિરાધાર થઇ ગયા છે. પ્રાર્થના માટે લોકો બે હાથ જોડવા લાગ્યા છે. કોરોના વાયરસ એટલો ખતરનાક છે કે શ્વાસોમાં એ રીતે ઘૂસી રહ્યો છે કે માસ્ક પહેરેલા ચહેરા સતત વધી રહ્યા છે. કોરોના નામનો રાક્ષસ દરરોજ લોકોની બલિ લઇ રહ્યું છે અને તેની ભૂખ દરરોજ વધી રહી છે. અમેરિકા […]

ડમ્પર ચાલકે કારને અડફેટે લેતા ગંભીર અકસ્માતમાં દબાઇ ગયેલા દંપતીનું મોત, જ્યારે 2 બાળકોનો આબાદ બચાવ

તાપી જિલ્લાના ઉચ્છલના ગવાણ ગામની સીમમાં સામેથી પૂરપાટે હંકારી આવતી ડમ્પરના ચાલકે કારને અડફટે લેતાં અકસ્માત થયો હતો. જેમાં અંદર સવાર દંપતિ દબાઇ જતાં સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે 2 માસૂમ બાળકોનો બચાવ થયો હતો. ગામલોકો દોડી આવી કારના કાચ તોડી તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્રક કારને ઢસડી જવાથી કચ્ચરઘાણ વળી ગયો […]