વાપીમાં ચોથા ધોરણમાં ભણતી બાળકીની ઘરમાં લટકતી લાશ મળી, બાળકીની ઊંચાઇ પણ એટલી નથી કે તે પંખા સુધી પહોંચી શકે, દુષ્કર્મ આચરી હત્યા કર્યાની શંકા

વાપી ટાઉનના એક વિસ્તારમાં ધોરણ-4માં અભ્યાસ કરતી પરપ્રાંતિય પરિવારની 9 વર્ષીય બાળકીની લાશ ઘરમાં લટકેલી હાલતમાં મળી આવતા ચાલીના માલિકે આ અંગે કંપનીમાં નોકરીએ ગયેલા મૃતકના પિતાને જાણ કરી હતી. જે અંગે પોલીસને જાણ કરાતા લાશનો કબજો લઇ પેનલ પીએમ માટે સુરત રવાના કરી હતી. બાળકી સાથે કોઇ અણબનાવ બન્યો હોય તેવું સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે.

પોલીસે આજુબાજુમાં રહેતા લોકોની સઘન પૂછપરછ હાથ ધરી

પોલીસે તાત્કાલિક લાશનો કબજે લઇ ચલા સરકારી હોસ્પિટલમાં મોકલાવી પીએમની કામગીરી હાથ ધરી હતી. જોકે પ્રાથમિક તપાસમાં તબીબને શંકા જતા તેમણે બાળકીની લાશને પેનલ પીએમ માટે સુરત રવાના કરી હોવાનું જાણવા મળે છે. મોત અંગેનું રહસ્ય ઉકેલવા પોલીસે આજુબાજુમાં રહેતા લોકોની સઘન પૂછપરછ હાથ ધરી છે.

બાળકીની ઊંચાઇ પણ એટલી નથી કે તે પંખા સુધી પહોંચી શકે

બાળકીના સંબંધીએ જણાવ્યું કે બાળકી ઘરમાં બધાની લાડલી અને ભણવામાં પણ હોશિયાર હતી. તે જોતા આવું કરી જ નહીં શકે. બનાવ બાદ દરવાજો પણ ખુલ્લો હતો. તેની ઊંચાઇ પણ એટલી નથી કે તે પંખા સુધી પહોંચી શકે. અમને લાગે છે કે તેની સાથે કંઇક ખોટું થયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો