કોરોના વાયરસથી દુનિયાને સૌપ્રથમ ચેતવનાર ડૉકટરનું કોરોના વાયરસથી મોત, ચીને કર્યા હતા આવા હાલ

કોરોના વાયરસને લઇ સૌથી પહેલાં દુનિયાને ચેતવણી આપનાર ચીની ડૉકટરે વેનલિયાન્ગનું ગુરૂવારના રોજ મોત થઇ ગયું. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સના મતે ડૉકટર લી વેનલિયાન્ગનું મોત કોરોના વાયરસના ઝપટમાં આવવાથી થયું છે. જ્યારે ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસના સમાચાર છુપાવાની કોશિષ કરાઇ રહી હતી ત્યારે ડૉકટર લી વેનલિયાન્ગે હોસ્પિટલમાંથી વીડિયો પોસ્ટ કરીને કોરોના વાયરસને લઇ લોકોને ચેતવણી આપી હતી.

ત્યારબાદ ચીનના સ્થાનિક સ્વાસ્થ્ય વિભાગે 34 વર્ષના ડૉકટર લી વેનલિયાન્ગની પૂછપરચ્છ કરી હતી. એટલું જ નહીં વુહાનલ પોલીસે ડૉકટર લી વેનલિયાન્ગને નોટિસ પણ ફટકારી હતી અને તેમને સોશિયલ મીડિયા દ્વારા અફવા ફેલાવાના આરોપી બનાવ્યા હતા. કોરોના વાયરસની ઝપટમાં આવ્યા બાદ ડૉકટર લી વેનલિયાન્ગે 12 જાન્યુઆરીના રોજ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તેઓ એક દર્દીના સંપર્કમાં આવ્યા બાદ કોરોના વાયરસની ઝપટમાં આવ્યા હતા.

ડૉકટર લી વેનલિયાન્ગે ગયા વર્ષે 30મી ડિસેમ્બરના રોજ એક ચેટ ગ્રૂપમાં પોતાના સાથી ડૉકટરને સંદેશો મોકલ્યો હતો અને આ વાયરસના ખતરા અંગે જણાવ્યું. ડૉકટર લી વેનલિયાન્ગે પોતાના સાથી ડૉકટરને ચેતવણી આપી કે તેઓ આ વાયરસથી બચવા માટે ખાસ પ્રકારના કપડાં પહેરે.

વિશ્વ વ્યાપર સંગઠન (WHO) એ ચીની ડૉકટર લી વેનલિયાન્ગના મોત પર દુ:ખ વ્યકત કર્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી કરાયેલા ટ્વીટમાં કહ્યું છે કે અમે ડૉકટર લી.વેનલિયાન્ગના નિધનથી ખૂબ જ દુ:ખી છીએ. આપણા બધા એ તેમના દ્વારા કરાયેલા કામનો જશ્ન મનાવાની જરૂર છે.

ચીનથી ફેલાયેલા કોરોના વાયરસને લઇ ભારત પણ સંપૂર્ણપણે એલર્ટ છે. ચીન, જાપાન, સિંગાપુર, અને થાઇલેન્ડથી આવનારા એક લાખથી વધુ પેસેન્જરનું થર્મલ સ્ક્રીનિંગ કર્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસની તપાસ માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિશેષજ્ઞ તૈનાત કર્યા છે. હાલ 21 એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ કરાઇ રહ્યું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ પ્રીતિ સૂદને કહ્યું કે 1265 વિમાનોમાંથી વિદેશોથી આવતા 138750 પેસેન્જર્સનું થર્મલ સ્ક્રીનિંગ થઇ ચૂકયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો